SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ अथ स्थानमुक्तासरिका वा, तच्चोपाधिभेदादनेकविधमपि श्रद्धानसामान्यादेकम्, एकस्य जीवस्य वैकदैकस्यैव भावात्, रुचिः सम्यक्त्वं तत्कारणन्तु ज्ञानमिति, चारित्राणीति चर्यते मुमुक्षुभिरासेव्यते तदिति चारित्रं यद्वा चयस्य कर्मणां रिक्तीकरणाच्चरित्रम्, चारित्रमोहनीयक्षयाद्याविर्भूत आत्मनो विरतिरूपः परिणामः, तस्य सामायिकादिभेदवत्त्वेऽपि विरतिसामान्यादेकस्यैवैकदा भावाद्वैकम्, ज्ञानादीन्युत्पादव्ययस्थितिमन्ति स्थितिश्च समयादिकेति समयं प्ररूपयति समयविशेषाश्चेति, विशेषपदेन निरंशता सूच्यते, परमनिरुद्धकालः समयः स चैक एव वर्त्तमानस्वरूप:, अतीतानागतयोर्विनष्टानुत्पन्नत्वेनाभावात्, अथवाऽसावेकः स्वरूपेण निरंशत्वात्, चशब्देन निरंशभूतयोः प्रदेशपरमाण्वोर्ग्रहणम्, प्रकृष्टो निरंशो धर्मादीनां देशोऽवयवविशेष: प्रदेश: स चैकः स्वरूपतः, सद्वितीयादौ देशव्यपदेशेन प्रदेशत्वाभावात् । परमाणुरत्यन्तसूक्ष्मो द्वयणुकादीनां कारणभूतः, स च स्वरूपत एकोऽन्यथा परमाणुत्वासम्भवात् । अथवा समयादीनां प्रत्येकमनन्तानामपि तुल्यरूपापेक्षयैकत्वमिति ॥६॥ " જ્ઞાનાદિરૂપ મોક્ષમાર્ગ છે. આ મોક્ષમાર્ગ પરાક્રમ વિગેરેથી પ્રાપ્ત થાય છે. માટે કહે છે.– જેના વડે, જેનાથી અને જેમાં અર્થો જણાય છે, નિર્ણય થાય છે તે જ્ઞાન છે. જ્ઞાન, દર્શનના આવરણનો ક્ષય એ જ્ઞાન છે. અથવા ક્ષયોપશમ એ જ્ઞાન છે. અથવા જે જાણવું તે જ્ઞાન છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયથી પ્રગટ થયેલો આત્માનો પર્યાય વિશેષ એ જ્ઞાન છે. દરેક વસ્તુ સામાન્ય, વિશેષ સ્વરૂપ છે. વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરવામાં તત્પર તે જ્ઞાન. અને વસ્તુના સામાન્ય અંશને ગ્રહણ કરનાર તે દર્શન છે. આ રીતે પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન છે. તે અનેક હોવા છતાં પણ અવબોધ સામાન્ય હોવાથી અથવા ઉપયોગની અપેક્ષાએ એક છે. લબ્ધિથી ઘણા બોધ વિશેષોનો એક સાથે સંભવ હોવા છતાં પણ ઉપયોગથી એક છે કારણ કે કહ્યું છે કે - જીવોને એક ઉપયોગ હોય છે. કે પ્રશ્ન :- દર્શનમાં જ્ઞાનનો વ્યવહાર યુક્ત નથી. કારણ કે તેમાં વિષય ભેદ છે. બંનેનો વિષય જુદો છે. જ્ઞાન વસ્તુના વિશેષ ધર્મને ગ્રહણ કરે છે. દર્શન વસ્તુના સામાન્ય ધર્મને ગ્રહણ કરે છે. ઉત્તર ઃ- આ પ્રમાણે કહેવું નહીં. જ્ઞાન સામાન્યથી તેવી રીતે કહ્યું છે. “આભિનિવોદિયનાળે અઠ્ઠાવીસ ધ્વન્તિ પયડીક" આ પ્રમાણે આગમમાં જ્ઞાનના ગ્રહણથી દર્શનનું પણ ગ્રહણ કર્યું છે. અવગ્રહ, ઈહા સામાન્યનું ગ્રહણ કરતા હોવાથી તે દર્શન છે. અને વિશેષનું જ્ઞાન કરાવતા હોવાથી અપાય તથા ધારણા જ્ઞાન છે. આ રીતે આગમમાં જ્ઞાનથી દર્શન અને જ્ઞાન ગ્રહણ કરાયા છે. માટે સામાન્યથી જ્ઞાન કહેવામાં વાંધો નથી.
SR No.023130
Book TitleSutrarth Muktavali Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy