SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ आचारांगसूत्र १६३ લક્ષણ દ્વાર - તેઉકાયનું લક્ષણ આ પ્રમાણે છે. જેમ રાત્રિમાં આગીયા વિ.નું તેજ જીવની શક્તિને કારણે પ્રકાશે છે તે જ રીતે અંગારા વિ.માં પણ પોતપોતાની જે પ્રકાશ આદિ જીવ પ્રયોગની શક્તિ વિશેષ છે તે અનુમાન કરાય છે. જેમ તાવની ગરમી, જીવ પ્રયોગ વિના સંભવિત નથી. જે શરીરમાં જીવ હોય છે તેવા શરીરમાં જ તાવ હોય છે. મરેલામાં ક્યારેય હોતો નથી. તે જ દૃષ્ટાંત પ્રમાણે અગ્નિકાયની સિદ્ધિ થાય છે. આ રીતે અન્વય અને વ્યતિરેક દૃષ્ટાંતથી અગ્નિમાં જીવનું અસ્તિત્વ જાણવું. તે જ રીતે છેદ્યત્વ વિ. હેતુઓ પણ સમજવા. વાયુકાય જીવનું લક્ષણ આ પ્રમાણે છે. વાયુકાય જીવો સચેતન છે. બીજાથી નહીં પ્રેરાયેલા અર્થાત્ સ્વયં તિર્યક્ અનિયમિત ગતિથી યુક્ત છે. ગાય, ઘોડા આદિની જેમ તિર્લીંગતિમાં અનિયમિત પદના ગ્રહણથી ૫૨માણુમાં વ્યભિચાર નથી. કારણ કે ૫૨માણુની ગતિ નિયમિત છે. જીવ અને પુદ્ગલની અનુશ્રેણી ગતિ શાસ્ત્રમાં કહેલી છે. વાયુકાય ચક્ષુના વિષયભૂત નથી. છતાં પણ રૂપરસ-ગંધ-સ્પર્શથી યુક્ત સૂક્ષ્મ પરિમાણવાળા પરમાણુની જેમ સદ્ભાવ હોવાથી અર્થાત્ તેનો સદ્ભાવ છે. અને તેનું સચેતનપણું છે. અન્યથા પોતાની શક્તિ વિશેષથી આંખોથી ન દેખી શકાય તેવું રૂપ કરનારા દેવાદિમાં પણ અચેતનપણું સિદ્ધ થાય. અને તે ઈષ્ટ નથી. વનસ્પતિકાય લક્ષણ - જેમ ઉત્પન્ન થયેલું મનુષ્યનું શરીર બાળક, કુમાર આદિ અવસ્થા પામે છે - તેમ આ વનસ્પતિકાયનું શરીર પણ અનેક અવસ્થાઓ પામે છે. જે કારણથી ઉગેલું કેતકવૃક્ષ બાલ, યુવા, વૃદ્ધ, સંવૃત્ત એ પ્રમાણે જાતિ આદિ ધર્મપણાને અનુભવે છે. ઉત્પત્તિ આદિ ધર્મપણાનો ક્રમ સરખો હોવા છતાં મનુષ્ય આદિ શરીર જ સચેતન છે. વનસ્પતિનું શરીર નહીં આવું માનવું યોગ્ય નથી. જેમ મનુષ્યાદિ શરીર જ્ઞાનયુક્ત છે તેમ વનસ્પતિ શરીર પણ છે. ધાત્રી, પુન્નાગ આદિ વૃક્ષોનું સૂઈ જવું, જાગૃત થવું આદિનો સદ્ભાવ છે. પોતાની નીચે દાટેલા ધનના ચરૂને પોતાના મૂળીયા વીંટવા, વરસાદમાં મેઘની ગર્જનાને સાંભળવાથી અને શિશિરઋતુમાં ઠંડા પવનના સ્પર્શથી થતો અંકુશનો ઉદ્ગમ, સ્ત્રીના પગની લાત વડે અશોકવૃક્ષના પલ્લવ અને પુષ્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સુગંધિત દારૂના કોગળા દ્વા૨ા બકુલ વૃક્ષનું પલ્લવિત થવું. આ રીતે સ્પષ્ટ અંકુશ આદિનું અને હાથના સ્પર્શથી સંકોચ આદિ ક્રિયા વિશેષ દેખાય છે. તે જ્ઞાન વિના ઘટતું નથી. તે સૂક્ષ્મ વનસ્પતિકાય જીવો અચક્ષુગ્રાહ્ય છે. જે રાગ-દ્વેષ વિનાના પ્રભુજીના આગમનથી જ જાણવા (ખાતરી કરવા) યોગ્ય છે. અનંતકાય જીવોના આહાર, શ્વાસોશ્વાસ વિ. ક્રિયા એક સાથે જ થાય છે. એક જીવ આહાર કરે, શ્વાસોશ્વાસ લે, કે નિઃશ્વાસ કરે ત્યારે સર્વ જીવો આહાર, શ્વાસ, નિશ્વાસયુક્ત થાય છે. અથવા તો ઘણા જીવો આહારાદિ લે તો એક જીવને પણ તેમાંથી બધું મળી રહેશે. આવા લક્ષણયુક્ત સાધારણ જીવો છે. પરિમાણ દ્વાર - તેઉકાય જીવનું પરિમાણ - તેઉકાય જીવો ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્રમાં રહેલા પ્રદેશની રાશિ પ્રમાણ પરિમાણવાળા જે બાદર પર્યાપ્તા તેઉકાય જીવો છે તે બાદર પૃથ્વીકાય પર્યાપ્તા કરતાં અસંખ્યાત ગુણહીન છે. બાદર પર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા, સૂક્ષ્મ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy