SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ सूत्रार्थमुक्तावलिः પર ભાવમાં સમવતરે છે. જેવી રીતે કુંડમાં બોર અને તદુભય સમવતારથી સ્વ આત્મભાવમાં અને પરમાં વર્તે છે. જેવી રીતે છત વિગેરેના સમુદાય સ્વરૂપ એવા ઘરમાં થાંભલો છે. આત્મભાવમાં પણ તેવી રીતે દેખાય છે. કુંડે બદરાણિ એ પ્રયોગમાં પરભાવમાં સમવતારનું વર્ણન સ્વઆત્મભાવમાં વર્તમાનની વિવક્ષાને નહિ કરીને જ થાય છે. કુંડ વિગેરેમાં રહેલ બદરી વિગેરેનું પોતાનામાં વૃત્તિ હોવાથી શુદ્ધ સમવતાર છે જ નહિ તે કારણથી વાસ્તવિક રીતે તો ઉભય વ્યતિરિક્ત સમવતાર બે પ્રકારે જ છે. ક્ષેત્ર સમવતાર પમ આત્મ અને તદુભયના ભેદથી બે પ્રકારે છે. ભરત વિગેરે લોક વિગેરે ક્ષેત્ર વિભાગોનું પૂર્વ-પૂર્વ એવા લઘુ પ્રમાણનું ઉત્તરોત્તર એવા બૃહત્ ક્ષેત્રમાં સમવતાર વિચારવો, અહીં પણ સર્વ ક્ષેત્ર વિભાગોનું સ્વરૂપમાં અવસ્થાન તે આત્મ સમવતાર જાણવો. આ પ્રમાણે કાલસમવતાર પણ બે પ્રકારે છે. લઘુ એવા સમય વિગેરે કાલ વિભાગનો બૃહદ્ એવા આવલિકા વિગેરેમાં સમવતાર થવો તે સ્વ પર સમવતાર, પોતાનામાં જ સમવતાર થવો તે આત્મ સમવતાર, ભાવ સમવતાર પણ બે પ્રકારે છે. ક્રોધનો માનમાં સમવતાર થયો, કારણ કે અહંકાર વિના ક્રોધનો અસંભવ છે. ખરેખર માનવાળો વ્યક્તિ કોપ કરે છે. એ રીતે માનનો માયામાં સમાવતાર થયો, ક્ષય થવાના કાલે માનના દલિકને માયામાં નાંખીને ક્ષય થતો હોવાથી, એ પ્રમાણે માયાનો લોભમાં, આ વિષયનુ પણ તેવી રીતે જાણવું (ક્ષય થવાના કાલે માયાના દલિકને લોભમાં નાંખીને ક્ષય કરવો.) એ પ્રમાણે લોભનો રાગમાં સમવતાર કારણ કે રાગ એ લોભાત્મક છે. એ પ્રમાણે રાગનો મોહમાં સમવતાર, રાગ એ મોહ વિશેષ જ છે. મોહનો આઠ કર્મ પ્રવૃતિઓમાં સમવતાર, કારણ કે, મોહ એ કર્મનો પ્રકાર છે. આઠ કર્મ પ્રકૃતિઓનો પણ ઔદયિક વિગેરે પભાવમાં સમવતાર, કારણ કે તે આઠ પ્રકૃત્તિઓ ઔદયિક વિગેરે ભાવમાં રહેલી છે. ઔદયિક આદિ ભાવો જીવમાં સમવતરે છે. કારણ કે ઔદયિકાદિ ભાવો જીવના આશ્રિત છે. જીવ પણ જીવાસ્તિકાયમાં સમવતરે છે. જીવ-જીવાસ્તિકાયનો ભેદ છે. જીવાસ્તિકાય પણ સમસ્ત દ્રવ્ય સમુદાયમાં સમવતરે છે. કારણ તે જીવાસ્તિકાય દ્રવ્યનો ભેદ છે. આ સર્વે પણ આત્મ સમવતારથી આત્મભાવમાં સમવતરે છે. આ પ્રમાણે શાસ્ત્રીય છ પ્રકારવાળા એવા ઉપક્રમનું નિરૂપણ કરીને આનુપૂર્વીના ભેદની અંદર રહેલા દ્રવ્યાનુપૂર્વીનું નિરૂપણ કરવા આરંભ કરે છે. इत्थं शास्त्रीयं षड्विधं निरूप्यानुपूर्वीभेदान्तर्गतां द्रव्यानुपूर्वी निरूपयितुमुपक्रमते-- औपनिधिक्यनौपनिधिकीभेदा व्यतिरिक्तद्रव्यानुपूर्वी ॥२५॥ औपनिधिकीति, प्रसिद्ध नामस्थापनानुपूयौं, द्रव्यानुपूर्व्यपि आगमतो नोआगमतश्च, यस्य कस्यचिदानुपूर्वीतिपदं शिक्षितं स्थितं जिवादि च स च जीवोऽनुपयुक्तस्तदा स द्रव्यानुपूर्वी आगमतः, नोआगमतो द्रव्यानुपूर्वी च ज्ञशरीरभव्यशरीरतदुभयव्यतिरिक्त
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy