SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વિચર્યા' એમ કહીને ઋષભ પ્રભુને પણ ઉપસર્ગો કહી દીધાં હતાં. તો શું પરસ્પર વિરોધ ન આવે? ઉત્તર : અહો! ધન્યવાદ છે તમને કે આવું પૂર્વાપરનું ઉપસ્થિત રાખીને તમે આગળ વધો છો. પણ તમે જે વિરોધ બતાડ્યો એ ખરેખર આવશે નહિં કેમકે ત્યાં બંને પ્રભુને આશ્રયીને ભેગી વાત કરી છે. એથી ઋષભપ્રભુને માત્ર પરિષહો આવ્યા હોવા છતાં પણ પ્રભુ વીરને ઉપસર્ગો આવેલા હોવાથી ત્યાં ઉપસર્ગ' શબ્દ લખ્યો. જ્યારે અહીં તો માત્ર ઋષભ પ્રભુને આશ્રયીને જ નિરુપસર્ગ કહ્યું છે. અને એઓને ખરેખર કોઈ ઉપસર્ગ આવ્યા નહોતા માટે કોઈ વિરોધ નથી. (૨) પ્રશ્ન : “કર્મના શેષવડે આવી ચડેલા એમાં “શેષ' શબ્દ કેમ મૂક્યો? કર્મવડે આવી ચડેલા' એમ કેમ ન કહ્યું? ઉત્તર : વીર પ્રભુએ નંદન રાજર્ષિના ભવમાં માસક્ષમણ વિગેરે દ્વારા ઘણા કર્મો ખપાવી દીધાં હતાં છતાં એ વખતે થોડાક બાકી રહી ગયેલા અને બાકી રહી ગયેલ એવા એ કર્મોને લીધે પ્રભુને ઉપસર્ગો આવ્યા. માટે અહીં “શેષ' શબ્દ લખેલ છે. ૩] லலல उपसर्गोपस्थाने भगवनिष्प्रकम्पतां विनेयशिक्षणार्थमाह - न चइज्जइ चालेलं, महइ महावद्धमाणजिणचंदो ।। उवसग्गसहस्सेहि वि, मेरू जहा वायगुंजाहिं ।। ४ ।। 'न चइज्जइ०' गाहा : न चइज्जइ त्ति न शक्यते चालयितुं कम्पयितुं ध्यानाच्च्यावयितुं महति प्रक्रमान्मोक्षे कृतमतिरिति वाक्यशेषः, महावर्धमानजिनचन्द्र इति पूर्ववत् केवलं महांश्चासौ वर्धमानजिनचन्द्रश्चेति समासः, कैरित्याह- उपसर्गसहस्रैरपि उपसृज्यते सन्मार्गात् प्रेर्यते एभिरित्युपसर्गाः कदर्थनानि, तेषां सहस्राणि तैरपि। किंवदित्याह - मेरुः शैलराजो यथा वायुगुञ्जाभिः सशब्दप्रबलवातोत्कलिकाभिरिति ।। ४ ।। અવતરણિકા : શિષ્યને શિક્ષણ આપવા માટે ઉપસર્ગની હાજરીમાં ભગવાનની નિષ્પકંપતાને = “ઉપસર્ગો આવી ચડ્યા ત્યારે પ્રભુ કેવા મક્કમ હતાં?' એ મક્કમતાને ગ્રંથકારશ્રી કહે છે : ગાથાર્થ ઃ મોટા (= મોક્ષ)ને વિષે (કરાયી છે મતિ જેના વડે એવા) મહાનું વર્ધમાન નામના જિનચંદ્ર ઉપસર્ગોના હજારો વડે પણ (હજારો ઉપસર્ગો વડે પણ) ચલાવવાને માટે શક્ય નથી. જેમ મેરુપર્વત વાયુગુંજાઓ = અવાજ કરતાં વંટોળિયા વડે (ચલાવવાનું શક્ય નથી તેમ.) || ૪ | ટીકાર્થ ઃ ચલાવવાને માટે એટલે કે ધ્રુજાવવાને માટે એટલે કે ધ્યાનથી ચલિત કરવાને માટે શક્ય નથી. (પ્રશ્ન : કેવા વ્યક્તિ ચલાવવા માટે શક્ય નથી?) ઉત્તર : મોટાને વિષે = મોક્ષને વિષે. “પહ' શબ્દના વિશેષ્ય તરીકે “મોક્ષ' એ પ્રક્રમ = પ્રસ્તુત
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy