SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ જાય છે. માટે આગળ - પાછળની અવસ્થામાં સુખરૂપ એવું પણ અનુત્તરદેવનું સુખ એ સુખરૂપ નથી. એથી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જનિત સુખ પણ સુખ નથી. હવે પાપાનુબંધી પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલ સુખના અભાવને (તેવું સુખ એ સુખ નથી એ વાતને) કહે છે : અને જે વળી મરણરૂપ અત્તમાં અર્થાત્ મરણ બાદ ભવોને વિષે = નારક વિગેરે ભવોને વિષે સંસાર = સંસરણ એટલે કે રખડપટ્ટી કરાવવાના સ્વભાવવાળું હોય તે (અર્થાત્ મરણ બાદ તરત જ પુણ્યનો ઉદય પૂરો થઈ જવાનો હોવાથી જેની પછી ભવભ્રમણ સુનિશ્ચિત છે. તે રખડપટ્ટીની પૂર્વની અવસ્થાના) સુખને પણ કઈ રીતે સુખરૂપ કહી શકાય? એટલે કે તે તો સુતરાં સુખ તરીકે કહેવું શક્ય નથી. (પ્રશ્ન ઃ ગાથામાં “મવસંસા૨નુર્વાથ ૨' અહીં “ઘ' શબ્દ છે અને તે સામાન્યથી સમુચ્ચયમાં = બે વસ્તુને ભેગી કરવામાં વપરાય છે. હવે અહીં તો એક “ઘ' પૂર્વે આવી ગયેલો છે. તો આ બીજા “ઘ' નો ઉપયોગ કેવી રીતે કરવો?) ઉત્તર ઃ ગાથામાં જે છેલ્લે ‘’ શબ્દ છે તેનાથી ‘તરતમાં દુઃખની સાથેના સંબંધવાળુ એવું સુખ આ એક વસ્તુ પણ સમજવાની છે. એથી હવે આ અર્થ થશે કે : જે મરણ બાદ = પરંપરામાં ભવોમાં ભટકાવનાર છે અને તરતમાં પણ જે દુ:ખનો અનુભવ કરાવનાર હોય તે તો કઈ રીતે સુખરૂપ કહી શકાય અર્થાત્ ન જ કહેવાય. (દા.ત. = મિષ્ટ ભોજનની અત્યધિકોદરી એનાથી અજીર્ણ, ઉલટી વિગેરે તરત ઘણાં દુઃખો અનુભવાય જ છે.) (હવે જો આ રીતે સાંસારિક સુખ એ સુખરૂપ જ ન હોય તો પછી એના પર રાગ કરાય જ કઈ રીતે? એની પાછળ દોટ મૂકાય કઈ રીતે?) “મવસંસા૨નુવંધી' એ શબ્દનો સમાસની સાથે અર્થ આ પ્રમાણે છે : ભવ એટલે થાય છે અને વિષે અનેક સ્વરૂપવાળા પ્રાણીઓ તે ભવ = નારક વિગેરે, તેને વિષે જે સંસરણ = પર્યટન = રખડપટ્ટી. તે રખડપટ્ટી કરાવવાનો છે સ્વભાવ જેનો તે સુખ ભવસંસારાનુબંધી સુખ કહેવાય. (આ પ્રમાણે આ ગાથાના પૂર્વાર્ધ દ્વારા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી પણ પ્રગટેલ સાંસારિક સુખ એ સુખ નથી” એ વાત કરી કેમકે એમાં પણ દુઃખ મિશ્રિતતા છે. અને ઉત્તરાર્ધ દ્વારા પાપાનુબંધી પુણ્યના ઉદયથી ઉત્પન્ન થયેલ સાંસારિક સુખ એ સુખ રૂપ નથી' એ વાત કરી કેમકે એમાં તો તરત અને પછી દુઃખ જ દુઃખ છે.) II ૨૯ | વિશેષાર્થ (૧) પ્રશ્ન : “સૌઘ' શબ્દમાં તો ભાવવાચક “વ” પ્રત્યય લાગે છે. એથી તેનો અર્થ
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy