SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રશ્ન ઃ કર્મધારય સમાસ બે પદનો થાય અને એ બંને પદોની વચ્ચે આ સમાસ ત્યારે થઈ શકે જો એ બે પદમાંથી કોઈ પણ એક પદનો ઉલ્લેખ ન કરતા વ્યભિચાર આવતો હોય તો દા.ત. “નીનોત્પન્ન આ શબ્દ છે. અહીં ‘નર્સ વ તત્ ઉત્પન્ન ૨’ આ પ્રમાણે સમાસ થયો છે. જે એકદમ બરાબર છે. કેમકે માત્ર “નીત્ર’ આ પ્રમાણે કહીએ તો “નીલ” જેટલી પણ વસ્તુ હોય તે બધી લેવી પડે. એમાં કમળ, આકાશ, વસ્ત્ર વિ. ઘણુ આવી જાય. માટે જો સાથે “ઉત્પન' શબ્દ લખી લેવામાં આવે તો “ગીન’ એવું ઉત્પન' = “કમળ’ એમ એક જ વસ્તુ આવે. આમ “ઉત્પલ” શબ્દ ન લખતાં માત્ર “નીલ” શબ્દથી વ્યભિચાર = જે પ્રસ્તુતમાં ન લેવા જેવું હોવા છતાં લેવું પડે તે વ્યભિચાર આવે છે જેને દૂર કરવા ઉત્પલ’ શબ્દ લખવો આવશ્યક છે. તેની જેમ જ જો માત્ર “સત્ય' શબ્દ લખીએ, “નીત' ન લખીએ તો ઉત્પલ = કમળ તો પીળા વિગેરે અનેક રંગના હોઈ શકે છે જ્યારે આપણે અહીં માત્ર “નીલ” કમળનો જ બોધ કરવો છે. એથી અહીં પણ “વીન' શબ્દ ન લખતાં માત્ર ઉત્પન' શબ્દથી વ્યભિચાર આવે છે જેને દૂર કરવા “રત્ન' શબ્દનો ઉલ્લેખ કરવો આવશ્યક છે. આ પ્રમાણે જે બે પદનો કર્મધારય સમાસ કરવાનો છે તે બંને પદ ન લખવામાં જો વ્યભિચાર= આપત્તિ આવતી હોય એટલે કે ઉભય પદ વ્યભિચાર આવતો હોય તો જ એ બે પદોનો કર્મધારય સમાસ કરી શકાય. હવે અહીં તમે જે “સંત” અને “માંશબ્દ વચ્ચે કર્મધારય સમાસ કર્યો છે તેમાં ઉભયપદ વ્યભિચાર આવતો નથી પણ એક પદ વ્યભિચાર જ આવે છે. તે આ રીતે : માત્ર “માં” આટલો જ જો ઉલ્લેખ કરીએ તો “પ્રમાણ એ બે, ચાર, સાત, આઠ વિગેરે અનેક પ્રકારનું હોઈ શકે માટે ચોક્કસ પ્રમાણની જાણકારી માટે “સત’ એમ સંખ્યા વાંચી શબ્દનો ઉલ્લેખ કરવો પડે એથી “સત’ પદ ન લખતાં વ્યભિચાર આવે પણ એવું “મા' શબ્દમાં નથી એટલે કે “મા' ન લખીએ પણ માત્ર “સપ્ત' પદ લખીએ તો “સાત' એ સંખ્યાવાચક શબ્દ હોવાથી એ એક પ્રમાણ રૂપ જ છે. પણ અન્ય કોઈ એના વિશેષ તરીકે બેસી શકે એમ નથી એથી જેમ માત્ર “નીલ” શબ્દ લખતાં “નીલ” તરીકે આકાશ વિગેરે સમજાઈ જવાની આપત્તિ આવતી હતી તેવી આપત્તિ અહીં આવશે નહીં માટે અહીં એક પદ = “સાત' પદને લઈને જ વ્યભિચાર આવે છે પણ બંને પદને લઈને, આવતો નથી માટે અહીં કેવી રીતે બે વચ્ચે કર્મધારય સમાસ થઈ શકશે?) ઉત્તર ઃ એવો એકાંત નથી કે “એકપદવ્યભિચાર હોય ત્યાં કર્મધારય સમાસ ન જ થાય” પણ ત્યારેય થઈ શકે છે. (જેમકે “સાત્રિસાધુ: અહીં ચUિT સદ વર્તત રૂતિ સંવરિત્ર, સવારિત્રગ્રસૌ સાધુ રૂતિ સવારિત્રસાધુ:” આ પ્રમાણે સાત્રિ’ પદ અને “સાધુ” પદ વચ્ચે કર્મધારય સમાસ થયો છે. હવે આમાં “સાધુ' પદ માત્ર લખીએ તો સાધુવેષધારી એ સચારિત્ર અને અચારિત્ર બંને પ્રકારના હોઈ શકે જ્યારે “સચારિત્ર’ તો સાધુ જ હોય એટલે અહીં પણ એકપદવ્યભિચાર હોવા છતાં ય કર્મધારય સમાસ થયો છે તેની જેમ “સાત એવું પ્રમાણ” એ બે વચ્ચે પણ કર્મધારય સમાસ ખોટો નથી.) લવ એટલે કે એક ચોક્કસ પ્રકારનો કાળ (સાત સ્તોત્ર = એક લવ થાય.) લવોના સાત રૂપ પ્રમાણ અર્થાત્ સાત લવ રૂપ પ્રમાણ
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy