SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः निर्विवादमेवेतीश्वरस्य कर्तृत्वेऽपि क्षत्यभावः, तस्मात्केवलनियत्यादिवादा असम्यक्प्रवृत्तत्वान्नात्मदुःखविमोचकाः ॥१०॥ ३२२ તે જ ભૂતવાદનું નિરાકરણ કરી નિયતિવાદનો વિનાશ કરવા માટે કહે છે. સૂત્રાર્થ :- સુખ વગેરેના અનુભવમાં નિયતિ જ કારણ છે. એ વાત બરાબર નથી. કારણ કે ક્રિયા પ્રવૃત્તિ વ્યર્થનીય છે. માટે. ટીકાર્થ :- જે આ સુખ-દુ:ખ વગેરે અનુભવ થાય છે. તે નિયતિકૃત જ છે. નહીં કે પુરૂષકા૨કૃત એટલે પુરૂષાર્થજન્મકૃત કાલ વગેરેથી કૃત છે. પુરૂષાર્થ તો સર્વ જીવનો સાધારણ રૂપે સમાન હોવા છતાં ફળની વિલક્ષણતા દેખાય છે. કોઈને ફળની પ્રાપ્તિ નથી થતી. તથા કાળપણ તેનાથી જ સુખાદિકર્તા નથી. કારણભેદના અભાવમાં થાય. કાર્યભેદની અનુપપત્તિ પ્રાપ્ત થાય છે. ઈશ્વરપણ કર્તા નથી કારણ કે તે ઈશ્વરના મૂર્ત્તત્વપણામાં પ્રાકૃત પુરૂષની જેમ સર્વકર્તૃત્વપણાની પ્રાપ્તિ થતી નથી. અમૂર્રાપણામાં નિષ્ક્રિયપણું હોવાથી આકાશ વગેરેની જેમ અકર્તા જ થાય છે. તથા તેનો રાગાદિપણામાં અમારી જેમ જગતનો કર્તા નથી થતો. વીતરાગપણામાં જ દરિદ્ર ઈશ્વર વગેરે વિચિત્ર જગતકર્તાપણું ન થાય. કર્તાપણાનો સ્વભાવ નથી કેમકે તેનો પુરૂષ ભેદમાં પુરૂષાશ્રિત સુખ વગેરેમાં કર્તાપણાનો અસંભવ હોવાથી કેમકે તે તે તેનાથી ભિન્ન હોય છે. જો અભેદપણું હોય તો પુરૂષની જેમ કર્તાપણાની પ્રાપ્તિ થવાથી તેનો અસંભવ થાય છે. કર્મ પણ નહીં કેમકે જો તે અચેતન હોય તો એક શરીરમાં બે ચેતનપણાની પ્રાપ્તિ થવાની આપત્તિ આવશે. જો અચેતન હોય તો અસ્વતંત્રને કર્તાપણાની પ્રાપ્તિ ન થાય પત્થરના ટૂકડાની જેમ તેથી નિયતિકૃત જ છે. આ પ્રમાણે નિયતિવાદિઓ કહે છે. તેનું ખંડન કરે છે. એ વાત બરાબર નથી. કારણ કે નિયતિવાદનો આશ્રય કરવાથી પરલોકસાધિકા જે ક્રિયાઓ છે. તેમાં પ્રવૃત્ત થતી નથી. એ ભાવ છે. તેથી સુખ વગેરે કેટલીક નિયતિકૃત છે. કેટલીક આત્મપુરૂષકાર ઈશ્વર વગેરે પ્રાપ્ત કરાવેલ છે. આથી જ પુરૂષકાર કૃતપણે હોવાથી તેની વિચિત્રતાથી ફળ પણ વિચિત્ર થાય છે. વિચિત્ર કારણોના નિમિત્તથી વિચિત્ર કાર્યો થાય છે. જેનું કોઈપણ ફળાભાવ હોય તે અદૃષ્ટકૃતના પણ કારણપણાથી હોય છે. કાલકૃતપણામાં દોષ નથી. કેમકે વિશિષ્ટકાળે વિશિષ્ટકાર્યની ઉત્પત્તિ દેખાય છે. કર્મના નિમિત્તપણાથી કાળ એક જ હોવા છતાં પણ વિચિત્ર જગતની ઉત્પત્તિ સંભવે છે. તથા ત્યાં ત્યાં ઉત્પત્તિ દ્વાર વડે સકલ જગત વ્યાપેલું હોવાથી આત્મા ઈશ્વર તેના સુખ-દુઃખની ઉત્પત્તિના કર્તાપણામાં પણ વિવાદ વગર જ ઈશ્વરના ભૂલનો અભાવ છે. તેથી કેવલ નિયતિ વગેરે વાદો અસભ્ય પ્રવૃત્તિવાળા હોવાથી આત્મદુઃખથી છોડાવનારા નથી. ॥૧॥
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy