SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ सूत्रार्थमुक्तावलिः पृथिव्यादीनि चित्तवन्तीत्यभिज्ञाय तदारम्भं परिवर्ण्य विहरति स्म, नापि मृषावादादिक मङ्गीचकार, तदेवं हिंसादिपरिहारेण स परमार्थदर्श्वभूत, आधाकर्मादिसेवनयाऽष्टविधकर्मणो बन्धं दृष्ट्वा नासौ तत्सेवते परवस्त्रपात्रादीन्न वाऽऽसेवते नास्य रसेषु गाय॑म्, नापि काष्ठादिना गात्रस्य कण्डूव्यपनोदं विधत्ते मार्गादौ केनचित्पृष्टो न ब्रूते मौनेन गच्छत्येव केवलम्, अध्वनि शिशिरे सति बाहू प्रसार्येव पराक्रमते न तु शीतादितः सङ्कोचयति नापि स्कन्धेऽवलम्ब्य तिष्ठतीत्येवं चर्यां भगवतो विज्ञायान्येऽपि मुमुक्षवः साधवोऽशेषकर्मक्षयाय गच्छेयुरिति ॥४७॥ હવે સર્વતીર્થકરોના આચારના અનુસરણપૂર્વક તીર્થકર ભગવંતે કર્મને દૂર કરવાના વર્ણનપૂર્વક જે તપ કરેલ તે તપના સ્વરૂપ ઉપધાનશ્રુત તેને કહેવાને માટે પૂર્વક) મરણ આવે છતે તીર્થકર ભગવાન મહાવીરે સમવસરણમાં રહીને પ્રાણીઓના હિત માટે ધર્મદિશનાને કરતાં જે ધ્યાન કર્યું તે જણાવવા માટે શ્રી વર્ધમાનસ્વામિની ચર્યાદિ કહે છે. સૂત્રાર્થ :- શ્રી મહાવીર સ્વામીની ચર્ચાવિધિ (દિનચય) યાદ કરવી જોઈએ. ભાવાર્થ - ભગવાનશ્રી મહાવીર સ્વામીએ સર્વ અલંકારોનો ત્યાગ કરી, પંચમુષ્ટિ લોચ કરીને, ઉઘતવિહાર સ્વીકારીને, હેમંતઋતુની માગશર વદ દસમે પૂર્વદિશામાં છાયા ગયે છતે પ્રવ્રયાને ગ્રહણ કરીને, ઈન્દ્ર આપેલ (દીધેલ) ફક્ત એક દેવદૂષ્ય વસ્ત્ર સાથે, સામાયિકની પ્રતિજ્ઞાપૂર્વક ઉત્પન્ન થયેલા મન:પર્યવજ્ઞાનથી યુક્ત થઈ, આઠ કર્મના નાશ માટે તેમજ તીર્થસ્થાપના કરવા માટે તરત જ વિહાર કરતાં દિવસનું જ્યારે એક મુહૂર્ત બાકી રહ્યું ત્યારે ક્ષત્રિયકુંડ ગ્રામથી કુમરગામમાં જઈને અનેક પ્રકારના અભિગ્રહથી યુક્ત, ઘોર ઉપસર્ગ પરિષહને સહન કરતાં મહાસત્ત્વથી યુક્ત પ્લેચ્છોને પણ ક્ષમાભાવ પમાડતાં સાડા બાર વર્ષ સુધી મૌનપૂર્વક છબસ્થ અવસ્થામાં તપની આચરણા કરી, ભોગ, લજ્જા આદિ ઈચ્છાથી નહીં. પરંતુ, મધ્યસ્થ વૃત્તિથી જ દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. તે વસ્ત્ર એક વર્ષ ઉપરાંત રહ્યું. તે વસ્ત્ર છોડ્યા પછી ભગવાન અચેલક રહ્યા. ઈર્યાસમિતિપૂર્વક વિહાર કરતાં અથવા તો વસતિમાં રહેલા પ્રભુ બાળક-સી આદિ વડે કરાતા ઉપસર્ગમાં પણ વૈરાગ્યમાર્ગમાં સ્થિર રહીને ધર્મધ્યાન કે શુક્લધ્યાનમાં રહે છે. કોઈપણ કારણસર ગૃહસ્થો પૂછે અથવા ન પણ પૂછે છતાં ભગવાન બોલતા નથી. મોક્ષમાર્ગ કે ધ્યાનનું ઉલ્લંઘન કરતા નથી. નમસ્કાર કરનારની સાથે બોલતા નથી. નહીં કરનાર ઉપર ગુસ્સે થતા નથી. અનાર્ય દેશમાં વિચરતા હોય ત્યારે અનાર્ય વડે ઉપસર્ગ કરાય છતાં પણ સ્વભાવમાં સ્થિર રહે છે. તેમજ પૃથ્વીકાયાદિ સજીવ છે તેવું જાણીને તેના આરંભને ત્યજીને વિચરતા હતા. મૃષાવાદાદિકને પણ સ્વીકારતા નહતા. આ રીતે હિંસાદિનો ત્યાગ કરવાથી તે વર્ધમાનસ્વામી પરમાર્થદર્શી થયા. આધાકર્મી આદિના આસેવનથી આઠ પ્રકારના કર્મનો બંધ થાય છે. તે જોઈને તેઓ આધાકમદિનું સેવન કરતા નથી. બીજાના વસ્ત્ર-પાત્ર આદિ પણ વાપરતા નથી.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy