________________
स्थानांगसूत्र
३७ અભવ્યોને અનાદિથી જીવ અને કર્મનો સંબંધ કથંચિત્ અનંત છે. અને ભવ્યોને સાંત છે. આમ જીવ અને કર્મનો સંબંધ અપેક્ષાએ સાંત અને અપેક્ષાએ અનંત છે.
અવાંતર શંકા : જીવત્વ સમાન હોવા છતાં પણ ભવ્યત્વ અભવ્યત્વ વિશેષ છે. નારક, તિર્યંચાદિની જેમ વિશેષ થશે.
સમાધાન: આ પ્રમાણે ન કહેવું.
દ્રવ્યવાદિ સમાન હોવા છતાં જેમ ચેતન, અચેતન ભેદ સ્વભાવથી છે તેવી રીતે જીવત્વ સમાન હોવા છતાં પણ ભવ્યત્વ, અભવ્યત્વ ભેદ સ્વભાવથી છે.
શંકા : જો આમ ન માનો તો જીવત્વ જેમ અવિનાશી છે તેવી રીતે ભવ્યત્વ પણ અવિનાશી થાય.
ભવ્યત્વ અવિનાશી થાય તો નિર્વાણ ન થાય. સિદ્ધ ભવ્ય પણ નથી, અભવ્ય પણ નથી. એવું શાસ્ત્ર વચન છે એમ ન કહેવું.
સિદ્ધાંતકાર : (વૈશેષિકના મતમાં જેમ ઘટ પ્રાગભાવ અનાદિ સ્વભાવવાળો છે છતાં ઘટ જયારે ઉત્પન્ન થાય છે ત્યારે ઘટ પ્રભાવ નાશ પામે છે માટે ઘટ પ્રાગભાવ અનાદિ સાંત છે. તેમ અમારા મતમાં ભવ્યત્વ અનાદિનું છે અને જ્યારે જ્ઞાન, તપ, ચારિત્ર, ક્રિયા દ્વારા જીવ મોક્ષ પામે છે ત્યારે ભવ્યત્વ નાશ પામે છે.
આમ ભવ્યત્વ અનાદિ સાંત છે.
વૈશેષિકની માન્યતા - અભાવ ચાર પ્રકારે છે. (૧) પ્રાગુભાવ (૨) પ્રધ્વસાભાવ, (૩) અત્યંતાભાવ (૪) અન્યોન્યાભાવ... પટનો પ્રાગુભાવ = પૂર્વનો અભાવ. પટનો પ્રાગૂ અભાવ તંતુમાં છે. કેમકે એવી પ્રતીતિ થાય છે. “તેવુ તંતુષ પટો વિષ્યતિ' “આ તાંતણામાંથી પટ થશે આ પ્રતીતિ પટ પ્રાગભાવની સિદ્ધિ કરે છે. પણ પટ બની ગયા પછી એવી પ્રતીતિ થતી નથી કે “ટો વિષ્યતિ.' માટે પટ કાર્ય ઉત્પન્ન થતાં પટ પ્રાગભાવ નાશ પામે છે.
પટ પ્રાગભાવ અનાદિથી કઈ રીતે ? પટનો પ્રાગભાવ તંતુમાં રહે છે. અને તંતુ પણ છ મહિનાથી જ ઉત્પન્ન થયા છે તો પછી તંતુમાં રહેનાર પટ પ્રાગભાવ અનાદિકાળથી શી રીતે ઘટે ?
વૈશેષિકનું કહેવું છે કે – સ્વરૂપ સંબંધથી પટ પ્રાગુભાવ તંતુમાં છે, કાલિક સંબંધથી પટપ્રાગભાવ કાલમાં છે...જો તમે એમ કહો કે - પટ પ્રાગુભાવ તંતુમાં છે અને છ મહિનાથી જ છે. તેની પહેલા ન હતો તો પટ પ્રાગુભાવ નથી. એમ કહે તો પટ બતાવવો પડે. પટ પ્રાગભાવનો અભાવ = પટ ઘટાભાવનો અભાવ = ઘટ. પટ બતાવી શકતા નથી માટે વૈશેષિક કહે છે કે કાલદ્રવ્યમાં અનાદિથી પટ પ્રાગુભાવ છે. તંતુમાં પટ પ્રાગભાવ છ માસથી છે.