SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ तदेवमपि स्थिते जन्मपर्यायाभ्यां लघुतरं गुरुं मत्वा मन्दबुद्धिर्यः परिभवेत्तदनुशास्तिं दृष्टान्तेनाह बालो त्ति महीपालो, न पया परिहवइ एस गुरुउवमा । जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ।। ८ ।। बालो त्ति० गाहा : महीपालो राजा बालः शिशुरिति मत्वा न प्रजा तदनुचरलोकस्तं परिभवति न्यक्करोति। एषैवंरूपा गुरोराचार्यस्योपमा गुरूपमा । आस्तां तावदाचार्यो यं वा सामान्यसाधुमपि वय:पर्यायाभ्यां हीनमपि गीतार्थतया प्रदीपकल्पं पुरतः कृत्वा अग्रतो विधाय गुरुत्वेन गृहीत्वेति भावः, विहरन्त्यप्रतिबद्धतया मुनयः साधवः तथा सोऽपि गुरुरिव महीपालवद् वा तैर्न परिभवनीयः, तत्परिभवे दुस्तरभवदण्डप्राप्तेरित्याकूतम् ॥ ८ ॥ અવતરણિકા : તે આ પ્રમાણે સ્થિત હોતે છતે પણ એટલે કે ગુરુ એ પ્રધાન હોવા છતાં પણ ગુરુને ઉંમર તથા દીક્ષાપર્યાય વડે (પોતાના કરતાં) નાના માનીને જે મન્દબુદ્ધિવાળો શિષ્ય તેવા ગુરુનો પરિભવ = તિરસ્કાર કરે છે. તેને દષ્ટાંત દ્વારા અનુશાસ્તિ = હિતશિક્ષા આપે છે : ગાથાર્થ ? જેમ “રાજા તો બાળ = નાનો છે એ પ્રમાણે (વિચારીને) પ્રજા (એ બાળરાજાનો) તિરસ્કાર કરતી નથી પણ “અમારો આ રાજા છે” એમ વિચારી એમનો પૂર્ણપણે આદર સત્કાર કરે છે) આ ઉપમા આચાર્યને વિષે સમજવી અથવા તો જેને આગળ કરીને (જની નિશ્રાએ રહીને) મુનિઓ વિચરે છે તે પણ તે પ્રમાણે = પરિભવ કરવા યોગ્ય નથી. સાદા ટીકાર્થ ઃ “રાજા બાળ છે” એ પ્રમાણે માનીને પ્રજા = રાજાને અનુસરનાર લોક તેને = તે બાળ રાજાને તિરસ્કારતી નથી (ઉલટું “રક્ષક' માનીને આદર સત્કાર કરે છે.) આ = આવા પ્રકારના સ્વરૂપવાળી એટલે કે “પ્રજાનું બાળરાજાને નહિં તિરસ્કારવા રૂપ” પ્રકારવાળી ગુરુ= આચાર્યની ઉપમા છે. અર્થાત્ જેમ રાજા બાળ હોવા છતાં પ્રજા એને સ્વીકારે - સત્કારે છે તેમ ગુરુ ઉંમર કે દીક્ષા પર્યાય વડે નાના હોવા છતાં પણ શિષ્યોવડે સ્વીકારવા, સત્કારવા યોગ્ય છે. (કોક વાર એવું પણ બને કે ગુરુ = આચાર્યની જગ્યાએ બીજા કોઈ ગીતાર્થ – સંવિગ્નની નિશ્રામાં રહેવાનું બને તો ત્યારે કોને સ્વીકારવા - સત્કારવા? એ પ્રશ્નના ઉત્તર રૂપે હવે પછીનો ઉત્તરાર્ધ કહેવાય છે કે) આચાર્ય તો દૂર રહો (અર્થાત્ એ તો વિશિષ્ટ પ્રતિભાસંપન્ન હોવાથી એમની નિશ્રાએ રહેનારા એમની વાત હજુ સ્વીકારી પણ લે. પરંતુ) - (અથવા) જેને = સામાન્ય સાધુને પણ = આચાર્ય સિવાયના સાધુને પણ (કેવા?= ) ઉંમર અને દીક્ષા પર્યાય વડે નાના એવા મહાત્માને પણ માત્ર એક ગીતાર્થ હોવાને લીધે જે પ્રદીપ = દીવા સમાન છે અર્થાત્ દીવાની જેમ સ્વ-પર પ્રકાશક છે. તે સામાન્ય સાધુને પણ આગળ કરીને અર્થાત્ ગુરુ તરીકે માનીને, અપ્રતિબદ્ધપણે વિચરે છે.
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy