________________
શતક–૧લું ઉદ્દેશક-૪]
[૫૧ તિર્યંચ, મનુષ્ય અને દેવના જીવન મેક્ષ થતો નથી. અહિં
કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બંધાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું છે કે-હે ગૌતમ! રાગ અને દ્વેષ આ બે કારણોથી કર્મ બંધાય છે. પ્રીત્યાત્મક રાગ અને અપ્રીત્યાક દ્વેષ યદ્યપિ ક્રોધ, માન, માયા, લોભથી જુદા નથી. માટે આ ચાર કષામાં રાગ-દ્વેષને સમાવેશ થઈ જાય છે. તથાપિ નયવાદને લઈને આ સમાવેશ કેવા વિચિત્ર પ્રકારે થાય છે, તે જરા જોઈ લઈએ.
સંગ્રહનયની માન્યતા આવા પ્રકારે છે કે—કોઈને પણ ગમતે નહિં હોવાના કારણે ક્રોધ અપ્રીત્યાત્મક છે અને પારકાના ગુણો સહન નહી થવાના કારણે માન કષાય પણ અપ્રીત્યાત્મક હોય છે. માટે આ બન્ને ક્રોધ અને માન દ્વેષરૂપે જ છે. જ્યારે આત્માને ગમતું હોવાથી લાભ કષાય અને પારકાને ઠગવારૂપે આત્માને અભિલષિત હોવાથી માયા કષાય, આ પ્રમાણે લેભ અને માયાને સમાવેશ રાગમાં થાય છે.
આજે વાતને વ્યવહારનય આમ કહે છે કે–પર ઉપઘાતને માટે માયા કષાયને પ્રોગ થાય છે, અને તે દ્વેષ વૃત્તિના અભાવમાં બનતું નથી. માટે “માયાને દ્વેષમાં અંતર્ભાવ થાય છે. ક્રોધ અને માનતો અપ્રીત્યાત્મક હોવાથી ઢષ જ છે, જ્યારે લોભ કષાય ન્યાય-નીતિના સ્વીકાર પૂર્વક અર્થ પ્રત્યેની મૂછ પરેપઘાત વિનાની હોવાથી “રાગમાં સમાવિષ્ટ થશે. આ પ્રમાણે આ નયના મતે ક્રોધ, માન, માયા, દ્વેષરૂપે છે અને લેભ રાગરૂપે છે.
જ્યારે જુસૂત્રનય આમ કહે છે કે-ક્રોધ કષાય અપ્રીત્યાત્મક હેવાથી પરેપઘાતી છે, માટે તેને શ્રેષમાં