SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ २२ सूत्रार्थमुक्तावलिः અહીં જ્ઞાન શબ્દની સાથે વ્યધિકરણને આશ્રયીને મન:પર્યવજ્ઞાનની વ્યુત્પત્તિ કરી છે. એટલે કે પર્યાય શબ્દનો અર્થ પરિણામ કરેલા છે અને તેની સાથે જ્ઞાન શબ્દનો સમાસ કર્યો છે. અથવા મનથી થતો બોધ જણાતા મનોદ્રવ્યોનો બોધ તે મન:પર્યવજ્ઞાન. તે પ્રમાણે અહીં જ્ઞાનપદની સાથે સમાનાધિકરણને આશ્રયીને મન:પર્યવ જ્ઞાનની વ્યુત્પત્તિ કરી છે એટલે કે પર્યવ શબ્દનો જ બોધ જ્ઞાન અર્થ કરેલ છે. મન:પર્યવજ્ઞાનાવરણના નાશથી વિલાસને પામેલું એવું ચારિત્રવાળા વ્યક્તિને મનુષ્યક્ષેત્રમાં રહેલા પ્રાણીઓના મનથી ચિંતવાયેલ અર્થના પ્રકટન સ્વરૂપ એવું જે જ્ઞાનવિશેષ તે મન:પર્યવજ્ઞાન. ઈન્દ્રિય વગેરેની સહાયની અપેક્ષાથી રહિત હોવાથી અથવા તો બીજા (કેવલજ્ઞાન સિવાયના) છાબસ્થિક જ્ઞાનોની નિવૃત્તિ થઈ હોવાથી એકલું, કોઈના પણ આધાર વિનાનું, બીજા જ્ઞાનોથી સાવ ભિન્ન. બીજા જેવું સાધારણ નહીં, પાછું નહિ જનારૂં એવું જે સઘળા જ્ઞેય પદાર્થોને ગ્રહણ કરનારું જ્ઞાન વિશેષ તે કેવલજ્ઞાન છે. આ પાંચ છે એટલે કે (પાંચથી) ન્યૂન પણ નહિ અને અધિક પણ નહિ. જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન કહેવાય. સામાન્ય અને વિશેષાત્મક વસ્તુના વિશે વિશેષ અંશને ગ્રહણ કરનારા અને સામાન્ય અંશને ગ્રહણ કરનાર (જ્ઞાનાવરણીયદર્શનાવરણીય) રૂપ બે આવરણના ક્ષય અથવા ક્ષયોપશમથી પ્રગટ થયેલા આત્માના પર્યાય વિશેષ તે જ્ઞાન કહેવાય છે. પ્રબલ અંતરાયના (વિપ્નોના) સમૂહનું ખંડન કરવામાં કારણ ભૂત એવું મંગળ આ સૂત્રથી કરેલ છે. કારણ કે, જ્ઞાન એ સઘળા ક્લેશોનો નાશ કરવામાં કારણભૂત હોવાથી પરમમંગલ સ્વરૂપ છે. (આ વાક્યથી મંગલ દર્શાવ્યું.) શ્રુતનો અનુયોગ કરવો એ જ અહીં વિષય છે. વિષયદર્શન) કારણ કે અહિંયા અનુયોગના વિષયભૂત એવા શ્રુતનો અને બીજા સૂત્રમાં શ્રુતના જ ઉદેશ-સમુદેશ-અનુજ્ઞા અનુયોગ કહેવાના છે અને તેના પ્રકારોનું જ્ઞાન કરવું એ શ્રોતાનું અનંતર પ્રયોજન છે અને મોક્ષની પ્રાપ્તિ પરંપર પ્રયોજન છે.કર્તાનું અનંતર પ્રયોજન જીવો પર ઉપકાર છે અને પરંપર પ્રયોજન મોક્ષ જ છે. (પ્રયોજન દર્શાવ્યું) પ્રતિપાદ્ય અને પ્રતિપાદક એ સંબંધ છે. ગ્રંથ પ્રતિપાદક છે અને તેમાં બતાવેલ વિષય પ્રતિપાઘ છે. (સંબંધ દર્શાવ્યો.) શું પાંચે ય જ્ઞાનનો અનુયોગ કરાય છે? અથવા પાંચમાંથી કોઈ એકનો કરાય છે. ત્યાં પણ જો પાંચમાંથી એકાદનો અનુયોગ કરાય છે તો કોનો અનુયોગ કરાય છે. મતિનો-શ્રુતનોઅવધિનો-મન:પર્યવનો-કેવલજ્ઞાનનો કરાય છે એમ શંકા હોતે છતે કહે છે. ननु किं पञ्चानामेव ज्ञानानामनुयोगः क्रियते किं वाऽन्यतमस्य कस्यापि, तत्रापि किं मतेः श्रुतस्यावधर्मन:पर्यवस्य केवलस्य वेत्याशङ्कायामाह -
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy