SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ २७० सूत्रार्थमुक्तावलिः ग्रामादौ भिक्षाटनस्वाध्यायध्यानबहिर्गमनादिकार्याणां निरुपद्रवमसम्भवात् प्राज्ञो भिक्षुर्न तत्र वर्षाकालं विदध्यात् । अतिक्रान्ते च कार्तिकचातुर्मासिके यद्युत्सर्गतो न वृष्टिस्तदाऽन्यत्र प्रतिपद्येव गत्वा पारणकं कुर्यात्, यदि तु वृष्टिरस्ति तदा पञ्चदशसु दिनेषु गतेषु, एवमपि मार्गस्य साण्डादित्वे गमनागमनादिनाऽक्षुण्णत्वे च समस्तमेव मार्गशीर्षं तत्रैव वसेत्, तत ऊर्ध्वं यथा तथाऽस्तु न स्थेयात् । गच्छम् पुरतो भूभागं चतुर्हस्तप्रमाणं पश्यन् यतनया संयतो ग्रामान्तरं यायात् । व्रजंश्चानियतकालसञ्चाराणां धर्मसंज्ञोपदेशेनानार्यसंकल्पा निवर्त्यानामनार्याणां चौरशबरपुलिन्दादिम्लेच्छप्रधानानां स्थानानि सत्यन्यस्मिन् ग्रामादिके विहारे परिहत्य व्रजेत्, अन्यथा चौरोऽयं चारोऽयमस्मच्छत्रुग्रामादागत इत्याक्रोशन्तस्ते तं ताडयेयुरपहरेयुर्व्यपरोपयेयुस्ततश्च संयमात्मविराधना स्यादिति ॥ ७३ ॥ વસતિની ગવેષણા માટે વિધિપૂર્વકના ઈર્યા (સમિતિના)ના નિયમને કહે છે. સૂત્રાર્થ :- વર્ષાઋતુમાં બીજા ગામમાં વસતિની ગવેષણા છોડીને અનુકૂળ ગામમાં રહેવું જોઈએ. ભાવાર્થ - ભાવવિષયક ઈર્યા બે પ્રકારે છે. (૧) ચરણ ઈર્યા (૨) સંયમ ઈર્યા. સત્તર પ્રકારનું સંયમ અથવા તો અસંખ્ય સંયમ સ્થાનકોમાંથી એક સંયમ સ્થાનથી બીજા સંયમ સ્થાનકમાં જવું તે સંયમ ઈર્યા કહેવાય છે. સાધુનું જે રીતે દોષ રહિત ભાવગમન યોગ્ય છે તે રીતે સંયમ સ્થાનકમાં ગમન કરવું તે ચરણ ઈર્યા કહેવાય છે. તે ઈર્યા પૂર્વકનું ગમન તે આલંબન, કાલ, માર્ગ, યતના આદિ પદ વડે એક એક પદના વ્યભિચાર વડે જે ભાંગા થાય તેવા સોળ ભાંગા બને છે. પ્રવચન, સંઘ, ગચ્છ, આચાર્ય આદિના કારણે જવું તે “આલંબન ગમન' (ઈ) છે. સાધુને વિચરણ કરવા યોગ્ય સમય તે “કાલ ગમન' છે. માણસોના પગલાં વડે યુક્ત જે રસ્તો તે “માર્ગ ગમન' છે. ઉપયોગયુક્ત સાધુએ યુગમાત્ર દૃષ્ટિ (ધૂસરા પ્રમાણ) જેમાં રાખી છે તે “યતના ગમન' છે. આ બતાવતા ચાર કારણ વડે જતાં સાધુનું ગમન શુદ્ધ થાય છે. “આલંબન ગમન'પૂર્વક જવાનું આવી પડે તો દિવસે માર્ગમાં જયણાપૂર્વક જાય તો શુદ્ધ ગમન છે. (અહીં આલંબન પૂર્વોક્ત રીતે દિવસે જવું તે કાલ શુદ્ધિ, માર્ગે જવું તે માર્ગ શુદ્ધિ અને યતનાપૂર્વક એમ ઉપરોક્ત ચારે ભાંગાનો સમન્વય છે.) પ્લાન આદિ માટે અકાલે જવું પડે તો પણ તે ભાંગો શુદ્ધ બને છે. કોઈપણ જીવને પીડા આપ્યા વગર મળેલું જે તૃણ, પાટીયું, ડગલ, રાખ, માત્રાનો પ્યાલો વિ. પરિગ્રહ અષાઢ ચોમાસામાં રાખવો તે સાધુની સામાચારી છે. વરસાદ આવી ગયા પછી પૃથ્વીને વિષે પાણી પ્રવેશી જાય ત્યારે અનેક ઈન્દ્રગોપ (ગોકળગાય) આદિ બહુ જીવો તેમજ નવા અંકુરિત થતાં બીજની ઉત્પત્તિ થાય છે. રસ્તા પર ઘાસ ઉગી જવાથી દેખાતી નથી. તેમજ ઘણા
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy