________________
आचारांगसूत्र
१५७
લક્ષણ દ્વાર - શંકા : અકાયના જીવોમાં ઝરણા વિ.ની જેમ અસ્કાય જીવોનું લક્ષણનો અયોગ હોવાથી (ઘટતું ન હોવાથી.) જીવરૂપ નથી ! સમાધાન ઃ એવું નથી, અકાય જીવો સચેતન છે. શસ્ત્ર વિ.નો ઘાત નહીં હોતે છતે દ્રવત્વયુક્ત હોવાથી... ઝરણા વિ.માં અતિ વ્યાપ્તિ દૂર કરવા ‘શસ્રાનુપહતત્વ' પદ છે. હાથીના શરીરમાં કારણભૂત (શુક્ર અને રૂધિરનું મિશ્રણ) કલલની જેમ, શસ્ત્ર આદિથી નહીં હણાયેલું દ્રવપણાથી, ઈંડામાં રહેલ કલલની જેમ એ પ્રમાણેના અનુમાનથી તેના લક્ષણનો અયોગ થવાથી (એ પ્રમાણે) દ્રવત્વાત્ હેતુનું અસિદ્ધત્વ છે. તેમજ છેદન-ભેદન આદિથી પાણીનું શરીર સજીવ છે. ગાયના શરીરની જેમ સાસ્ના, શિંગડા વિ.નો સમૂહ છે તેમ અકાયના જીવોનું શરીરપણું શુદ્ધ પાણીની જેમ, હિમ આદિ સચેતન સિદ્ધ છે. અકાય હોવાથી. ક્યારેક સચેતન પાણી ભૂમિ ખોદવાથી સ્વાભાવિક રીતે નીકળે છે માટે. (અકાય સચેતન છે.) જેમ દેડકો. દેડકાના (મંડુક)ના ચૂર્ણમાંથી દેડકા ઉત્પન્ન થાય છે. તેમ ખોદવા વિ.થી જમીનમાંથી પણ અકાય જીવો પ્રાપ્ત થાય છે. (નીકળે છે.)
ઉપભોગ દ્વાર - સ્નાન, પાન, દોડવું (પાણીમાં) રસોઈ કરવી, પાણી સિંચવું. નાની હોડી દ્વારા પાણીમાં જવું-આવવું આદિ રૂપ ક્રિયા તે પાણીનો ઉપભોગ (વપરાશ) છે. આ સર્વ ઉપભોગની ઈચ્છાથી જીવો ત્રણ કરણ વડે (મન-વચન-કાયા વડે) અકાયના વધમાં પ્રવર્તે છે.
શસ્ત્ર દ્વાર - તલવાર આદિ વડે ઉંચે લાવવું, ગાળવું, દોડવું વિ.રૂપ દ્રવ્યશસ્ત્ર સમાસથી છે. વિભાગથી દ્રવ્યશસ્ત્ર સ્વકાયશસ્ત્રના લક્ષણરૂપ તળાવ નદી સંબંધી પાણી. (નદીનું પાણી તળાવના પાણી માટે સ્વકાયશસ્ત્ર રૂપ) છે. માટી, ચીકાશ, ખાર વિ. પરકાયશસ્ત્ર છે. પાણીમાં મિશ્ર થયેલી માટીવાળું પાણી તે ઉભયકાય શસ્ત્ર છે. તેમજ પ્રમત્ત જીવના દુષ્પ્રણિધાનયુક્ત મન-વચન-કાયાનો યોગ તે ભાવશસ્ત્ર છે. ।।૧૩।
ननु यद्याप एव जीवास्ततस्तत्परिभोगे सत्यवश्यं साधूनामपि प्राणातिपातदोषप्रसङ्ग इत्याशङ्कायामाह
अचित्तोदकमेव परिभोग्यम् ॥ १४ ॥
अचित्तेत्ति, अप्कायो हि त्रिविधः सचित्ताचित्तमिश्रभेदात्, तत्र निश्चयव्यवहाराभ्यां सचित्तो द्विधा, घनोदधिघनवलयादयो निश्चयतस्सचित्ता:- एकान्तेन सचित्ताः अवटवापीतडागादिस्था व्यवहारनयमतेन सचित्ताः, अनुद्धृतेषु दण्डषूकालेषु यदुष्णोदकं तन्मित्रम्, प्रथमे दण्डे जायमाने कश्चित्परिणमति कश्चिन्नेति मिश्रः, द्वितीये प्रभूतः परिणमति स्तोकोऽवशिष्ट इति मिश्रः, तृतीये तु सर्वोऽप्यचित्तो भवति, तथा वृष्टौ पतितमात्रं यज्जलं ग्रामनगरादिषु प्रभूततिर्यङ्मनुष्यप्रचारसम्भविषु भूमौ वर्त्तते तद्यावन्नाद्याप्यचित्तीभवति तावन्मिश्रम्, ग्रामनगरादिभ्योऽपि बहिर्यदि स्तोकं मेघजलं निपतति तदानीं तदपि पतितमात्रं मिश्रम्,