SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર : “ભાવશુદ્ધિથી વિકલ = રહિત એવો આ = માત્ર વેષ અકિંચિત્કર = નક્કામો છે.” એવા આશયથી એ વાત કહેવાઈ છે. હવે ગ્રંથકારશ્રી વેષ કઈ રીતે ભાવશુદ્ધિમાં ઉપકારી નીવડે છે?' તેને કહે છે : ગાથાર્થ : વેષ ધર્મની રક્ષા કરે છે, (કદાચ ક્યારેક ભૂલ થઈ જાય તો પણ વેષવાળા મહાત્મા) વેષને લીધે શંકા કરે = વિચાર કરે કે “આત્મા! તને ખબર તો છે ને કે તું દીક્ષિત છે?” (એથી વેષને લીધે આવો વિચાર આવવાથી પણ સાધુધર્મથી પતિત થતાં અટકી જાય.) (જેમ) ઉન્માર્ગવડે પડતાં = સદાચારને ખોઈ બેસવાની તૈયારીવાળા (એવા પુરુષને) રાજા અને જનપદ = દેશ, દેશના લોકો બચાવી છે (અર્થાત્ રાજા કે લોકના ભયથી જેમ પુરુષ અસદાચારના સેવનથી અટકી જાય છે તેમ વેષને આધારે પણ સમજવું. આ રીતે વ્યવહારથી વેષ પણ ભાવશુદ્ધિના ઉપકારી તરીકે સિદ્ધ થયો.) II ૨૧ || ટીકાર્થ : વેષ એ ધર્મને રક્ષે છે એટલે કે વેષને લીધે ધર્મનું પાલન સહજતાથી થઈ શકે છે. (પ્રશ્ન : શી રીતે વેષ ધર્મની રક્ષા કરે?). ઉત્તર : વેષનો સ્વીકાર કર્યા પછીના કાળે જે સજ્જન પુરુષો હોય છે તેમનામાં અકાર્ય = હિંસા વિગેરે રૂપ ખોટા કાર્યને વિષે પ્રવૃત્તિ દેખાતી નથી. (કેમકે જે સજ્જન પુરુષો હોય તેઓ જે સ્વીકારે તેનાથી વિપરીત વર્તન સામાન્યથી કરે નહીં. એથી એક વાર વેષ સ્વીકારી લીધો પછી એના પ્રત્યેની વફાદારી પૂરેપૂરી જાળવે જ. જો વેષ ન હોત તો ન પણ જાળવત, માટે વેષ એ સજ્જન પુરુષોને વિષે ધર્મની રક્ષા કરે છે.) કદાચ ક્યારેક કોઈક રીતે = કર્મોદય વિગેરે કોઈક કારણસર સજ્જન પુરુષ અકાર્યમાં પ્રવર્તી જાય તો પણ જો વેષ પકડેલો હશે તો એ વેષને લીધે (હકુમતન) વિચારે કે “હું દીક્ષિત છું અર્થાત્ હું સાધુવેષવાળો છું' એમ વિચારીને આવી ખોટી પ્રવૃત્તિ માટે કરવી ઘટે નહીં.” આ પ્રમાણે વિચાર કરે. (અને આવો વિચાર આવ્યા બાદ એ ધર્મમાં સ્થિર થઈ જાય. આ રીતે વેષ એ ધર્મમાં = ભાવશુદ્ધિમાં ઉપકારી બને.) આ પ્રસ્તુત વાતમાં દૃષ્ટાંતને કહે છે કે : ચોરી, પરસ્ત્રીગમન રૂપ ભાવ ઉન્માર્ગ વડે (દ્રવ્ય ઉન્માર્ગ = ઉધો રસ્તો, ભાવ ઉન્માર્ગ = મોક્ષનો, ધર્મનો ઉંધો રસ્તો) પડતા = સદાચાર રૂપી પર્વતના શિખરથી પડવાની તૈયારીવાળા એવા પુરુષને જેમ રાજા બચાવી લે છે. (તમ વેષ ધર્મને બચાવી લે છે.) “યથી પુરુષ' આ બંને શબ્દ અધ્યાહાર છે = ગાથામાં ગર્ભિત રીતે રહેલા છે. (પ્રશ્ન : રાજા થોડીના સર્વજ્ઞ કે મન:પર્યવજ્ઞાની હોય કે જેથી ખોટી પ્રવૃત્તિ કરવા તૈયાર થયેલા વ્યક્તિના મનના ભાવોને જાણીને એને બચાવવા દોડી જાય અને આવા તો કેટલા ઠેકાણે એ દોડશે?) ઉત્તર : “રાજા બચાવી લે છે એનો ભાવાર્થ આમ જાણવો કે : (‘હું જો ખોટું કામ કરીશ અને પકડાઈ જઈશ તો રાજા મને દંડ કરશે = શૂળીએ ચડાવશે” વિગેરે રૂ૫) તેના = રાજાના દંડના ભયથી પહેલેથી જ પ્રવૃત્તિ શરૂ ન થાય.
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy