________________
सूत्रार्थमुक्तावलिः
--
સૂત્રાર્થ :- (૧) અર્થ (૨) અનર્થ (૩) હિંસા (૪) અકસ્માત્ (૫) દૃષ્ટિવિપર્યાસ (૬) મૃષાવાદ (૭) ચોરી (૮) આધ્યાત્મિક (૯) માન (૧૦) મિત્રદોષ (૧૧) માયા (૧૨) લોભ (૧૩) ઇર્યાદંડ. આ ભેદો અધર્મ સ્થાનો છે. અને કર્મબંધના કારણો છે.
४१८
ટીકાર્ય :- ક્રિયાવાનોના સંક્ષેપથી ધર્મસ્થાનો અને અધર્મસ્થાનો એમ બે સ્થાનો છે. જે ઉપશાંત અવસ્થા છે, તે ધર્મ સ્થાન છે. જે અનુપશાંત અવસ્થા છે, તે અધર્મ સ્થાન છે. ઉપશમ પ્રધાન ધર્મસ્થાનમાં કેટલાક મહાસત્ત્વશાલી જીવો નજીકમાં ઉત્તરોત્તર શુભોદયવાળા હોય છે. અલ્પસત્ત્વવાળા જીવો, વિપરીત બુદ્ધિવાળા જીવો સંસારની આસક્તિવાળા નીચે ગતિમાં જનારા થાય છે. તેઓ અધર્મ પ્રધાન સ્થાનમાં હોય છે. અધર્મ સ્થાનમાં રહેનારા જીવો, નારક, મનુષ્ય, દેવ, તિર્યંચો, શાતા-અશાતા વેદનીયને અનુભવનારા પાપ ગ્રહણ કરવાના આ તેર ક્રિયાસ્થાનો છે.
(૧) અર્થ દંડ :- તેમાં કોઇક પ્રાણિ આત્માના (પોતાના) માટે સ્વજન, ગૃહ-પરિવાર-મિત્ર વગેરે માટે ત્રસ સ્થાવર જીવોનો પોતાના કે બીજાના ઉપઘાત રૂપ દંડ થાય કે બીજા વડે પણ પ્રાણિઓનું મર્દન કરાવાય તથા કરનારને અનુજ્ઞા આપે. આ નિમિત્તે કર્મ બંધાય તે અર્થદંડ પ્રત્યયિક કહેવાય.
(૨) અનર્થ દંડ ઃ- કોઇપણ કારણ વગર જ ત્રસજીવોને અને વનસ્પતિ વગેરે સ્થાવર જીવોને પ્રાણિઓના સ્વભાવથી, ૨મતો ક૨વા વડે, વ્યસનો વગેરેના કારણે જીવોનો નાશ ‘મન વચન કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું વડે કરે તે અનર્થદંડ પ્રત્યયિક કર્મબંધ કહેવાય.
(૩) હિંસા દંડ પ્રત્યયિક :- જે મને અને આને મારશે. મારા પિતા-પુત્ર વગેરેને અથવા બીજાઓને આ પ્રમાણે પામી પુરુષાર્થ વડે બીજા મનુષ્ય આદિને સાપ-સિંહ વગેરેને મારે છે મરાવે છે. અને મારતાને અનુમોદે છે. તે હિંસાદંડ પ્રત્યયિક કર્મ બાંધે છે.
(૪) અકસ્માત દંડ :- જે જંગલી પશુઓના જેવું વર્તન કરવાના સ્વભાવવાળા, હરણોને મારવા માટે ક્યાં હરણો જોવું. આ પ્રમાણે હરણને મારવાના અધ્યવસાયવાળા તેના માટે કચ્છ વગેરેમાં ફરતા. ત્યાં હરણોને જોઇ કોઇકને મારવા માટે બાણને ખેંચીને છોડે. તે બાણ વડે જે કોઇ બીજા પક્ષી વગેરે મરી જાય ત્યારે બીજાને ઉદ્દેશીને નાખ્યું હોય અને બીજો મરવાથી અકસ્માત દંડવાળો થાય છે.
(૫) દૃષ્ટિવિપર્યાસ દંડ :- જે માતા પિતા પત્ની બહેન પુત્ર વગેરે સાથે રહેતા તેમના પાલન માટે મિત્રને જ દૃષ્ટિભ્રમથી શત્રુરૂપ માનતો ગામનો ઘાત વગેરેના ભ્રમમાં પુરુષાર્થને વહન કરતો. ભ્રાન્ત ચિત્તવાળો ચોર ન હોય છતાં ચોર છે એમ માનતો મારી નાખે, હણાય ત્યારે દૃષ્ટિ વિપર્યાસ સપ્રત્યયિક કર્મ પ્રાપ્ત કરે છે. આ પાંચે ક્રિયાસ્થાનોમાં પ્રાયઃકરી બીજાને ઉપઘાત થાય છે. માટે આ પાંચેની દંડસમાદાન ક્રિયા નામની સંજ્ઞા (નામ) જાણવી. છ વગેરેમાં મોટે ભાગે બીજા જીવોનો નાશ ન થતો હોવાથી ક્રિયાસ્થાન નામની સંજ્ઞા (જાણવી) કહેવાય છે.