SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वार ६५ મિથ્યાદષ્ટિથી રચાયેલ ભારત વિગેરે (ભરત વિગેરેથી કરાયેલ) આગમ તે લૌકિક આગમ, અરિહંત પરમાત્મા વિગેરેથી કહેવાયેલ તે લોકોત્તર આગમ, સૂત્ર જ સૂત્ર આગમ સ્વરૂપ છે. તેનો અર્થ તે અર્થાગમ સ્વરૂપ છે અને સૂત્ર અર્થ ઉભય તે તદુભય આગમ સ્વરૂપ છે. ગુરુના ઉપદેશ વિના આત્માથી જે આગમ થાય તે આત્માગમ જેવી રીતે તીર્થકરોને અર્થનું આગમ (જ્ઞાન), કારણ કે સ્વયં કેવલજ્ઞાનથી ઉપલબ્ધ થાય છે. ગણધરોને સૂત્રનું આત્માગમ થાય છે. કારણ કે, સ્વયં રચેલ છે, અને તેઓને અર્થનું જ્ઞાન અનંતરાગમ સ્વરૂપ છે. કારણ કે, અનંતર જ (તરત જ) તીર્થકરથી પ્રાપ્ત થયેલ છે. ગણધરના શિષ્યોને જંબૂસ્વામી વિગેરેને સૂત્રનું અનંતરાગમ હોય છે. વ્યવધાન વિના ગણધર પાસેથી સાંભળેલું હોવાથી અને તે જ ગણધરના શિષ્યો એવા જંબૂસ્વામી વિગેરેને અર્થનું જ્ઞાન તે પરંપરાગમ સ્વરૂપ છે. કારણ કે, ગણધર ભગવંતથી વ્યવહિત છે. તેનાથી આગળના કાળમાં રહેલા સર્વને સૂત્રનો અને અર્થનો આત્માગમ અથવા અનંતરાગમ નથી કિન્તુ પરંપરાગમ જ છે. | દર્શનાવરણીય કર્મ વિગેરેના ક્ષયોપશમથી થયેલ સામાન્ય માત્રનું ગ્રહણ તે દર્શન અને તે જ આત્માના ગુણ સ્વરૂપ હોવાથી તરૂપ પ્રમાણે તે દર્શન ગુણ પ્રમાણ છે અને તે ચક્ષુઅચક્ષુ-અવધિ-કેવલ દર્શનરૂપ ભેદથી ચાર પ્રકારનું છે. તે તે આવરણના ક્ષયોપશમ વિગેરેથી ઉત્પન્ન થયેલા છે તે લબ્ધિવાળા જીવને તે તે દર્શન સ્વરૂપ છે. (એટલે કે ચક્ષુદર્શનાવરણીય ક્ષયોપશમ વિગેરેથી ઉત્પન્ન થયેલ ચક્ષુદર્શન લબ્ધિવાળા જીવને ચક્ષુદર્શન સ્વરૂપ છે ઇત્યાદિ જાણવું.) સાવઘથી વિરતિ (અટકવા સ્વરૂપ) તે ચારિત્ર છે અને તે આત્માના ગુણ સ્વરૂપ હોવાથી તદ્રૂપ પ્રમાણ સામાયિક આદિના ભેદથી પાંચ પ્રકારનું છે. ન્યાયપ્રકાશના નામથી યુક્ત એવા તત્ત્વન્યાય વિભાકર ગ્રંથમાં આ સર્વનું વિસ્તૃત વર્ણન કરેલું છે. અનંત ધર્માત્મક વસ્તુ એક અંશથી જાણવો તે નય, નય જ પ્રમાણ છે. જયાં તે નય પ્રમાણ અને તે હેતુભૂત એવા પ્રસ્થક-વસતિ અને પ્રદેશના દષ્ટાંતથી ત્રણ પ્રકારનું છે. નૈગમ વિગેરે નયો તત્ત્વન્યાય વિભાકર ગ્રંથમાં વિસ્તારથી વર્ણન કરેલ છે અને અહીં આગળ સામાન્યથી નિરૂપણ કરશે અને પ્રસ્થકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે – ધાન્યને માપવામાં કારણભૂત દ્રવ્ય વિશેષ તે પ્રસ્થક કહેવાય છે. જે કોઈ પુરુષ પ્રસ્થકના કારણભૂત એવા લાકડાના છેદ માટે કુઠાર (કુહાડો) છે. જેના હાથમાં એવા વનમાં જતો માર્ગમાં કોઈક વડે પૂછાયો, આપ ક્યાં જાઓ છો ? ત્યારે પેલો પુરુષ પ્રસ્થક' માટે જાઉં છું એમ જે કહે છે તે અશુદ્ધ એવા નૈગમ અને વ્યવહારથી વનમાં પ્રથમ ઉપચાર છે. પ્રસ્થકને માટે જતાં એવા વ્યક્તિને પ્રસ્થકની ઈચ્છા એ મુખ્ય અર્થને અબાધિત હોવાથી પ્રસ્થક પદનો ઉપચાર કેવી રીતે છે?” એવું ન કહેવું.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy