________________
५०
अथ स्थानमुक्तासरिका તે અરતિ, રતિ બંને એકરૂપ છે. કારણ કે કોઈ વિષયમાં આનંદ થાય તે જ અપેક્ષાએ બીજા વિષયમાં અરતિ થાય છે. અને અરતિ એ જ બીજા વિષયમાં રતિ કહેવાય છે. આ પ્રમાણે બંનેનું ઔપચારિક એકત્વ છે.
માયામૃષા - માયા એટલે કપટ. મૃષા એટલે જુઠું બોલવું. માયા સહિત જુઠું બોલવું તે માયામૃષા. માયામૃષા એ માન મૃષાદિનો ઉપલક્ષક છે. જેમ માયા સહિત મૃષા હોય છે તેમ માન સહિત મૃષા પણ હોય છે. તેમ લોભ સહિત મૃષા વિગેરે પણ સમજવું.
પ્રેમ આદિ, વિષયના ભેદથી અથવા અધ્યવસાયના ભેદથી પણ અનેક પ્રકારે છે.
મિથ્યાદર્શન - વિપરિત દષ્ટિ. તે શલ્યની જેમ દુઃખનું કારણ હોવાથી મિથ્યાદર્શન શલ્ય છે. મિથ્યાદર્શન અભિગ્રહિક-૧, અનભિગ્રહિક-૨, અભિનિવેશિક-૩, અનાભોગિક-૪, સાંશયિક-પ, ભેદથી પાંચ પ્રકારે છે. અથવા ઉપાધિ ભેદથી અનેક પ્રકારે છે.
આ પ્રાણાતિપાતાદિ બધા અઢાર વાપસ્થાનકોનું અનેકપણું હોવા છતાં પણ વધુ વિગેરેના સામ્યથી એકપણું જાણવું.
આ અઢાર પાપસ્થાનકોના વિપક્ષ-પ્રાણાતિપાત વિરમણરૂપે વિપક્ષોને પણ તેવી જ રીતે એકપણે બતાવે છે. Iણા.
कालस्य स्थितिरूपत्वेन द्रव्यधर्मत्वात्तद्विशेषाश्रयेणाहषडरका अवसर्पिण्युत्सर्पिणी च ॥८॥
षडिति, अवसर्पति हीयमानारकतया, अवसर्पयति वाऽऽयुष्कशरीरादिभावान् हापयतीत्यवसर्पिणी, सूक्ष्माद्धासागरोपमाणां दशकोटीकोट्यात्मकः कालविशेपः, अत्र च समस्ता अपि शुभा भावाः क्रमेणानन्तगुणतया हीयन्ते, अशुभा भावाश्च क्रमेणानन्तगुणतया परिवर्द्धन्ते, अस्य षडरकाः, सुषमसुषमा सुषमा सुषमदुःषमा दुःषमसुषमा दुःषमा दुःषमदुःषमा चेति, सुष्ठ शोभनाः समा वर्षाणि यस्यां सा सुषमा, सुषमा चासौ सुषमा च सुषमसुषमा, तत्राद्यानां तिसृणां समानां क्रमेण सागरोपमकोटीकोट्यश्चतुस्त्रिद्विसंख्याः, चतुर्थ्यास्त्वेका द्विचत्वारिंशद्वर्षसहस्रोना, अन्त्ययोस्तु प्रत्येकं वर्षसहस्राण्येकविंशतिरिति । उत्सर्पति वर्धतेऽरकापेक्षया उत्सर्पयति वा भावानायुष्कादीन् वर्धयतीत्युत्सर्पिणी, इयमप्यवसर्पिणीप्रमाणा वैपरीत्येनारक षड्युता, एतेषां कालविशेषाणां समयराशीनां स्वस्वसामान्यादेकत्वं विभावनीयम् ।।८।।
કાલ સ્થિતિરૂપે (સ્થિતિરૂપપણાએ) દ્રવ્યનો ધર્મ હોવાથી તેના વિશેષ આશ્રયથી કાળનું સ્વરૂપ કહે છે.