SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ सूत्रार्थमुक्तावलिः ___ अनारम्भिण इति, ये सर्वसावद्येभ्यः सर्वथा विरता धर्मेणैवात्मनो वृत्तिं परिकल्पयन्ति तथा सुशीलाः सुव्रता यतयः समिता गुप्ताः सर्वगात्रपरिकर्मविप्रमुक्ता उग्रविहारिणः प्रव्रज्यापर्यायमनुपाल्याबाधारूपे रोगातङ्के समुत्पन्नेऽनुत्पन्ने वा भक्तप्रत्याख्यानं विदधति, किं बहुनोक्तेन यत्कृतेऽयमयोगोलकवन्निरास्वादः करवालधारामार्गवदुरध्यवसायः श्रमणभावोऽनुपाल्यते सम्यग्दर्शनज्ञानचारित्राख्यं तमर्थमनुपाल्याव्याहतमेकमनन्तं मोक्षकारणं केवलज्ञानमाप्नुवन्ति तदूर्ध्वं सर्वदुःखविमोक्षलक्षणं मोक्षमवाप्नुवन्ति, एके चैकचर्या एकेन शरीरेणैकस्माद्वा भवात् सिद्धिगतिं गन्तारो भवन्ति, अपरे तथाविधपूर्वकर्मावशेषे सति तत्कर्मवशगाः कालं कृत्वाऽन्यतमेषु वैमानिकेषु देवेषूत्पद्यन्ते, तत्रापीन्द्रसामानिकत्रायस्त्रिंशलोकपालपार्षदात्मरक्षप्रकीर्णेषु नानाविधसमृद्धिषु भवन्ति न त्वाभियोगिककिल्बिषिकादिषु । आगामिनि च काले शोभनमनुष्यभवसम्पदुपेताः सद्धर्मप्रतिपत्तारश्च भवन्ति । तदेतत्स्थानमेकान्ततस्सम्यग्भूतमार्यं सुसाध्विति धर्मस्थानम् ॥६३॥ હવે બીજા ધર્મ ઉપાદાનભૂત પક્ષને કહે છે. સૂત્રાર્થ:- આરંભ-સમારંભ વગરના, ઉગ્ર વિહાર કરનારા, એકચર્યાવાળા સાધુઓ ધર્મ છે. ટીકાર્ય :- જેઓ સર્વ સાવદ્ય એટલે બધા પાપોથી સર્વથા વિરમેલા છે. અને ધર્મ વડે જ પોતાની વૃત્તિ (જીવિકા) કરનારા તથા સુશીલા, સુવતીઓ, યતિઓ, સમિતિથી સમિત, ગુપ્તિ વડે ગુપ્ત, સર્વગાત્ર એટલે શરીરના બધા અવયવોની સારસંભાળથી રહિત, ઉગ્રવિહારી, (પ્રવ્રજયા) દીક્ષાપર્યાય પાળ્યા પછી અબાધારૂપે અથવા રોગ આતંક ઉત્પન્ન થયો હોય કે ન ઉત્પન્ન થયો હોય ભક્તપ્રત્યાખ્યાન એટલે અનશન કરે... વધારે કહેવાથી શું? જેના માટે લોખંડની ગોળાની જેમ સ્વાદ વગરના, તલવારની ધાર જેવા માર્ગની જેમ કઠીન અધ્યવસાયવાળા શ્રમણપણાના ભાવનું પાલન કરે. સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ તેના અર્થને એટલે પ્રયોજનને પાલન કરતો અવ્યાહત એટલે અખંડ એક અનંત મોક્ષના કારણ રૂપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત કર્યાથી સર્વદુઃખથી છૂટકારા રૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. એક ચર્યા એટલે એક શરીર વડે એક ભવમાંથી સિદ્ધિ ગતિમાં જનારો થાય છે. બીજા આત્મા સૌ આગળના તેવા પ્રકારના પૂર્વના કર્મો બાકી હોવાથી તે કર્મને આધીન થયેલા કાળ કરીને કોઇપણ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે. તેમાં ઈન્દ્ર, સામાનિક, ત્રાયસિંશ, લોકપાલ, પાર્ષદ, આત્મરક્ષક, પ્રકીર્ણોમાં જુદા જુદા સમૃદ્ધિઓમાં ઉત્પન્ન થાય છે. પરંતુ આભિયોગિક દેવોમાં કિબ્લિષિક દેવોમાં નહીં, આવતા ભવિષ્યકાળમાં પણ સુશોભિત મનુષ્યભવ કે જે સંપત્તિયુક્ત હોય તેમજ સધર્મને સ્વીકારનારો થાય છે. તેથી આ સ્થાન એકાંતે સમ્યગુભૂત આર્ય સુસાધુઓ હોય છે. આ પ્રમાણે ધર્મસ્થાન હોય છે. //૬all
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy