________________
५४४
सूत्रार्थमुक्तावलिः દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી ૭૩ લાખ વર્ષનું પોતાનું સર્વ આયુષ્ય પૂર્ણ કરી મુક્તિને પામ્યા.
પ્રભુ મહાવીરના બીજા ગણધર - અગ્નિભૂતિ ગણધર તેઓનું અહિં ૭૪ વર્ષનું આયુષ્ય હતું. તેમાં ૪૬ વર્ષ ગૃહસ્થપર્યાય ૧૨ વર્ષ છબસ્થ પર્યાય અને ૧૬ વર્ષ કેવલિ પર્યાય હતો. પી.
गणधरास्तीर्थकराणां भवन्तीति तद्विशेषवक्तव्यतामाह
शीतलः पञ्चसप्ततिः पूर्वसहस्राणि शान्तिश्च पञ्चसप्ततिवर्षसहस्राणि गृहवासमध्युवास ॥६६॥
शीतल इति, दशमतीर्थकरः शीतलः, सर्वसन्तापकारणविरहादाह्लादजननाच्च शीतलः, अस्य हि पितुरसदृशः पित्तदाहोऽभवत्, स चौषधैर्नानाप्रकारैर्नोपशाम्यति, अस्मिंश्च गर्भगते देव्याः परामर्श स दाह उपशान्तस्तेन शीतल इति नाम । पञ्चविंशतिपूर्वसहस्राणि कुमारत्वे राज्ये च पञ्चाशदिति गृहवासोऽस्य पञ्चसप्ततिः पूर्वसहस्राणि, ततः प्रव्रज्य केवलीभूतः, व्रतपर्यायोऽस्य पञ्चविंशतिः पूर्वाणां सहस्राणि । शान्तिः भरतवर्षे वर्तमानावसर्पिण्यां जातः षोडशतीर्थकरः, अस्मिन् गर्भगते पूर्वं यन्महदशिवमासीत्तस्योपशमो जातस्तेन कारणेन शान्तिजिनः, अस्य भगवतः कुमारत्वे पञ्चविंशतिवर्षसहस्राणि माण्डलिकत्वेऽपि पञ्चविंशतिवर्षसहस्राणि चक्रित्वे पञ्चविंशतिसहस्राणि श्रामण्ये च पञ्चविंशतिवर्षसहस्राणि दीक्षापर्यायः सर्वायुश्च वर्षलक्षमेकं जातम् ॥६६॥
ગણધરો તીર્થકરોના હોય છે. તેથી (૭૫ મા સમવાયમાં) તે તીર્થકરોની વિશેષ વક્તવ્યતા કહે છે.
દશમાં તીર્થકર શીતલનાથ ભગવાન છે. સર્વ પ્રકારના સંતાપના કારણનો તેમનામાં વિરહ હોવાથી અને આહલા જન્માવનાર હોવાથી એ શીતલનાથ કહેવાય...
એમના પિતાને અસામાન્ય પિત્તદાહ પેદા થયો હતો... નાના પ્રકારના ઔષધોથી પણ તે ઉપશાંત નહોતો થયો પરંતુ આ પ્રભુ ગર્ભમાં આવ્યા ને માતાએ સ્પર્શ કર્યો અને તે ઉત્કટ પિત્તદાહ ઉપશાંત થયો માટે એમનું શીતલ એવું નામ થયું.
તેઓ ૨૫ હજાર પૂર્વ વર્ષ કુમારપણામાં અને ૫૦ હજાર પૂર્વ વર્ષ રાજય ઉપર આમ ૭૫ હજાર પૂર્વ વર્ષ ગૃહસ્થપર્યાયમાં રહ્યા. ત્યાર બાદ દીક્ષા લઈ કેવલી થયા. દીક્ષા પર્યાય તેઓનો ૨૫ હજાર પૂર્વ વર્ષ થયો.
ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં ૧૬મા તીર્થંકર શાંતિનાથ પ્રભુ થયા એઓ પણ ગર્ભમાં આવતા જ પહેલાનું જે મોટું અશિવ હતું (મરકી વગેરે) તેનો ઉપશમ થયો... તે કારણથી તે પ્રભુનું નામ શાંતિજિન પડ્યું.