SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (ર૧૦૦ શ્લોક પ્રમાણ) શ્રી શીલાંકાચાર્ય કૃત ટીકા - ૧૨૮૫૦ શ્લોક પ્રમાણ -------------------- આ સૂત્રકૃતાંગ સૂત્રમાં જગતના પદર્શન તથા વિવિધ દર્શનોની અપૂર્ણતા જણાવી સ્યાદ્વાદ સિદ્ધાંતની સ્થાપના કરી છે. સાધુના આચારોનું, નરકનાં દુઃખોનું વર્ણન છે. આ આગમના અધ્યયનથી દ્રઢ શ્રદ્ધાવાળા થવાય છે. ૩૬૫ પાખંડીઓ ભગવાનના સમવસરણમાં બેસે છે તેવું આપણે સાંભળીએ છીએ. એ પાખંડીઓના મતને આ આગમમાં વિસ્તારથી વર્ણવીને તે મિથ્યામત કેવી રીતે ખોટો છે તે સ્પષ્ટ દર્શાવ્યું છે. – પ્રથમ શ્રુતસ્કંધ 3 અધ્યયન-૧, સમય, ઉદ્દેશ-૪ • આત્મા દૈતવાદ, દેહાત્મવાદ, અકારકવાદ, આત્મષષ્ઠવાદ, અકૂલવાદનું વર્ણન. • વાદીઓના નિષ્ફળ જીવનની વાતો. • નિયતિવાદ, અજ્ઞાનવાદ, જ્ઞાનવાદ અને ક્રિયાવાદની વાતો. • આધાકર્મ આહારનો નિષેધ, મુનિપણાના આચારની સમજણ. જગત્કર્તુત્વવાદ, ઐરાશિકવાદ, અનુષ્ઠાનવાદનું વર્ણન. • અહિંસા, કષાયજય, પાંચ સમિતિ, પાંચ સંવરની વાતો અધ્યયન-૨, વૈતાલીય, ઉદ્દેશ-૩ • માનવભવની દુર્લભતા, આયુષ્યની અનિત્યતા, મોહવિજયની વાતો. • નિંદા, પરિગ્રહ, મદ તથા મમત્વનો નિષેધ. • સંવર-નિર્જરાથી મુક્તિ, ભગવાન અને અનુયાયીઓની સમાન પ્રરૂપણા. અધ્યયન-૩, ઉપસર્ગ, ઉદ્દેશ-૪ • પ્રતિકૂળ ઉપસર્ગ, પરવાદિ વચનોની વાતો તથા યથાવસ્થિત અર્થપ્રરૂપણાની વાતો. અધ્યયન-૪, સ્ત્રીપરિજ્ઞા, ઉદ્દેશ-૨ • અધ્યયનમાં સ્ત્રી પરિષદનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy