SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ २१० सूत्रार्थमुक्तावलिः परिज्ञानञ्च भवति, अन्यथा तस्य संसारपरिज्ञानकार्यविरत्यनुपलम्भः स्यात्, योऽपि संसारार्णवतीरं प्राप्य सम्यक्त्वं लब्ध्वाऽपि मोक्षैकहेतुं विरतिपरिणामं सफलतामनीत्वा विषयी सन् रमते प्रव्रज्यामभ्युपेत्याप्यप्रशस्तामेकचर्यांमासेवते स इन्द्रियानुकूलवर्ती तीथिको वा गृहस्थो वा कषाय्यास्रवसक्तो न श्रुतचारित्राख्यधर्मवेदी न रागद्वेषविरतः साधुरुच्यते, तत्रैकचर्या-एकाकिनश्चरणम्, प्रशस्तेतरभेदेन द्विविधा सा, प्रत्येकं द्रव्यभावभेदतो द्वेधा, द्रव्यतोऽप्रशस्ता गृहस्थपाषण्डिकादेविषयकषायनिमित्तमेकाकिनो विहरणम् भावतस्त्वप्रशस्ता न विद्यते रागद्वेषविरहप्रयुक्ताया भावत एकचर्याया अप्रशस्तत्वासम्भवात् । प्रशस्ता तु द्रव्यतः प्रतिमाप्रतिपन्नस्य गच्छनिर्गतस्य स्थविरकल्पिकस्य चैकाकिनः सङ्घादिकार्यनिमित्तानिर्गतस्य, भावतस्तु रागद्वेषविरहाद्भवति, द्रव्यतो भावतश्चैकचर्याऽनुत्पन्नज्ञानानां तीर्थकृतां प्रतिपन्नसंयमानाम्, अन्ये तु चतुर्भङ्गपतिताः । सारस्य चतुर्विधनिक्षेपेषु भावसारः प्रधानतया सिद्धिः तत्साधनानि ज्ञानदर्शनचारित्रतपांसि, तस्मात् किमेतन्मदारब्धमनुष्ठानं निष्फलं सफलं वेति संदेहनिमित्तमहत्प्रोक्तातिसूक्ष्मातीन्द्रियविषयसंशयं विहायानन्यचेतसा परमसारं ज्ञानादिकं ગ્રાહૃામિતિ II રૂદ્ II આ રીતે સમ્યક્ત્વ અને જ્ઞાનને બતાવીને તે બંનેનું ફળ ચારિત્ર છે. અને તે ચારિત્ર મોક્ષનું મુખ્ય અંગ છે. તે બતાવવા માટે પ્રથમ સાધુપણાના અભાવનું કારણ કહે છે. સૂત્રાર્થ:- સંસારની અસારતા જાણનારો મુનિ કારણ હોય કે ન હોય છતાં પ્રાણિઓની હિંસા કરનાર, વિષયમાં આસક્ત થાય અથવા એકલો વિચરે તેવો મુનિ ધર્મને જાણનાર નથી. ભાવાર્થ :- આ સંસાર અસાર છે જીવન પણ ઘાસના તણખલાના અગ્રભાગ ઉપર રહેલ પાણીના બિંદુની જેમ ક્ષણમાત્ર રહી શકે તેવું અસાર છે. આ લોકમાં સારભૂત ધર્મ છે. ધર્મનો સાર જ્ઞાન, જ્ઞાનનો સાર સંયમ અને સંયમનો સાર મોક્ષ છે. એ પ્રમાણે જે જીવ જાણતો નથી. તે જીવ દુઃખે કરીને ત્યજી શકાય એવા કામાદિ વિષય અભિલાષકપણાથી અર્થાત્ ધર્મ-અર્થકામના લક્ષણરૂપ પ્રયોજનને જોઈને (ઉપેક્ષા કરીને) પ્રાણીની હિંસા કરતો તે જીવ ષડૂજીવનિકાયને (પ્રાણીઓના સમૂહરૂપ પડ઼જીવનિકાયને) દંડ, દોરી આદિ વડે મારે છે. ધર્મબુદ્ધિ વડે પવિત્રતા માટે પૃથ્વીકાયનો સમારંભ કરે છે. ધનને માટે ખેતીવાડી વિ. કરે છે. કામ માટે ઘરેણા વિ. કરે છે. અહીં મfપ શબ્દથી અનર્થથી (એ પ્રમાણે છે.) કોઈપણ પ્રયોજન વિના સ્વભાવથી શિકારાદિ પ્રાણીઓની હિંસા કરવાની ક્રિયા કરે છે. અને આયુષ્ય ક્ષયે છતે ફરીથી જન્મે છે. અને મરે છે. આ રીતે સંસારરૂપી સાગરમાં ડૂબવું-ઉંચે આવવું, એનાથી તે મૂકાતો નથી. (છૂટતો નથી.) જે જીવ મોહના અભાવથી વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ વડે મિથ્યાત્વ, કષાય, વિષય અભિલાષા રહિત થાય છે તે ચતુર્ગતિરૂપ સંસારમાં ફરી ફરીને (વારંવાર) ઉત્પન્ન થતો નથી.
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy