SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ १०३ अनुयोगद्वार सामाचार्यानुपूर्वीमाचष्टे-- ओघदशविधपदविभागसामाचार्यपि तथा ॥४०॥ ओघेति, समाचरणं समाचारस्तस्य भावः सामाचारी, त्रिधा सा ओघदशविधपदविभागभेदात् । ओघनियुक्त्यिभिहितार्थरूपा ओघसामाचारी । इच्छाकारादिदशविधा सामाचारी दशविधसामाचारी । निशीथकल्पाद्यभिहितप्रायश्चित्तपदविभागविषया पदविभागसामाचारी । दशविधा सामाचारी च विवक्षितक्रियाप्रवृत्त्यभ्युपगमात्करणमिच्छाकारः, अकृत्ये विषये यन्मयाऽऽचरितमसदेतदित्येवमसत्क्रियानिवृत्त्यभ्युपगमो मिथ्याकारः, अविकल्पगुर्वाज्ञाभ्युपगमस्तथाकारः, ज्ञानाद्यालम्बनेनोपाश्रयाबहिरवश्यं गमने समुपस्थितेऽवश्यं कर्त्तव्यमिदमतो गच्छाम्यहमित्येवं गुरुं प्रति निवेदनमावश्यकी, बहिःकर्त्तव्यव्यापारेष्ववसितेषु पुनस्तत्रैव प्रविशतः साधोः शेषसाधूनामुत्रासादिदोषपरिजिहीर्षया बहिर्व्यापारनिषेधेनोपाश्रयप्रवेशसूचनान्नैषेधिकी,भदन्त ! करोमीदमित्येवं गुरोः प्रच्छनमाप्रच्छना, ग्रामादौ प्रेषितस्य गमनकाले पुनः प्रच्छनं प्रतिप्रच्छना, पूर्वानीताशनादिपरिभोगविषये साधूनामुत्साहना छन्दना, दास्यामीत्येवमद्याप्यगृहीतेनाशनादिना साधूनामामंत्रणं निमंत्रणा, त्वदीयोऽहमित्येवं श्रुताद्यर्थमन्यदीयसत्ताभ्युपगम उपसम्पत् ॥४०॥ હવે સામાચારી આનુપૂર્વીને કહે છે. ઓઘ દશવિધ અને પદવિભાગની સામાચારી પણ તે પ્રમાણે છે. આચરણ કરવું તે સમાચાર અને તેનો ભાવ તે સમાચારી (એટલે કે આચરણ કરવાપણું) તે સામાચારી ઓધ-દશવિધ અને પદ વિભાગના ભેદથી ત્રણ પ્રકારે છે. ઓઘનિર્યુક્તિમાં કહેલ અર્થ સ્વરૂપવાળી ઓઘ સામાચારી છે. ઇચ્છાકાર વિગેરે દશ પ્રકારની સામાચારી તે દશવિધ સામાચારી, નિશીથકલ્પ વિગેરેમાં કહેલ પ્રાયશ્ચિત્ત પદ વિભાગના વિષયવાળી પદ વિભાગ સમાચારી છે. દશવિધ સામાચારી આ પ્રમાણે છે. ૧-વિવણિત ક્રિયામાં પ્રવૃત્તિનો સ્વીકાર કર્યા પછી કરવું તે ઈચ્છાકાર. ર-અકૃત્ય વિષયમાં જે મારા વડે આ અસત્ આચરાયું છે. એ પ્રમાણેનો અસત્ ક્રિયાથી નિવૃત્તિનો સ્વીકાર તે મિથ્થાકાર છે. ૩-વિચાર્યા વિના ગુરુની આજ્ઞાનો સ્વીકાર તે તથાકાર. ૪-જ્ઞાનાદિના આરંભથી ઉપાશ્રયથી બહાર અવશ્ય ગમન ઉપસ્થિતિ થયે છતે. “આ અવશ્ય કરવા યોગ્ય છે તેથી હું જાઉં છું – આવું ગુરુ પ્રતિ નિવેદન કરવું તે આવશ્યકી. પ-બહાર કરવા યોગ્ય વ્યાપારો પૂર્ણ થયે છતે ફરીથી પ્રવેશ કરતા સાધુને શેષ સાધુઓને ઉત્રાસ વિગેરે દોષોને ત્યાગ કરવાની ઈચ્છાથી બહિવ્યપારના નિષેધ વડે ઉપાશ્રયમાં પ્રવેશનું સૂચન થતું હોવાથી નૈષેલિકી. ૬-હે ભદન્ત ! હું આ કરું એ પ્રમાણે ગુરુને પૂછવાનું તે આપૃચ્છના. ૭-ગામ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy