________________
५४८
सूत्रार्थमुक्तावलिः सिद्धः, तस्य देहमानमुत्सेधाङ्गुलेनाशीतिधनुः, आत्माङ्गुलेन च सर्वे जिनाश्चतुर्विंशतिरपि विंशत्यधिकशताङ्गुलप्रमाणदेहाः, श्रेयांसजिनकालभावी त्रिपृष्ठो वासुदेवः प्रथम: चतुरशीतिवर्षलक्षायुष्कः, चत्वारि लक्षाणि कुमारत्वे, शेषन्तु महाराज्ये । अचलो बलदेवोऽपरविदेहे सलिलावतीविजये वीतशोकायां नगर्यां जितशत्रोः राज्ञो मनोहारीभार्यायामुत्पन्नः ॥७१॥
દ્વારથી દ્વારનું અંતર એક પરિમાણ વિશેષ છે. તેથી કરી હવે પરિમાણ વિશેષની જ વાત (૮૦ મા સમવાયમાં) કહે છે.
આ અવસર્પિણીમાં થયેલા ૧૧ માં જિનેશ્વર શ્રેયાંસનાથ તેઓ ૨૧ લાખ વર્ષ કુમારપણામાં.. ૨૧ લાખ વર્ષ દીક્ષાવસ્થામાં ૪૨ લાખ વર્ષ રાજયાવસ્થામાં... આમ ૮૪ લાખ વર્ષનું આયુષ્ય પાળી સિદ્ધ થયા. તેઓનો દેહ ઉત્સધાંગુલના માપથી ૮૦ ધનુષ્યનો હતો. આત્માંગુલથી તો દરેક તીર્થકરો એટલે કે ૨૪ તીર્થકરો ૧૨૦ અંગુલ પ્રમાણ દેહવાળા હોય છે.
એજ રીતે શ્રેયાંસજિનના સમયે થયેલ ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ પણ ૮૪ લાખ વર્ષના આયુષ્યવાળા થયા. ચાર લાખ વર્ષ કુમારપણામાં ને બાકીના ૮૦ લાખ વર્ષ મહારાજયાવસ્થામાં તેમના થયા, તેનો દેહ પણ ૮૦ ધનુષ્યનો હતો.
એજ રીતે અચલ નામના પ્રથમ બલદેવ પણ ૮૦ ધનુષ્યની ઉંચાઈવાળા દેહને ધારણ કરનારા હતા.
સિમવાયાંગ મૂળમાં અચલ બળદેવ ભરતક્ષેત્રના જ ત્રિપૃષ્ઠ વાસુદેવની સાથે પ્રથમ બળદેવ હતા. તેથી સલીલાવતી વિજયના વીતશોકા નગરીના જિતશત્રુને મનોહારી પત્ની દ્વારા ઉત્પન્ન થયેલી છે. અપર વિદેહના ઘટી શકતા નથી આ પાઠ પ્રમાણિક છે.] II૭al
देहस्य सारं व्रतधारणं चेति व्रतात्मकप्रतिमाविशेषमाहनवनवमिकायां प्रतिमायामेकाशीतिरात्रिंदिनानि ॥७२॥
नवेति, नव नवमानि दिनानि यस्यां सा, नवसु नवकेषु नव नवमदिनानि भवन्ति तस्याञ्च प्रतिमायां एकाशीती रात्रिदिनानि भवन्ति, नवानां नवकानामेकाशीतिरूपत्वात्, तत्र प्रथमे नवके प्रतिदिनमेकैका भिक्षा, एवमेकोत्तरया वृद्धया नवमे नवके नव नवेति सर्वासां पिण्डने चत्वारि पञ्चोत्तराणि भिक्षाशतानि भवन्ति ॥७२॥
દેહનો સાર વ્રતનું ધારણ કરવું તે છે. માટે વ્રતાત્મક પ્રતિમા વિશેષની વાત (૮૧ મા સમવાયમાં) કહે છે.
નવમો દિવસ જેમાં નવ વાર આવે. એનું નામ નવ નવયિકા.. નવ નવકવાળી આ પ્રતિમામાં નવ વાર નવ દિવસો આવે છે. આથી આખી પ્રતિમાના ૮૧ રાત્રિદિવસો થાય છે. ૯ X ૯ = ૮૧