SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रार्थमुक्तावलिः पीडोपशमं प्रार्थयति, आहारादिकमपि षष्ठेनाष्टमेन दशमेन द्वादशेन वा कदाचिच्छरीरसमाधिं प्रेक्षमाणो भुंक्ते ग्रासैषणादोषपरिहारेण बुभुक्षार्थिनां केषामपि पथि वृत्तिव्यवच्छेदमकुर्वन्नन्वेषितं ग्रासं सम्यग्योगप्रणिधानेनासेवते, न त्वलब्धेऽपर्याप्तेऽशोभने ग्रास आत्मानमाहारदातारं वा जुगुप्सते, लाभेऽलाभे वा स उत्कटुकाद्यासनस्थोऽन्तःकरणविशुद्धि प्रेक्षमाणो लोकत्रयवर्त्तिभावपदार्थान् द्रव्यपर्यायनित्यानित्यादिरूपतया धर्मेण शुक्लेन वा ध्यायति, न वा मनोऽनुकूलेषु रागं प्रतिकूलेषु द्वेषं करोति, छद्मस्थोऽपि सकृदपि न कषायादिकं विधत्ते, स्वयमेव तत्त्वमभिसमागम्य विदितसंसारस्वभावः स्वयम्बुद्ध आत्मकर्मक्षयोपशमोपशमक्षयलक्षणया शुद्ध्या मनोवाक्कायात्मकं योगं सुप्रणिहितं विधाय शान्तो मायादिरहितः समितो गुप्तश्च शुक्लध्यानात्कृतघातिक्षयः केवली सन् तीर्थप्रवर्त्तनायोद्यतवानिति, भगवदाचीर्णं नवब्रह्मचर्य्यं सञ्चिन्त्यापरेणापि मुमुक्षुणात्महितार्थं पराक्रम्येतेति ॥ ४८ ॥ २४० તેમના (શ્રી વર્ધમાનસ્વામિની) વસતિ આદિના વિધાનને કહે છે. સૂત્રાર્થ :- છેલ્લી પોરિસીમાં મળેલા સ્થાને જ અપ્રમાદી થઈ સમભાવમાં ધ્યાન કરતા રહે છે. -- ભાવાર્થ :- વિશેષ અભિગ્રહ ન હોવાથી, શૂન્ય ઘરમાં, સભામાં, પરબ ઉપર, દુકાન, સ્મશાન અથવા તો વૃક્ષ નીચે જ્યાં પણ છેલ્લી પોરિસી થાય ત્યાં જ રજા મેળવીને, નિશ્ચલમનપૂર્વક, ત્રણ જગતના જ્ઞાતા, શ્રી વર્ધમાનસ્વામી લગભગ તેર વર્ષ (સાડા બાર વર્ષ) સુધી સંપૂર્ણ રાત-દિવસ જયણાપૂર્વક તેમજ નિદ્રાદિ રહિત હતા. (ફક્ત શૂલપાણિના ઉપસર્ગમાં મુહૂર્ત નિદ્રા આવી તે પ્રસંગ જણાવે છે.) બાર વર્ષ દરમ્યાન એક વખત ભગવાન અસ્થિકગ્રામમાં હતા. ત્યારે વ્યંતર શૂલપાણિના ઉપસર્ગ પછી કાયોત્સર્ગમાં રહેલા જ પ્રભુને અંતર્મુહૂર્ત જેટલી સ્વપ્ન જોવાપૂર્વકની નિદ્રા આવી આટલો જ પ્રમાદ થઈ ગયો ત્યારે તેમાંથી તરત જ આત્માને જાગૃત કરીને ફરીથી કુશલાનુષ્ઠાનમાં પ્રવર્તન કરાવ્યું. જ્યાં થોડી પણ અનુકૂલ શય્યાદિ મળ્યું. ત્યાં પણ સૂવાના ઈરાદાથી સૂતા નહીં. નિદ્રારૂપ પ્રમાદથી જાગૃત ચિત્તવાળા થઈ. આ પ્રમાદ સંસારમાં પાડવાવાળો છે. એવું જાણતાં સંયમ જાગૃતિમાં અપ્રમત્તપણાથી જાગૃત થઈને જો તે અનુકૂલ શય્યામાંથી (વસતિમાંથી) બહાર આવી. કોઈક વખત શિયાળાની રાત્રિમાં પણ બહાર નીકળીને મુહૂર્ત પ્રમાદ કાળ નિદ્રારૂપ પ્રમાદને દૂર કરવા ધ્યાનમાં રહ્યા. તે વસતિ સ્થાનોમાં તે વર્ધમાનસ્વામી સર્પ, નોળીયો, ગીધ, ચૌરાદિ, ગ્રામરક્ષક આદિ વડે કરાયેલા અનુકૂલ તેમજ પ્રતિકૂળ ભયંકર ઉપસર્ગોને સમભાવપૂર્વક હંમેશા સહન કરે છે. દુષ્ટ વૃત્તિવાળા લોકો તમે કોણ છો ? એમ પૂછે ત્યારે જવાબ ન દેવાથી ગુસ્સે થયેલા તે લોકો લાકડી, ઘુમ્મા વિગેરેથી મારીને અનાર્યપણાને સ્વીકારે તો પણ ધ્યાનને પ્રાપ્ત ચિત્તપૂર્વક તેઓ સારી રીતે સહન કરે છે. ક્યારેક ‘હું ભિક્ષુ છું’ એટલો જ ભગવાન જવાબ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy