________________
अनुयोगद्वार
એક દ્રવ્યની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્યનું અંતર જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાલ છે. જુદા દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી. કારણ કે લોકમાં તે હંમેશા વિદ્યમાન હોય છે. એ પ્રમાણે અંતર્ધાર છે.
८७
સર્વ આનુપૂર્વી દ્રવ્યો શેષ દ્રવ્યો કરતા નિયમથી અસંખ્યેય ગુણા અધિક છે. વળી શેષ દ્રવ્યો તો તેના અસંખ્યાત્મક ભાગે વર્તે છે અને અનાનુપૂર્વી દ્રવ્યો અને અવક્તવ્યક દ્રવ્યો શેષ દ્રવ્યોના અસંખ્યાતમાં ભાગે જ વર્તે છે. સંખ્યાતમાં વિગેરે ભાગોમાં નહિ. આ પ્રમાણે ભાગદ્વાર છે.
આનુપૂર્વી દ્રવ્યો સાદિ પારિણામિક ભાવે જ છે. પરંતુ ઔયિકાદિ ભાવોમાં નહિ અથવા તો અનાદિ પારિણામિક ભાવમાં પણ નહિ, કારણ કે, આનુપૂર્વીત્વની પરિણતિનું અનાદિપણું હોઈ શકે નહિ. કારણ કે, વિશિષ્ટ એક પરિણામ વડે પુદ્ગલો અસંખ્યાતા કાલ માત્ર જ રહે છે. આ પ્રમાણે જ અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યો પણ છે. એ પ્રમાણે ભાવ દ્વાર.
દ્રવ્યાર્થ પર્યાયની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્યો બીજા સર્વ દ્રવ્યોથી થોડા છે. અનાનુપૂર્વી દ્રવ્યો વિશેષાધિક છે. કારણ કે, પદાર્થની સ્થિતિનો સ્વભાવ તે પ્રમાણે છે અને આનુપૂર્વી દ્રવ્યો તેઓ કરતા પણ અસંખ્યગુણ છે. કારણ કે, આનુપૂર્વી દ્રવ્યોમાં એકોત્તર વૃદ્ધિની અનંતાણુક સ્કન્ધ સુધીના એવા ઋણુક વિગેરે સ્કન્ધોમાં અનંત સ્થાનની પ્રાપ્તિ થાય છે અને પ્રદેશાર્થપણાની અપેક્ષાએ અનાનુપૂર્વી દ્રવ્યો સર્વથી થોડા છે. કારણ કે, પરમાણુ પોતાનાથી વ્યતિરિક્ત એવા પ્રદેશથી શૂન્ય છે. તેથી સર્વ સૂક્ષ્મ ભાગ સ્વરૂપ એવા પુદ્ગલાસ્તિકાયના પ્રદેશત્વમાં પણ ક્ષતિ નથી. તેના કરતા અવક્તવ્યક દ્રવ્યો વિશેષાધિક છે. કારણ કે બે પ્રદેશ સ્વરૂપ છે. વળી આનુપૂર્વી દ્રવ્યો અવક્તવ્યક દ્રવ્યો અનંતગુણ છે. કારણ કે, સંખ્યાત પ્રદેશવાળા - અસંખ્યાતપ્રદેશવાળા અને અનંતપ્રદેશવાળા સ્કન્ધો વિવક્ષિત પ્રદેશોમાં મહારાશિરૂપે અનંતગુણ છે. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ એમ ઉભયાર્થની અપેક્ષાએ અવક્તવ્યક દ્રવ્યો સર્વથી થોડા છે અને દ્રવ્યાર્થતાથી અને અપ્રદેશાર્થતાથી વિશિષ્ટ એવા અનાનુપૂર્વી દ્રવ્યો અવકતવ્યક દ્રવ્યો કરતા વિશેષાધિક છે. આનુપૂર્વી દ્રવ્યો દ્રવ્યાર્થતાથી અસંખ્યેય ગુણ અને પ્રદેશાર્થતાથી અનંતગુણ છે. આ પ્રમાણે અલ્પ બહુત્વ દ્વાર છે.
તેથી આ પ્રમાણે અનુયોગદ્વારોથી આનુપૂર્વી દ્રવ્યોનો વિચાર તે અનુગમ છે. તેથી આ પ્રમાણે નૈગમ-વ્યવહારને સંમત એવી અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વી કહેવાય છે.
अथ सड्ग्रहसम्मतां तामाह-
एवमेव सङ्ग्रहसम्मतापि ॥३३॥
एवमेवेति, पञ्चभिरर्थपदप्ररूपणतादिभिरियं द्रव्यानुपूर्व्यपि विचार्यत इति पूर्वसदृशत्वं भाव्यम् । परन्तु सङ्ग्रहस्य सामान्यवादित्वेन सर्वेऽपि त्रिप्रदेशिका एकैवाऽऽनुपूर्वी,