SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ २८६ सूत्रार्थमुक्तावलिः पादविहरणमिति । तृतीया चाकुञ्चनप्रसारणमेव नावलम्बनपादविहरण इति । चतुर्थी तु त्रयमपि न करिष्य इति । एवम्भूतस्त्यक्तपरिमितकालकायो व्युत्सृष्टकेशश्मश्रुलोमनखः सम्यनिरुद्धं स्थानं स्थास्यामीति प्रतिज्ञाय कायोत्सर्गव्यवस्थितो मेरुवन्निष्पकम्पस्तिष्ठेत् । तथा यदि स्वाध्यायभूमिं गन्तुमभिकांक्षेत्तदा साण्डाद्यप्रासुकां भूमिं न परिगृह्णीयात्, स्वाध्यायभूमि द्वित्राद्या यदि गच्छेयुस्तदा न परस्परं गात्रसंस्पर्शवक्त्रसंयोगाद्यनेकविधाः कन्दर्पप्रधानाः क्रिया विदध्युः । तथोच्चारप्रस्रवणादिना कदाचिद्वाध्यमानः स्वकीये तदभावे साधर्मिके वा याचिते पूर्वप्रत्युपेक्षिते पादपुंछनकसमाध्यादावुच्चारादिकं कुर्यात्, तथोच्चारप्रस्रवणशंकायां साधुः पूर्वमेव स्थण्डिलं गत्वा साण्डादिके प्रासुके तत्र कुर्यात्, एकं बहून् वा साधर्मिकानुद्दिश्य तत्प्रतिज्ञया कदाचित् कश्चित्स्थण्डिलादि कुर्यात्तत् पुरुषान्तरस्वीकृतमस्वीकृतं वा मूलगुणदुष्टमुद्देशिकमिति तत् परिहरेत् । एवं क्रीतादिकं स्थण्डिलं शाल्यादिवपनयोग्यं घासादियुतं गर्त्तदरीदुर्गादिरूपं मानुषरन्धनादिस्थानं वेहानसगार्धपृष्टादिरूपमारामदेवकुलप्राकाराट्टालचत्वरश्मशानतीर्थस्थानपङ्किलप्रदेशादिरूपं च स्थण्डिलं परिहरेत् । कल्प्यस्थण्डिले वर्तमानोऽनुकूलप्रतिकूलशब्दादिश्रवणेऽरक्तद्विष्टस्तच्छ्रवणादिप्रतिज्ञया न तत्र गच्छेत्, अन्यथाऽजितेन्द्रियत्वस्वाध्यायादिहानिरागद्वेषसम्भवात्, किन्तु साधुः स्वकीयं परकीयं वा पात्रकं गृहीत्वा स्थंडिलं वाऽनापातमसंलोकं गत्वोच्चारं प्रस्रवणं वा परिष्ठापयेदिति ।। ८४ ।। હવે કાઉસ્સગ્ગ, સ્વાધ્યાય, ચંડિલ, માત્રુ આદિ કરવા લાયક સ્થાનનું વર્ણન કરતાં કહે છે. સૂત્રાર્થ - યોગ્ય વસતિમાં રહેલો અભિગ્રહી મુનિ અંડાદિયુક્ત ભૂમિમાં સ્વાધ્યાયાદિ ન કરે. ભાવાર્થ - કર્મબંધ થાય તેવા સ્થાનને છોડીને કાઉસ્સગ્ન આદિ માટેનું સ્થાન શોધે અને તે સ્થાન અંડાદિ દોષ રહિત હોવા જોઈએ. તેવા સ્થાનમાં ચાર પ્રતિમા વડે રહેવા માટેની ઈચ્છા રાખે. તેમાં પહેલી પ્રતિમા - અચિત્ત સ્થાનમાં ઉપાશ્રય કરીને રહીશ. શરીર વડે અચિત્ત ભીંતાદિને ટેકો દઈને ઊભો રહીશ. હાથ પગ ફેલાવવા. સંકોચવા આદિ ક્રિયા કરીશ. અને તે વસતિમાં જ થોડુંક થોડુંક પગ વડે ચાલવારૂપ અન્ય સ્થાનનો આશ્રય કરીશ. બીજી પ્રતિમા - ટેકો દેવો, હાથ-પગ હલાવવા આદિ ક્રિયાનું અવલંબન કરીશ. પરંતુ ચાલીશ નહીં. ત્રીજી પ્રતિમા - હાથ-પગ હલાવવાની ક્રિયા કરીશ. ટેકો દેવો, ચાલવું આદિ ક્રિયા નહીં કરું. ચોથી પ્રતિમા - પૂર્વોક્ત ત્રણેય ક્રિયા નહીં કરું. (અર્થાત્ સ્થિર રહીશ.) એ પ્રમાણે અમુક સમય માટે શરીરનો પણ જેણે ત્યાગ કર્યો છે. એવો વાળ, દાઢી, નખ આદિ પણ વોસિરાવીને, સારી રીતે નિરૂદ્ધ (કાબુમાં રહેલો) હું સ્થાન પર રહીશ. એવી પ્રતિજ્ઞાપૂર્વક કાયોત્સર્ગમાં મેરૂપર્વતની જેમ નિશ્ચલ રહે.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy