________________
પ્રાસ્તાવિકમ્
દ્રવિડદેશાલંકાર ન્યાયાચાર્ય પંડિતરાજશ્રી નારાયણાચાર્યને તેમનું સાંનિધ્ય કરનારા, તેમની પરંપરામાં શાસ્ત્રોના અધિષ્ઠાતા ગણાતા ‘શ્રી હયોગ્રીવ યક્ષે' જેઓ શ્રીમદ્ની શાસ્ત્રસર્જનમાં થયેલી અનુપ્રેક્ષાઓ માટે ‘અશ્રુતપૂર્વ કે અપૂર્વ લાગતી પણ એમની અનુપ્રેક્ષાઓ શાસ્ત્રાનુસારી જ માનવી' એમ જણાવ્યુ હતું તે સ્વનામ ધન્ય શ્રુતસાગર પૂજ્યપાદ્ દાદાગુરૂદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા દ્વારા થયેલા અનેકાનેક શાસ્ત્રોના સર્જન, સંપાદન અને સંકલનમાં એક આગવું સ્થાન અને સન્માન પ્રાપ્ત કરનારો ગ્રંથ એટલે ‘સૂત્રાર્થ મુક્તાવલિ...’
આ ગ્રંથમાં - શ્રી અનુયોગદ્વાર સૂત્ર, આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, તથા સમવાયાંગ સૂત્ર જેવા ગંભીર અને અનેકવિધ નવા પદાર્થોથી છલોછલ ભરેલા આગમ સૂત્ર - અંગસૂત્રના પદાર્થોનો સારગ્રાહી સૂત્રાત્મક સંગ્રહ છે. જે તેઓ શ્રીમનું પ્રૌઢ શાસ્ત્ર સંકલન દર્શાવે છે, તો તેઓ શ્રીમદ્દ્ન સંસ્કૃત ભાષામાં એજ સૂત્રો ઉપરનું વિવરણ એ એ પૂજ્યનું પાંડિત્ય પૂર્ણ શાસ્ત્ર સર્જન સૂચવે છે.
જૈન આગમ સાહિત્યમાં શ્રી પંચમ ગણધર ભગવંત સુધર્માસ્વામીજી વિરચિત દ્વાદશાંગીના ચતુર્થ અંગ સમવાયાંગ સૂત્ર વર્તમાન સમયમાં ચાર વિભાગ ધરાવે છે.
પ્રથમ વિભાગમાં.. ૧ થી ૧૦૦ સુધીના પદાર્થો, પછી ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૩૫૦, ૪૦૦, ૪૫૦, ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૦૦૦, ૧૧૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦, ૬૦૦૦, ૭૦૦૦, ૮૦૦૦, ૯૦૦૦, ૧૦,૦૦૦, ૧૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦, તથા ૧૦૦૦૦૦૦૦૦000000 આટલા પદાર્થોનું વર્ણન છે.
દ્વિતીય વિભાગમાં... શ્રી દ્વાદશાંગીનું વર્ણન છે.
તૃતીય વિભાગમાં... અજીવરાશિ તથા જીવરાશિનું અને જીવરાશિમાં જીવોના આવાસો, શરીર ઇત્યાદિ અનેક વિષયોનું વર્ણન છે.
ચતુર્થ વિભાગમાં... શ્રી તીર્થંકરો, શ્રી ગણધરો, કુલકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો અને પ્રતિવાસુદેવો આદિના માતા પિતા તથા નગરોનું વર્ણન છે.
શ્રી સમવાયાંગ સૂત્રમાં આવતા વિવિધ વિષયોનું વિવેચન જોતા નવાજ્ઞી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીમહારાજાનું જ્ઞાન કેટલું બધું ગંભીર તથા વ્યાપક હતું એ સહજ રીતે જણાવાઇ આવે છે. પોતે સંવેગી પક્ષના હોવા છતાં આ મહાપુરુષે જે સમયે ચૈત્યવાસિ તથા સંવેગી પક્ષ વચ્ચે કટ્ટર વિરોધનું વાતાવરણ હતું તે સમયે ચૈત્યવાસિઓના અગ્રેસર મહાન વિદ્વાન, ઓધનિયુક્તિ ગ્રંથ ટીકાકાર શ્રી દ્રોણાચાર્ય વિગેરેના સહકાર મેળવી તેઓ પાસે પણ આ ગ્રંથની શુદ્ધિ કરાવીને આ તથા