________________
अथ स्थानमुक्तासरिका
सत्येकेन श्रोत्रेण शृणोति, सर्वेण वाऽनुपहत श्रोत्रेन्द्रियः, यो वा सम्मिन्न श्रोतोऽभिधानलब्धियुक्तः स सर्वैरिन्द्रियैः शृणोतीति सर्वेणेति व्यपदिश्यते, एवं रूपादीनपि, किन्तु जिह्वादेशस्य प्रसुत्प्यादिनोपघाताद्देशेनास्वादयति । एवं देशतः सर्वतश्चात्मनोऽवभासप्रद्योतनविकुर्वणमैथुनसेवनभाषणाहारणपरिणमनानुभवनपरित्यजनानि भाव्यानि ||२४||
માત્ર આત્માને લઈને જણાવે છે –
જેને જે પ્રકારે (જેવું-જેટલું) અવિધજ્ઞાન છે તેવો અવધિજ્ઞાની આત્મા વૈક્રિય સમુદ્ધાત કરીને અથવા વૈક્રિય સમુદ્દાત કર્યા વિના, વૈક્રિય શરીર બનાવીને કે વૈક્રિય શરીર બનાવ્યા વિના, વિકુર્વણા કરીને કે વિષુર્વણા કર્યા વિના અધોલોક, ઊર્ધ્વલોક અને તીર્કાલોકને-લોકમાત્રને અવધિજ્ઞાનથી જાણે છે અને અવધિદર્શનથી જુવે છે.
એ જ રીતે શબ્દાદિને દેશથી કે સર્વથી સાંભળે છે.
८०
દેશથી - એક કાનને ઉપઘાત થયો હોય તો બીજા ઉપઘાત વિનાના કાનથી સાંભળે તે દેશથી. સર્વથી - બંને કાનથી શબ્દ સાંભળે તો તે સર્વથી શબ્દને સાંભળે છે. અથવા સંભિન્નશ્રોત નામની લબ્ધિવાળા સર્વ ઈન્દ્રિયો વડે સાંભળે તો તે સર્વથી કહેવાય છે.
આ રીતે રૂપાદિમાં પણ સમજવું. દેશથી કે સર્વથી રૂપને જુવે છે. દેશથી કે સર્વથી ગંધ સૂંધે છે. દેશથી કે સર્વથી રસનો આસ્વાદ કરે છે. પરંતુ જીભમાં પ્રસુપ્તિ આદિ દોષથી હરકત થઈ હોય એટલે કે જીભ જડ થઈ જવાથી જ્ઞાનતંતુ ક્રિયા રહિત થયા હોય તો દેશથી સ્વાદ લે છે તેમ સમજવું. સ્પર્શનો પણ દેશ અને સર્વથી અનુભવ કરે છે.
વિષય ઈન્દ્રિય
દેશ
૨
૧ સ્પર્શ સ્પર્શેન્દ્રિયથી એક ભાગથી સ્પર્શ કરવો. રસનેન્દ્રિયથી જીભના એક ભાગથી સ્વાદ લેવો. ઘ્રાણેન્દ્રિયથી એક નસકોરાથી ગંધ લેવી.
રસ
૩ ગંધ
ચક્ષુરિન્દ્રિયથી એક આંખથી જોવું.
શ્રોત્રેન્દ્રિયથી
એક કાનથી સાંભળવું.
અથવા
૪ રૂપ
૫ શબ્દ
વિષય દેશથી
૧ સ્પર્શ
સ્પર્શેન્દ્રિયથી
૨ રસ રસનેન્દ્રિયથી
૩ ગંધ
નાસિકાથી
૪ રૂપ
ચક્ષુથી
૫ શબ્દ કાનથી
સર્વ
સંપૂર્ણ શરીરથી સ્પર્શ કરવો. આખી જીભથી સ્વાદ લેવો. બંને નસકોરાથી ગંધ લેવી. બંને આંખથી જોવું. બંને કાનથી સાંભળવું.
સર્વથી
સંભિન્નશ્રોત લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી સાંભળવું. સંભિન્નશ્રોત લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી આસ્વાદ લેવો. સંભિન્નશ્રોત લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી ગંધ લેવી. સંભિન્નશ્રોત લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી રૂપ જોવું.
સંભિન્નશ્રોત લબ્ધિ દ્વારા સર્વ ઈન્દ્રિયોથી શબ્દ ગ્રહણ કરવા.