________________
५५६
सूत्रार्थमुक्तावलिः प्रथमे श्रुतस्कन्धे पञ्च द्वितीये सप्तत्रिंशत्, स्थानाङ्गे षोडश व्यवहारे चतस्र इति । एताश्चारित्रस्वभावा अपि विशिष्टश्रुतवतां भवन्तीति श्रुतप्रधानतया श्रुतसमाधिप्रतिमात्वेनोपदिष्टाः । सामायिकछेदोपस्थापनीयाद्याः पञ्च चारित्रसमाधिप्रतिमाः, भिक्षुश्रावकभेदादुपधानप्रतिमा द्विविधाः, तत्र भिक्षुप्रतिमा 'मासाइसत्तंता' इत्यादिनाऽभिहितस्वरूपा द्वादश, उपासक प्रतिमास्तु 'दंसणवय' इत्यादिनाऽभिहितस्वरूपा एकादशेति सर्वास्रयोविंशतिः, विवेकप्रतिमाऽप्येकैव, इन्द्रियस्वरूपायाः पञ्चविधाया नोइन्द्रियस्वभावायाश्च योगकषायविविक्तशयनासनभेदतस्त्रिविधायाः प्रतिसंलीनताविषयाया भेदेनाविवक्षणात् । एकाकिविहारप्रतिमात्वेकैवेति द्विषष्टिः पञ्च त्रयोविंशतिरेका एका चेति सर्वा द्विनवतिर्भवन्ति ॥८१॥
પ્રતિમાનો પ્રસ્તાવ હોવાથી (૯૨ મા સમવાયમાં પણ) પ્રતિમાને જ કહે છે.
(દશાશ્રુતસ્કંધ નિયુક્તિના અનુસારે.) સમાધિ, ઉપધાન, વિવેક, પ્રતિ સંલીનતા, એકાક વિહાર, આ પાંચ ભેદ પાંચ પ્રતિમા વિશેષો છે.
સમાધિરૂપ પ્રથમ પ્રતિમા શ્રતસમાધિ પ્રતિમા અને ચારિત્ર સમાધિપ્રતિમા એમ બે પ્રકારની છે તેમાં શ્રત (સમાધિ) પ્રતિમા ૬૨ પ્રકારની છે. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં પાંચ, બીજા શ્રુતસ્કંધમાં ૩૭, ઠાણાંગમાં ૧૬ અને વ્યવહારમાં ૪ પ્રતિમા (થઇને ૬૨ થાય છે) થાય છે.
આ ૬૨ પ્રતિમાઓ છે તો ચારિત્ર સ્વભાવવાળી પરંતુ વિશિષ્ટદ્યુતવાળાઓને જ તે પ્રાપ્ત થતી હોવાથી શ્રુતપ્રધાનતાએ કરી એને શ્રુતસમાધિ પ્રતિમા ઉપદેશેલી છે.
સામાયિક, છેદોપસ્થાપનીય, વગેરે (પાંચ ચારિત્ર રૂ૫) પાંચ ચારિત્ર સમાધિ પ્રતિમા છે. ભિક્ષુ પ્રતિમા અને શ્રાવક પ્રતિમા એમ બે ભેદે ઉપધાનપ્રતિમા છે. તેમાં ભિક્ષુપ્રતિમા માસાઈ સતંત્તા” દ્વારા કહેલા સ્વરૂપવાળી ૧૨ છે. અને “દંસણવય” ઇત્યાદિ શ્લોક દ્વારા કથિત સ્વરૂપવાળી શ્રાવકની ઉપાસક પ્રતિમા ૧૧ છે. ૧૨+૧૧ = ૨૩ તે બન્ને મળીને થાય છે.
| વિવેક પ્રતિમા (વિવેચનીય વસ્તુના ત્યાગ રૂપ) ૧ છે. ઇન્દ્રિય સ્વરૂપ પાંચ અને નોઇન્દ્રિય સ્વભાવના યોગ, બધા કષાય અને વિવિક્ત શયનાસન આમ ત્રણ, આ પાંચ અને ત્રણ એ પ્રતિસલીનતા વિષયો છે. માટે તે બધાના ભેદથી વિવક્ષા ન કરતા માત્ર પ્રતિસલીનતા પ્રતિમા ૧ જ ગણવી
એકાકી પ્રતિમા પણ ૧ ગણવી તે ભિક્ષુપ્રતિમામાં અંતર્ગત થાય છે. આથી ૬૨+૫+૩+૧+૧ = ૯૨ પ્રતિમાઓ થાય છે. I૮૧ાા
प्रतिमाविराधकस्य ज्योतिर्लोकोत्पत्तेस्तद्विशेषाश्रयेणाहत्रिनवतिमण्डलगस्सूर्यो विषमाहोरात्रकृत् ॥८२॥