SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ , વિચારીને) ‘અટ્ઠષ્ટવ્ય = નહિ જોવા યોગ્ય એવો તું મારા દૃષ્ટિના માર્ગમાંથી દૂર હટી જા.' એમ કહીને તેને રાજાએ કાઢી મૂક્યો.' (આ પ્રમાણે બીજું દૃષ્ટાંત પૂરું થયું.) (હવે આ બીજુ કથાનક સીધી રીતે પ્રસ્તુત વાતની સાથે એટલું સંલગ્ન નહિ લાગતુ હોવાથી ટીકાકારશ્રી પોતે એનો ઉપનય બતાડતા કહે છે કે :) ત્યાં તેટલા કાળ સુધી = ૧૨ વર્ષ સુધી સાધુ ભગવંતની વચ્ચે રહેતાં એવા આ સાધુએ (ગચ્છવાસમાં) અવશ્ય થનારા એવા હજારો ઉપદેશો (સાંભળ્યા જ હશે.) છતાં પણ આ બોધ પામ્યો નહીં. બસ, એવી જ રીતે તેના જેવો બીજો એવો પણ કોઈ ક્લિષ્ટ જન્તુ = ભારેકર્મી જીવ સંસારમાં હોઈ શકે છે જે સેંકડો ઉપદેશો વડે પણ બોધ નથી પામતો હોતો. આ પ્રમાણે ઉપનય = પ્રસ્તુત વાર્તાના પદાર્થની દાષ્ઠન્તિકમાં ઘટામણી કહી. ।। ૩૦ ।। વિશેષાર્થ : (૧) આ ગાથાની બંને વાર્તાઓમાં જ્યાં જ્યાં કર્મણી પ્રયોગ આવેલા છે તેમાંથી ઘણે સ્થળે કર્તરી પ્રયોગ કરીને અર્થ કરેલ છે અને અમુક સ્થળે કર્મણિ પ્રમાણે પણ અર્થ કર્યો છે. તથા ‘તિ સપ્તમીનો’ ‘જ્યારે’ ‘ત્યારે’ એમ કરીને અર્થ કરેલ છે. તથા વાર્તા અહીં ટૂંકાણમાં હોવાથી સ્પષ્ટીકરણ માટે, આગળની પંક્તિ સાથે અનુસંધાન કરવા માટે ઠે૨ ઠે૨ ( ) આવા કૌંસની અંદ૨ વધારાની વાત પણ લખી છે જેના આધારે વાર્તા સ્પષ્ટ પણે સમજાય તેવી બને છે. તથા વાર્તાઓમાં ઘણે સ્થળે મતાંતરો આવતા હોય છે. તેની જાણકારી ચોક્કસ મેળવી લેવી પણ કોઈ પણ મતને ખોટા ન કહેવા કેમકે તે તે પરંપરાઓમાં આવી ફેરફારવાળી વાર્તાઓ આવતી હોય છે. માટે કોઈ ચોક્કસ પ્રમાણ વિના નિર્ણય ક૨વો અઘરો હોય છે. (આ ખુલાસો અહીં પણ એક મતાંતર હોવાને લીધે કર્યો છે. ‘ઉજ્જયિનીના રાજાએ સભામાં ઉદાયી રાજાને મારવા માટે બીડું ફેરવેલું' એવી વાત સંભળાય છે જ્યારે અહીં એ વ્યક્તિ સામેથી રાજા પાસે ગયો હતો. આટલો નાનકડો મતાંતર છે.) (૨) ‘ભવવુપારોદ્યતાનાં’ ની જગ્યાએ ‘ભવતામુપારોદ્યતાનાં' પાઠ વધુ સંગત લાગે છે અને અમે અર્થ પણ એ જ પ્રમાણે કર્યો છે અને પૂ. જંબૂવિજયજી મ.સાહેબ સંપાદિત સટીક ઉપદેશમાળાની ટીપ્પણીમાં પણ આ ‘ભવતામુ’ ... વાળો પાઠ આપવામાં આવેલો છે. OXOO अत एव ये न प्रतिबुध्यन्ते तेषां ब्रह्मदत्तवदपायमुपदर्शयन्नाहगयकन्नचंचलाए, अपरिचत्ताए रायलच्छीए । जीवा सकम्पकलमल - भरियभरा तो पडंति अहे ।। ३१ ।। गयकन्नचंचलाए० गाहा : गजकर्ण इव चञ्चला गजकर्णचञ्चला तया अपरित्यक्तया राजलक्ष्म्या हेतुभूतया जीवाः स्वकर्मैव कलमलं किल्बिषं तस्य भृतः पूर्णः कृतो भरो यैस्ते स्वकर्मकलमलभृतभरास्सन्तस्ततः पतन्ति यान्ति अधो नरक इति ॥ ३१ ॥ ७८
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy