SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ अजरामरं जरामरणरहितं मोक्षं प्राप्ता भवन्ति, ततश्च तत्काले तदनुभावादेव प्रवचनं मर्यादावर्ति वर्तेत । तद्विरहे पुनराचार्यैः प्रवचनं तीर्थं चातुर्वर्णसङ्घरूपमागमरूपं च, साम्प्रतं युक्तमनुच्छृङ्खलं मर्यादावर्त्यविस्मृतं च सकलं सविज्ञानं सम्पूर्णं च धार्यते ध्रियते, अविच्युत्या स्मर्यते च, न च गुणविकलैरिदं कर्तुं शक्यम्, अतस्तदन्वेषणं युक्तमिति ॥ ११ ॥ – અવતરણિકા : પ્રશ્ન ઃ (વિનય કરવા માટે ગુરુ જોઈએ એ વાત બરાબર પણ એ) ગુરુના આટલો બધો ગુણોનો સમૂહ શા માટે શોધાય છે ? = જોવા માટે પ્રયત્ન કરાય છે ? એથી કહે છે કે : ગાથાર્થ : કોઈક કાળે જિનવરેન્દ્રો = તીર્થંક૨ ભગવંતો મોક્ષમાર્ગને આપીને (બતાડીને) અજરામર મોક્ષને પામી ગયા. (તેમના અભાવમાં) વળી આચાર્યો વડે સકલ અને સાંપ્રત એવું પ્રવચન ધારણ કરાય છે. (માટે આચાર્યશ્રી તીર્થંકર સમાન સ્થાને બિરાજમાન હોવાથી એમનામાં આટલા બધા ગુણોની શોધખોળ કરાય છે.) ।।૧૧।। ટીકાર્ય ઃ કોઈક કાળે (તે તે કાળે એટલે કે ત્રીજા-ચોથા આરામાં) જિનવરેન્દ્રો = જિનવરો કેવલી ભગવંતો, તેઓને વિષે ઈન્દ્ર સમાન = સર્વશ્રેષ્ઠ અર્થાત્ તીર્થંકર ભગવંતો, = પથ = જ્ઞાનાદિ (‘આદિ’થી દર્શન, ચરિત્ર લેવા) રૂપ (મોક્ષના) માર્ગને ભવ્ય જીવોને આપીને બતાડીને અજરામર = જરા એટલે ઘડપણ અને મરણ = મૃત્યુ, એ બન્નેયથી રહિત એવા મોક્ષને પામેલા હોય છે. (આવુ કહીને ગ્રંથકારશ્રી શું કહેવા માંગે છે એ વાત ટીકાકારશ્રી બતાડતાં કહે છે કે :) અને તેથી તેમના કાળમાં તેમના (તીર્થંકરના) પ્રભાવથી જ પ્રવચન (પ્રવચનનો અર્થ નીચે ક૨વામાં આવશે.) એ મર્યાદામાં વર્તનારુ = રહેનારુ બને (રહે) (અર્થાત્ શાસન એમના સમય દરમ્યાન સુવ્યવસ્થિત રીતે સંગઠિત થઈને ચાલ્યા કરે. એમાં નૂતન જીવોનો પ્રવેશ થયા કરે એમાં આશ્ચર્ય નથી.) (પણ) તેમના = તીર્થંકર ભગવંતોના વિરહમાં = ગેરહાજરીમાં વળી આચાર્ય ભગવંતો વડે પ્રવચન એટલે કે તીર્થ = ચા૨ છે વિભાગ જેના એવા સંઘરૂપ અને આગમરૂપ એવુ તીર્થ (પ્રવચન), સાંપ્રત એટલે કે યોગ્ય છતું = અનુશૃંખલ છતું, મર્યાદામાં રહેનારુ છતું, એટલે કે નહિ ભૂલાયેલુ છતું (ધારણ કરાય છે અને નિરન્ત૨૫ણે સ્મરણ કરાય છે.) (અને) સકલ છતુ એટલે કે વિજ્ઞાન વિશિષ્ટજ્ઞાન સહિતનું છતું અને સંપૂર્ણ છતું ( તે તે કાળે ઉપયોગી જેટલું હોવું જોઈએ તેટલુ સઘળુય છતું) ધારણ કરાય છે અને અવિચ્યુતિ વડે = નિરન્તર૫ણે સ્મરણ કરાય છે. (‘પ્રવ=ન’ શબ્દથી માંડીને ‘તે ચ’ સુધીનો સ્પષ્ટ અર્થ વિશેષાર્થમાં જણાવશું.) અને આ એટલે કે પ્રવચનનું ધારણ અને સ્મરણરૂપ ઉ૫૨ કહેલ કાર્ય, (આગળની ગાથામાં કહેવાયેલા) ગુણોથી રહિત એવા વ્યક્તિઓવડે કરવું શક્ય નથી. આથી તેનું = · ગુણોના સમૂહનું (ગુરુને વિષે) અન્વેષણ = શોધખોળ કરવી યોગ્ય છે. ।। ૧૧ || = =
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy