SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષ એ છે જ્યેષ્ઠ = પ્રધાન જેમાં એવો ધર્મ છે, વળી સામાન્યલોકમાં પણ પુરુષ એ પ્રભુ = માલિક હોય છે. (તો પછી) લોકોમાં ઉત્તમ = લોકોત્તર એવા ધર્મમાં વળી શું વાત કરવી? (એટલે કે લોકોત્તર ધર્મમાં તો સુતરાં પુરુષપ્રધાનતા હોય.) || ૧૫ || ટીકાર્થ : (સૌથી પહેલાં ધર્મ શબ્દની વ્યુત્પત્તિ ખોલે છે ત્યારબાદ એનો રૂઢિઅર્થ કરે છે.) દુર્ગતિમાં પડતા એવા આત્માને ધારણ કરનાર = પકડી રાખનાર = દુર્ગતિમાં નહિ જવા દેનાર હોવાથી એને ધર્મ કહેવાય. (પ્રશ્ન ઃ દુર્ગતિમાં પડતા જીવને અટકાવનાર હોવાથી તમે જેને ધર્મ કહો છો તે ધર્મ કયો છે?) ઉત્તર : તે ધર્મ શ્રત અને ચારિત્ર એમ બે સ્વરૂપનો છે. (અને તે ધર્મ) પુરુષપ્રભવ = પુરુષો = ગણધરોથી ઉત્પત્તિ છે જેમની એવો છે. (સૂત્રને રચનાર ગણધરો છે માટે તેમનાથી ઉત્પત્તિ' એવું કહ્યું.) તથા (ધર્મ) પુરુષવરદેશિત = પુરુષવર = તીર્થકરોવડે અર્થથી કહેવાયેલો છે. (અને) આ કારણસર = પુરુષપ્રભવ ધર્મ અને પુરુષવરદેશિત ધર્મ છે માટે ધર્મ એ પુરુષ છે સ્વામી જેનો એવો છે અને એને લીધે પુરુષ જ્યેષ્ઠ = પુરુષ એ છે પ્રધાન જેમાં એવો છે. (કેમકે જે જેનો માલિક હોય તે જ તેમાં પ્રધાન ગણાય. જેમ રાજા રાજ્યનો માલિક હોવાથી રાજ્યમાં તે સહુથી પ્રધાન પુરુષ કહેવાય તેમ અહીં ધર્મનો માલિક પુરુષ છે માટે ધર્મમાં પુરુષ પ્રધાન ગણાય.) (ધર્મ આવો પુરુષપ્રધાન હોવાને લીધે જ આજના દીક્ષિત એવા પણ સાધુને સો વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વીજી ભગવંતવડે વંદનાદિ કરાય છે.) (અવતરણિકામાં કરેલ પ્રશ્નનો જવાબ અહીં મળી જાય છે.) સામાન્ય લોકમાં પણ પુરુષ એ પ્રભુ = સ્વામી રૂપે ઓળખાય છે. લોકોત્તમ = લોકોત્તર = લોકમાં શ્રેષ્ઠ એવા ધર્મને વિષે શું કહેવું? (ત્યાં તો સુતરાં પુરુષ પ્રધાનતા હોય જ) (આ ગાથાના ઉત્તરાર્ધનો ટીકાકારશ્રી સ્પષ્ટ અભિપ્રાય બતાડતાં કહે છે કે:) સ્વલ્પબુદ્ધિવાળા = અત્યંત અલ્પજ્ઞાનવાળા એવા લોકવડે પણ (જો) આ માર્ગ જોવાયેલો = જણાયેલો હોય (કે “પુરુષ જ સામાન્યથી દરેક વાતમાં પ્રધાન ગણાય, જેમકે “રાજા” પુરુષ છે, “ઈન્દ્ર' પુરુષ છે, તીર્થકર’ પુરુષ છે, ઘરનો માલિક પણ “પુરુષ' ગણાય છે) (તો પછી) હિતાહિત, હેયોપાદેય વિગેરે તત્ત્વને જાણનારા એવા લોકોત્તર વ્યક્તિઓવડે તો વિશેષથી પુરુષ એ દરેક બાબતમાં પ્રધાન ગણાય' એ રૂપ માર્ગ જોવાયેલો = જણાયેલો હોય છે. અર્થાત્ એ તત્ત્વવેદિ લોકોત્તર ધર્મને પુરુષ પ્રધાન માને તેમાં જરાય આશ્ચર્ય નથી. આ પ્રમાણે ગાથાના ઉત્તરાર્ધનો અભિપ્રાય છે. T૧૫T லலல
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy