SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નેહથી ખેંચાયેલું છે ચિત્ત જેનું એવો રાજા પરિવાર સહિત (રાજમહેલમાંથી) નીકળ્યો, ત્યાં પહોંચીને તેણે) સાધુને જોયા અને મનથી ખુશ થઈ ગયો, પછી વિનયપૂર્વક મહાત્માને વંદન કર્યા અને તેમની પાસે બેસી ગયો. (આ બાજુ એના બેઠાં પછી) મુનિએ પણ ધર્મદેશના શરૂ કરી, ભવ = સંસારનું નગુણાપણાનું દર્શન કરાવ્યું, કર્મબંધના કારણો વર્ણવ્યા, મોક્ષ માર્ગની પ્રશંસા કરી (એની ઉપાદેયતા બતાડી) “શિવ = મોક્ષમાં સુખનો અતિશય છે એ વાત કહી. ત્યારબાદ = એ ધર્મદેશના સાંભળીને આખી પર્ષદા = સભા સંવેગવાળી થઈ ગઈ પણ બ્રહ્મદત્ત ભાવિત થયો = પલળયો નહિં. અને તે બ્રહ્મદને કહ્યું કે “હે ભગવંત! જેમ આપનો પોતાનો સંગમ = મેળાપ કરાવવા દ્વારા (આપે) અમને ખુશ કર્યા. તેમ = તે રીતે રાજ્યનો સ્વીકાર કરવા દ્વારા આપ પણ અમને ખુશ કરો.” પછીથી આપણે (સામેવ) સાથે જ તપ કરશું. અથવા (તો પછીથી પણ તપ કરવાની વાત જવા દોને કેમકે) તપનું ફળ આ જ = ભોગસુખ જ છે ને.” (અર્થાત્ તપથી જે મેળવવાનું છે તે ભોગસુખ જ અહીં મળી જતાં હોય તો પછી તપ કરીને કામ શું છે?). | મુનિએ કહ્યું કે : “ઉપકાર કરવામાં પ્રયત્નશીલ એવા આપને આ રીતે પોતાનું રાજ્ય આપી દેવું) એ યોગ્ય જ છે. માત્ર (આટલી હકીકત જાણી લેજો કે) આ મનુષ્યાવસ્થા દુર્લભ છે, આયુષ્ય સતત = હરપળે પાતુક = પડવાના સ્વભાવવાળું છે, (અર્થાત્ આયુષ્યનો ક્ષય ક્યારે થઈ જાય કંઈ ખબર ન પડે) લક્ષ્મી ચંચળ છે, ધર્મબુદ્ધિ સ્થિર રહેતી નથી માટે જ્યારે અનુકૂળ સંજોગો મળતાં ધર્મબુદ્ધિ પ્રગટ થતી હોય ત્યારે એ પ્રમાણે આત્મિક વિકાસ માટે પ્રયત્ન કરી લેવો જોઈએ.). વિષયો વિપાકમાં = ફળમાં કડવા = દુઃખ આપનારા છે. તત્ = વિષયોમાં આસક્ત એવા જીવોનો નરકગતિમાં પાત = પતન ધ્રુવ = ચોક્કસ થાય છે. (‘વસ્ત્ર ટુર્નમેય' થી માંડીને “રપતિ:' સુધી બ્રહ્મદત્તને સંસારમાં નહિં રહેવા માટેનો ઉપદેશ આપ્યો.) (હવે પોતે સંસારમાં કેમ નથી પાછા આવતાં? એનું કારણ કહે છે કે :). મોક્ષનું બીજ = સમ્યકત્વ ફરી દુર્લભ છે, અને વિરતિ = ચારિત્ર રૂપી રત્ન તો વિશેષ કરીને દુર્લભ છે. (માટે) તેનો = વિરતિનો ત્યાગ કરીને (ત્યાન્ની પંચમી વિભક્તિનો અર્થ આમ ખોલ્યો છે.) દુઃખેથી કરી શકાય = પાર ઉતરી શકાય એવા નરકમાં પાતનું કારણ, વળી કેટલાક જ દિવસ માટે થનાર = મળનાર એવા રાજ્યનો સ્વીકાર એ વિદ્વાનોના = જ્ઞાનીઓના ચિત્તને પ્રસન્ન કરતો નથી. તત્ = તેથી આ કદાશય = ખોટા આશયને છોડી દે, (જાતિસ્મરણ જ્ઞાન દ્વારા જાણેલા એવાં) પૂર્વના ભવોમાં અનુભવેલા દુઃખોને યાદ કર, પરમાત્માના વચનરૂપી અમૃતનું પાન કર (જિનવચનનો સ્વીકાર કર) તે = જિનવચનમાં કહેવાયેલ માર્ગે તું ચાલ, (અને એ રીતે કરીને) મનુષ્યજન્મને સફળ કર.” તેણે = બ્રહ્મદત્તે કહ્યું કે “હે ભગવંત! આવેલા = અનુભવાતાં, દેખાતાં એવા સુખનો ત્યાગ કરીને નહીં જોવાયેલા સુખની ઈચ્છા એ તો અજ્ઞાનીપણાનું લક્ષણ છે. (અર્થાત્ તમે મને જે રાજ્ય
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy