SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તે આ વિશેષ્ય ગાથામાં નહિ લખેલ હોવા છતાં એ શેષ' રૂપે અહીં સમજી લેવાનું છે. કેમકે એના વગર વાક્ય અધુરુ રહે છે. પ્રશ્ન : કેવી રીતે આ સનકુમાર ચક્રી (નાનકડા નિમિત્તથી) બોધ પામ્યા? ઉત્તર ઃ તેને = તે વાતને કહે છે કે : (તમારા) દેહને વિષે ક્ષણવડે એટલે કે થોડાક કાળ વડે (માં) પરિહાની એટલે કે રૂપનો હ્રાસ = ઘટવું, નાશ થશે” આ પ્રમાણે જે ખરેખર (ચક્રીના રૂપદર્શન માટે આવેલા એવા) બે દેવોવડે તેમને (સનકુમાર ચક્રીને) કહેવાયું તે વાત જ (તેમના) બોધનું કારણ થઈ ગઈ. આ પ્રમાણે સંક્ષેપથી પદાર્થ કહેવાયો. (આનો) વ્યાસ = વિસ્તારથી અર્થ કથાનકથી જાણવા યોગ્ય છે અને તે કથાનક આ છે : શકે = પ્રથમ દેવલોકના ઈ પોતાની સભામાં સનત્કુમાર ચક્રવર્તીના રૂપનું વર્ણન કર્યું = પ્રશંસા કરી, ત્યારબાદ (એ પ્રશંસાને સાંભળીને) બે દેવોને એ વાત પર અશ્રદ્ધા તથા (રૂપ જોવાનું) કુતૂહલ પ્રગટ્ય એનાથી પ્રેરાઈને બંને દેવો બ્રાહ્મણના રુપ વડે (બ્રાહ્મણનું રુપ કરીને) (ધરતીપર) આવ્યા. અને (સનકુમારના મહેલમાં) પ્રવેશ્યા. અને (તેલ માલિશ થઈ હોવાને લીધે) તેલ સહિતના સનકુમારચક્રી હોતે છતે (તેમનું) રૂપ જોવાયું (અર્થાત્ જ્યારે સનસ્કુમારચક્રી તેલ સહિતના શરીરવાળા હતા, હજુ આભૂષણ વિગેરેથી સજ્યા નહોતા ત્યારે તેમનું રૂપ તે બે બ્રાહ્મણોએ જોયું) તે બે બ્રાહ્મણો (રૂપને જોઈને) મનથી આશ્ચર્યવાળા થઈ ગયા. અને (તે બેને જોઈને) રાજાએ પૂછયું કે આપ બંનેનું આવવાનું કારણ શું છે? તે બંનેએ કહ્યું કે “આપના રૂપના દર્શનનું કુતૂહલ” એ નિમિત્ત છે અહીં આવવાનું. રાજાએ = ચક્રીએ કહ્યું કે : = જો આ પ્રમાણે હોય (અર્થાત્ મારુ રુપ જોવા માટે જ જો ખરેખર તમે આવ્યા છો) તો સભામાં આવજો (ત્યાં મારું આભૂષણ વિગેરેથી સહિતનું રુપ જોઈને આપનું કુતૂહલ પૂર્ણપણે પૂરું થશે.) (આ પ્રમાણે સાંભળીને) તે બે બ્રાહ્મણો ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ કરી દીધું છે સ્નાન, વિલેપન (ચંદન વિગેરેથી), અલંકાર, વસ્ત્રનું ગ્રહણ અને ભોજન જેને એવા સનકુમાર ચક્રી પરિવાર સહિત સભામાં બેઠા હતાં ત્યારે બે બ્રાહ્મણો ફરી મહેલમાં પ્રવેશ્યા. અને રૂપને જોઈને વિષાદ = ખેદ સહિતના એવા તે બે બ્રાહ્મણરૂપધારી દેવો નીચું મોઢું રાખી ઊભા રહ્યા. રાજાએ કહ્યું કે આ શું છે? (કેમ આ રીતે નીચું મોઢું કરીને ઉભા છો? શું તમને મારું રુપ જોઈને આશ્ચર્ય ન થયું?). તે બંનએ કહ્યું કે સંસારનો વિલાસ = વિચિત્રતા, પ્રભાવ (જોઈને અમે દુઃખી થઈ ગયા છે.) રાજાએ કહ્યું કે કેવા પ્રકારનો સંસારનો વિલાસ હમણાં તમે જોયો? તે બંનેએ કહ્યું કે : આપનું જે રૂપ અમે પહેલા જોયું હતું તેના કરતાં હમણાં તમારુતે રૂપ અનંતગુણ હીન = ઓછું છે.
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy