________________
પ્રાસ્તાવિકમ્
સ્થિર બુદ્ધિ વડે અવધારીત કરાયેલો છે. વીતરાગ ભગવાનની વાણીરૂપી અમૃતના સારનો અર્થ જેના વડે એવા હે ધીર પુરૂષો...!
આપના કરકમલમાંથી નીકળતી, દેવની વાણીનો સાક્ષાત્કાર કરતી, ત્રણ જગતને વંઘ, અરિહંત પરમાત્માના આગમરૂપ અપાર સમુદ્રમાંથી ઉદ્ધરેલી, નિર્મલ મોતીના સમૂહથી જટિલ, સૂત્ર અને વ્યાખ્યાન સ્વરૂપ એવી આ સૂત્રાર્થમુક્તાવલી નિઃશંક રીતે ઘણા આનંદના સમૂહને ઉત્પન્ન કરશે. એ પ્રમાણે અહીં મને શંકાનો અંશ પણ નથી.
તે આ સૂત્રાર્થમુક્તાવલી અનુયોગ સહિત ચાર અંગના સારનો અર્થ જેમાં છે. તેવી અરિહંત ભગવાનના વચનામૃતને સકલપણાવડે અનુસરનારી નથી. વળી પોતાના મતિવૈભવના પ્રસ૨વાથી ઉંચે જતા = (ઘણા) પદાર્થના સમૂહથી યુક્ત એવી પણ નથી. કજીયા અને મલથી મલિન થયેલા અતિ ભયંકર હમણાંના કાળમાં દેવવાણીના ફેલાવારૂપ રોકાયેલો છે. પ્રાયઃ કરીને સંચાર જેમાં તેવા કલિયુગમાં દેવવાણીથી પરિકર્મિત અને ઘણા વિચક્ષણ વડે વિસ્તારાયેલો એવા આ જગતીતલે (જગતમાં) પણ પરમ પુરૂષાર્થનું અનન્ય-સાધારણ કારણરૂપ, ચારિત્રરત્નના એક ઘરરૂપ, તીર્થંકરના પ્રવચનરૂપ અમૃતની નદીમાંથી ઉછળતા તરંગના શીતલ કણના સમૂહના ફેલાવવાથી પવિત્ર કરવાની ઈચ્છા જેની છે. તેવા (મારા વડે) પ્રાયઃ કરીને વૈરાગ્યને જીવાડનારા મોતીનો સમૂહ જેમાં છે એવા તેમજ શ્રી પ્રવચન અને તેની વ્યાખ્યારૂપ ખાણની મધ્યમાં શોભતા એવા (પદાર્થોને) ચૂંટીને શબ્દથી તત્ત્વાર્થસૂત્રભાષ્યની જેમ અતિ સંક્ષિપ્ત અને બીજા દર્શનરૂપ પુરાણાદિની જેમ અતિ વિસ્તૃત શૈલીને છોડીને ‘નમોઽર્દસિદ્ધાપાર્યોપાધ્યાયસર્વસાધુષ્ય:' એ પ્રમાણેની જેમ સૂત્રને બોલતા સંભવિત (સંભવનારા) દોષોના રસ્તાના પતનને સારી રીતે ત્યાગ કરતા એવા મારા વડે સૂત્ર અને તેની વ્યાખ્યા સ્વરૂપ, દેવવચનવડે સંસ્કાર કરાયેલી જનતાને સારી રીતે અવગાહન કરવામાં સમર્થ એવા રસ્તા વડે સંકલિત કરાયેલી છે.
જો આટલા વડે પણ દોષ જોનારા લોકો દોષનું ભાજન જ માનતા હોય તો પ્રવચનપદોને ગ્રહણ કરીને અને સંસ્કૃત છાયાને કરીને તેનું વ્યાખ્યાન કરનારાઓ તેનાથી મુક્ત નહિ થાય. એ પ્રમાણે. આ બધું તો યત્કિંચિત્ છે.