SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ सूत्रार्थमुक्तावलिः પ્રિયજનના વિરહ આદિનું દુઃખ છે. વૃદ્ધત્વ, તે પણ અસાર છે. આથી કરીને હે માનવો જવાબ આપો કે સંસારમાં થોડુંક પણ સુખ છે ? અર્થાત્ નથી જ. (વળી અન્ય શ્લોક દ્વારા મનુષ્ય જન્મની અસારતા જણાવે છે.) ‘‘વાત્યાપ્રવૃત્તિ 7 રોવૈશ્ન વૈવિષે: ૫ સુવૃદ્ધિોળા રોમાનિમિસ્વતંત્રઃ ।'' બચપનથી જ રોગી હોય અથવા તો બચપનમાં જ મૃત્યુ આવી જાય ત્યાં સુધી રોગ વધી જાય. અથવા તો શોક-વિયોગ, દુઃખે કરીને જાણી શકાય. એવા અનેક પ્રકારનાં દોષ વડે દુઃખી હોય, અથવા ભૂખ, તરસ, ગરમી, હવા (વધારે પડતી) ઠંડી, દાહ રોગ, દરિદ્રતા, શોક, પ્રિયજન વિયોગ, દૌર્ભાગ્ય, મૂર્ખપણું, અધમ એવું નોકરપણું, વિરૂપતા, રોગાદિ વડે અસ્વતંત્ર છે. (મનુષ્ય પરતંત્ર છે.) દેવગતિમાં પણ ચ્યવનની, વિયોગની, ક્રોધ, ઈર્ષ્યા આદિ દ્વારા વિવિધ પ્રકારની વેદના થાય છે. આ રીતે ચારે ગતિમાં રહેલા સંસારી જીવો કર્મના ફલસ્વરૂપે અનેક પ્રકારના દુ:ખ અનુભવે છે. તેથી મહાભયકારી સાવદ્ય અનુષ્ઠાનોને જાણીને, તેને દૂર કરવા યત્ન કરવો જોઈએ. ધર્મશ્રવણને યોગ્ય અને ધર્મકથાને સાંભળીને સાચા-ખોટાના વિવેકને જાણતાં જે મુનિઓઆચાર આદિ શાસ્ત્રને ભણેલા અને તેના અર્થની ભાવના વડે વધતા એવા ચારિત્રના પરિણામવાળા તે મુનિઓ અનુક્રમે શૈક્ષક, ગીતાર્થ, ક્ષપક, પરિહારવિશુદ્ધિ, એકાકીવિહારી, જિનકલ્પી થાય છે. જાણવા યોગ્ય (સંસાર સ્વરૂપ)ને જાણ્યો છે એવો, સંસારથી પરામુખ, મહાપુરૂષના માર્ગનો અનુયાયી, વિવિધ પ્રકારના કરૂણાજનક માત-પિતાદિ સ્વજનના કરેલા આક્રંદને સાંભળીને પણ મહાદુઃખના સ્થાનરૂપ ઘરવાસમાં આનંદ ન જ કરવો જોઈએ. (માનવો જોઈએ) અથવા તો દુર્લભ એવું ચારિત્ર મેળવીને પણ એકી સાથે કે અનુક્રમે આવેલા દુઃસહ પરિષહને સહન ન થાય ત્યારે ભોગસુખ માટે અથવા ધર્મના ત્યાગપૂર્વક દેશવિરતિ આદિ ભાવનું આલંબન કરવું જોઈએ. (સર્વવિરતિ ન છોડવી જોઈએ.) ભોગ માટે સંયમ છોડે અને અંતરાયના ઉદયથી ભોગ ન ભોગવવા મલે, કાં તો અંતમુહૂર્તમાં જ આયુષ્ય પૂર્ણ થાય. તો શરીરનો જ વિયોગ થવાનો સંભવ હોવાથી અને ત્યાર પછી અનંતકાલે પણ પંચેન્દ્રિયની પ્રાપ્તિ દુર્લભ જ થાય છે. આથી જ અશુદ્ધ પરિણામ કદાચ થાય તો પણ ધર્મોપકરણથી યુક્ત રહીને આવેલા અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગને જાણીને, સારી ભાવનાથી ભાવિત થઈને સારી રીતે સહન કરતાં પ્રવ્રજ્યાનું પાલન કરવું જોઈએ. મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી કર્મને જાણીને તેને દૂર કરવા માટે યોગ્ય એવા વિશેષ તપ વડે કર્મ ખપાવે ! તે કર્મધૂનનનું સ્વરૂપ અતિ સૂક્ષ્મતાથી જણાવે છે. ઉપકરણ અને શરીરના ધૂનન ત્યાગ વિના કર્મધૂનન શક્ય નથી. ઉપકરણ ધૂનનમાં ધર્મોપક૨ણ સિવાયના બાહ્ય ઉપકરણ ગ્રહણ કરવા ધર્મ ઉપકરણરૂપ વસ્ર આદિના જીર્ણ થવા આદિના સંભવમાં તેને સાંધવું છે આદિ આર્તધ્યાનથી રહિત થાય. ક્યારેક બરછટ ઘાસ, શીતોષ્ણ આદિ સ્પર્શની પ્રાપ્તિમાં પણ દ્રવ્યથી ઉપકરણ લાઘવ અને ભાવથી કર્મ લાઘવને સમજતા પરિષહાદિ સારી રીતે સહન કરે. (દ્રવ્યથી સહાયક બીજા ઉપકરણ રહિત તે દ્રવ્યલાઘવ, મારા =
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy