SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृतांग ३४५ पूर्वोपार्जितद्रव्यजातमस्ति यत्तथाविधे समये वृद्धावस्थायां ग्लानावस्थायां दुर्भिक्षे वोपयोगाय भवेदतो व्याकरणं गणितं ज्योतिष हस्तिशिक्षां धनुर्वेदं वैद्यकं होराशास्त्रं मंत्रादिकं वाऽधीतञ्चेत्तदा परेण पृच्छ्यमानो हस्तिशिक्षा धनुर्वेदायुर्वेदादिकं कथयिष्यामीति संयमभारवहनं प्रति विचिकित्सा समापन्नौ हीनसत्त्वो व्याकरणादौ प्रयतते न च तथापि मन्दभाग्यत्वादभिप्रेतार्थसिद्धिर्भवति । महासत्त्वाश्च साधुः सुभटवत् परलोकप्रतिस्पर्धिकषायाद्यरिवर्गं जेतुं संयमोत्थानेनोत्थितो गृहपाशमवधूय न्यकृत्य च सावद्यानुष्ठानमात्मनोऽशेषकलङ्कराहित्याय संयमानुष्ठानक्रियायां दत्तावधानो भवति, न च स्वप्नेऽपि गृहवासमनुशोचति ॥२५॥ હવે ઉપસર્ગો વડે અધ્યાત્મપણું સીદાય છે, એમ કહે છે. સૂત્રાર્થ - વિચિકિત્સા વડે (સંયમભાર પ્રતિશંકાવાળો) પોતાની રક્ષા માટે વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં પ્રયત્ન કરે. ટીકાર્ય - અલ્પસત્ત્વવાળા જીવો, કર્મોની ગતિ વિચિત્ર છે. પ્રમાદસ્થાનો ઘણો રહેલા છે. કયા પ્રમાદ વડે હું પરાજિત થઈને સંયમથી ભ્રષ્ટ થઈશ. એમ જાણવા માટે કોણ શક્તિમાન છે. અમારી પાસે કંઈ પણ પૂર્વમાં ઉપાર્જેલું ધન-દ્રવ્ય નથી કે જેથી તેવા પ્રકારના સમયમાં, વૃદ્ધાવસ્થામાં, માંદગી અવસ્થામાં, દુકાળમાં ઉપયોગ માટે થાય. આથી વ્યાકરણ, ગણિત, જયોતિષ, હસ્તશિક્ષા, ધનુર્વેદ, વૈદક, હોરાશાસ્ત્ર, મંત્ર વગેરે જો ભણ્યા હોય તો બીજા અન્ય વડે પૂછાવાતા, હસ્તશિક્ષા, ધનુર્વેદ, આયુર્વેદના પ્રશ્નોના ઉત્તરો કહીશ. આ પ્રમાણે સંયમભાર વહન પ્રતિ વિચિકિત્સાને પ્રાપ્ત થયેલો હીન સત્ત્વવાળો વ્યાકરણ વગેરેમાં પ્રયત્ન કરે છે. છતાં પણ મંદભાગ્યવાળો હોવાથી ઈચ્છિત સિદ્ધિ થતી નથી. મહાસત્ત્વશાળી સાધુ સુભટની જેમ પરલોકના હરિફ કષાય વગેરે શત્રુવર્ગને જીતવા માટે સંયમ યોગ્ય અનુષ્ઠાનોમાં ઉદ્યમી થયેલો ગૃહપાશને છોડી સાવઘાનુષ્ઠાનોનો તિરસ્કાર કરી આત્માના સમસ્ત બધા કલંકોથી રહિત થવા માટે સંયમાનુષ્ઠાનમાં ધ્યાન આપનારો થાય, પરંતુ સ્વપ્નમાં પણ ઘરવાસની જરા પણ વિચારણા ન કરે. //રપી अथाऽऽजीविकानां दिगम्बराणां वा परोपकारापूर्वकजीवनस्वभावस्य साधोराचारे आक्षेप दूषयितुमाह अन्योऽन्योपकारेण गृहीवैते मूर्छिता इत्युक्तिरयुक्ता, तेषां पक्षद्वयप्रसङ्गात् ॥२६॥ अन्योऽन्येति, पुत्रकलत्रादिस्नेहपाशैरनुरक्ता गृहस्था यथा परस्परोपकारेण मात्रादिः पुत्रे पुत्रश्च मात्रादौ मूच्छितस्तथैते परस्परतो रोगिणः साधोर्भेक्षमन्वेषयत, ग्लानयोग्यमाहारमन्विष्य तदुपकारार्थं ददध्वमाचार्यादेवैयावृत्त्यकरणाद्युपकारेण वर्तध्वमित्येवंविधया मूच्छिताः,
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy