SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ सूत्रार्थमुक्तावलिः મતથી પૃથ્વી વિગરે પંચમહાભૂત લોકમાં છે. બીજા કોઈ નહિ અને તેઓ જ ગતિના આકારે પરિણામ પામેલા ચિત્ સ્વરૂપવાળા જીવના બીજા દેશને પામે છે. અન્ય કોઈ પરલોકગામી જીવ છે નહિ, આ પાંચ મહાભૂતોનો વિનાશ એટલે જ જીવનો વિનાશ છે. ઇત્યાદિ સ્વરૂપથી કથન કરવું તે પરસમય વક્તવ્યતા. સ્વ સમય અને પરસમય જ્યાં કહેવાય છે તે ઉભય સમય વક્તવ્યતા છે. જેમ કે ઘરમાં રહેતા ગૃહસ્થો કહેવાય છે. વનમાં રહેતા તાપસી આરણ્યો, પ્રવ્રજિત થયેલા શાક્યાદિ છે. અમારા આ મતને આશ્રિત લોકો સર્વ દુઃખોથી વિમુક્ત થાય છે. એ પ્રમાણે સાંખ્ય વિગેરે જ્યારે પ્રતિપાદન કરે છે ત્યારે આ પરસમય વક્તવ્યતા થાય છે. જયારે વળી જૈન આ પ્રતિપાદન કરે છે ત્યારે સ્વસમય વક્તવ્યતા છે. તેથી આ સ્વસમય-પરસમય વક્તવ્યતા છે એ પ્રમાણે ભાવ છે. अथ नयैर्वक्तव्यतां विचारयति-- नैगमसङ्ग्रहव्यवहाराणां त्रिविधा वक्तव्यता ॥२१॥ नैगमेति, नैगमस्यानेकगमत्वाद् व्यवहारस्य लोकव्यवहारपरत्वात् सङ्ग्रहस्य सामान्यवादिनैगमान्तर्गतत्वाच्च वक्तव्यतायास्त्रैविध्यमप्येते स्वीकुर्वन्तीति भावः ॥२१॥ હવે નયોથી વક્તવ્યતાને વિચારે છે – નૈગમ-સંગ્રહ અને વ્યવહારથી વક્તવ્યતા ત્રણ પ્રકારે છે. નૈગમ અનેકગમ સ્વરૂપ હોવાથી, વ્યવહાર લોકવ્યવહારમાં તત્પર હોવાથી અને સંગ્રહ સામાન્યવાદી એવા નૈગમમાં અંતર્ગત હોવાથી વક્તવ્યતાના ત્રિવિધપણાને એ સ્વીકારે છે. ऋजुसूत्रादिकमाश्रित्याह-- ऋजुसूत्रस्य द्विविधा शब्दनयस्य त्वेका ॥२२॥ ऋजुसूत्रस्येति, विशुद्धतरो हि ऋजुसूत्रः स्वसमयपरसमयवक्तव्यतारूपां द्विविधामेव वक्तव्यतामिच्छति, तृतीयभेदस्य द्विविधेष्वेवान्तर्भावसम्भवेनासत्त्वान्न त्रैविध्यं वक्तव्यताया इति, शब्दनयस्य तु शब्दसमभिरूद्वैवंभूतरूपस्य शुद्धतमत्वेनैकविधत्वमेव वक्तव्यतायास्सम्मतत्वम् । नास्त्येवात्मेत्याद्यनर्थप्रतिपादकत्वेन परसमयस्यानर्थकत्वेन नास्त्येव परसमयवक्तव्यता, आत्मन एव ह्यभावे कस्य नास्तीति प्रतिषेधः क्रियते, अत्यन्तानुपलब्ध्या नास्त्येवाऽऽत्मेत्यपि न सम्यक्, तद्गुणस्य ज्ञानादेरुपलब्धेः युक्तिविरोधाच्चैकान्तक्षणभङ्गादेरसद्भूतत्वमेव, इत्येवमेतेषां मिथ्यादर्शनत्वेन नास्ति परसमयवक्तव्यता, स्यात्पदलाञ्छनसापेक्षत्वे चैषां स्वसमयवक्तव्यतान्तर्भाव एवेति ।।२२।।
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy