________________
११६
सूत्रार्थमुक्तावलिः
પ્રકરણના અંતે મંગલ સૂચવવા માટે મુક્તિ શબ્દ છે. ઇતિ શબ્દ તે અનુયોગદ્વાર શાસ્ત્રના સારભૂત એવા અનુયોગસારનો સમાપ્તિ સૂચક છે. કારણ કે, ઉપક્રમ વિગેરે ચાર દ્વારનું નિરૂપણ કરેલું છે એ સંક્ષેપ.
બાલ જીવોના મતિની તુષ્ટિને માટે આ યોગસાર બતાડાયેલ છે. જો આનાથી પ્રૌઢ બુદ્ધિવાળાઓને લાભ હોય તો તેઓ પણ તે અનુયોગસારને પામે, (જાણે)
ચરણકમલમાં સ્થપાયેલ છે. ભક્તિનો સમૂહ જેમના વડે એવા તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજીના પટ્ટધર પૂ. શ્રીમવિજયકમલસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર શ્રીમદ્વિજયલબ્ધિસૂરિ વડે સંકલિત કરાયેલ “સૂત્રાર્થ મુક્તાવલિ'માં અનુપેટી સ્વરૂપ પહેલી મોતીમાળા બનાવાઈ.
: પ્રશસ્તિ :कविकुलकीरिट जैनरत्नव्याख्यान वाचस्पति श्रीमद्विजयलब्धिसूरीश्वर पट्टप्रभावक पू.आ. श्रीमद्विजयभुवनतिलकसूरीश्वर पट्टशिष्य पू.संस्कृत विशारद आ.श्रीमद्विजय भद्रंकरसूरीश्वर पट्टधर सूरीमंत्र आराधक पू.आ.पुण्यानंदसूरीश्वर शुभाशिषेन पू.जिनभक्तिरसिक आ.श्रीमद्विजय अरुणप्रभसूरीश्वर दीव्यकृपायां तत्शिष्य-प्रशिष्य-श्रुतभक्तिस्वरुप अमव् गणि विक्रमसेनविजय मुनि सिद्धसेनविजयेन सूत्रार्थमुक्तावलीअनुयोग लक्षणा समन्विता मुक्ता सारिका बालजीव बोधेन गुर्जरानुवाद कृतम् ।
| ઇતિ શુભંભવતુ ! કવિનાકુલમાં મુગટ સમાન, ગુરુદેવના હસ્તે જૈનરત્નવ્યાખ્યાનવાચસ્પતિ પદને વરેલા તપાગચ્છમાં અગ્રેસર પૂ.આ.લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક શિષ્ય સંગીતકલામાં પ્રવીણ પૂ.આ.ભુવનતિલકસૂરીશ્વરજી મ.સા.પટ્ટધર સંસ્કૃતવિશારદ પૂ.મહોપાધ્યાય યશોવિજય મ.સા.ના અધ્યાત્મસાર-અધ્યાત્મોપનિષત્ ગ્રંથના ટીકાકાર આ.શ્રીમવિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ.સા. પટ્ટધર પૂ.સૂરીમંત્રઆરાધક આ.શ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના શુભાશિષવડે પૂ.જિનભક્તિરસિક આ શ્રીમવિજય અરુણપ્રભસૂરીશ્વરજી મ.સા.ની દીવ્ય કૃપાના બળે તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય ગણિ વિક્રમસેનવિજય તથા મુનિ સિદ્ધસેનવિજયે સૂત્રાર્થમુક્તાવલિમાં અનુયોગદ્વારસૂત્રના લક્ષણથી યુક્ત પહેલી મોતીની માળાનો શ્રુતભક્તિથી અને બાલજીવોના બોધને માટે ગુર્જરભાષામાં અનુવાદ કર્યો.