SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ઃ બંનેય ભગવાન વડે જાતે જ (તપના) આચરણ = કરવા દ્વારા (તપ મોક્ષના કારણ રૂપે) બતાવાયેલો છે. (અર્થાત્ પોતાનું મુક્તિ ગમન તે જ ભવે નક્કી હોવા છતાં એઓએ જે તપ આચર્યો એ સૂચવવા માટે કે ‘અમારો પણ જે મોક્ષ થવાનો છે તે આ તપથી થવાનો છે. નહીં કે ખાતાં-પીતાં કેમકે આ તપમાં દેહમમત્વના ત્યાગની પ્રેક્ટીસ (અભ્યાસ) હોય છે અને એ અભ્યાસનો અતિશય થતાં જ દેહરહિત = સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ શકે. જે મોક્ષરૂપ છે.') આ પ્રમાણે પરમાત્મા વડે બતાડાયેલું હોવાથી જ મુમુક્ષુ મહાત્માએ યથાશક્તિ તપમાં યત્નાતિશય કરવો જોઈએ. પરમાત્માનું દૃષ્ટાંત લેવા પાછળ આવો તાત્પર્ય હોવાથી અશક્યાનુષ્ઠાનવિષયવાળો ઉપદેશ નથી. કેમકે આ તાત્પર્યમાં ‘યથાશક્તિ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ટીકાનો ‘તિ’ શબ્દ ગાથાના પદના અર્થો પૂરા થયાનો સૂચક છે. આ બંનેય પ્રભુના કથાનકો અત્યંતપ્રસિદ્ધ હોવાથી (મારા વડે) નથી કહેવાયા. ।। ૨ ।। વિશેષાર્થ : (૧) પ્રશ્ન ઃ ટીકામાં ‘સંવત્સર’નો અર્થ માત્ર ‘વર્ષ’ એમ જ કર્યો છે. તો તમે એનો અર્થ ‘એક વર્ષ’ એવો કેવી રીતે કર્યો? ઉત્તર ઃ એક વચન જે ‘વર્ષ’ શબ્દમાં છે તે જ એક સંખ્યાનો સૂચક છે ઘણા વર્ષો લેવા હોય તો બહુવચન કરવું પડે. માટે ‘એક વર્ષ સુધી’ એમ અર્થ કર્યો. (૨) ટીકાકારશ્રીએ ‘વિહરણ’નો રુઢિ અર્થ સાથે શબ્દાર્થ ખોલીને એક મસ્ત પદાર્થ જણાવી દીધો. તે આ પ્રમાણે :- ‘ઉપસર્જ... પટિો' આવો અર્થ ખોલ્યો. એમાં પર્યાૌ એ શબ્દાર્થ છે અને ૩૫સર્વપજ્ઞસહનાર્થ એ રુઢિ અર્થ છે. હવે ‘જેમ જેમ અપરિચિત સ્થાનોમાં જવાનું થાય તેમ તેમ તકલીફો વધુ પડે’ આ એક સામાન્યથી હકીકત છે. એથી પ્રભુઓનું જે વિચરણ હતું તે કુતૂહુલતાભર્યું = દેશ-વિદેશોને જોવાની ઈચ્છાથી પ્રેરિત નહોતું પણ ઉપસર્ગ, પરિષહોને સહન કરવા માટેનું હતું. કેમકે બંનેય પ્રભુ સાધ્વાચારથી અપરિચિત એવા ક્ષેત્રોને વિષે સામાન્યથી વિચરતાં હતાં એથી ત્યાં તકલીફો વિશેષ પડવાની જ. (૩) ‘નિર્મોનનૌ’ શબ્દથી જે ફલિતાર્થ નીકળી શકે તે ફલિતાર્થ રૂપ ‘૩પોષિતૌ’ છે. અને એ અર્થ ક૨વો આવશ્યક એટલા માટે છે કે ‘ભોજન ન મળતાં ભોજન વગરનો તો ભિખારી પણ ગણાય, પણ એ ‘ઉપવાસી’ ન ગણાય. કેમકે ‘ઉપવાસી'નો ભાવાર્થ ‘મનથી ભોજનત્યાગી' એવો થાય છે જે અર્થ ભિખારીમાં ઘટી શકે નહીં. જ્યારે બંને પ્રભુ ભોજન ન્હોતું મળતું માટે ‘ભોજન વગરના' તો ક્યારેક હતાં જ સાથે મનથી પણ એ ભોજન પ્રત્યેની આસક્તિ છૂટી ગઈ હોવાને લીધે ‘ઉપવાસી’ પણ હતાં.' આવું જણાવવા ફલિતાર્થ કર્યો. (૪) ‘તથાવિધવિવિત’ શબ્દનો વિશેષ્ય ‘શિષ્ય (વ્યક્તિ)' એ અધ્યાહારથી પ્રકૃતના આધારે સમજવાનો છે. પણ ‘ઉપદેશ’ ને વિશેષ્ય સમજવો નહીં.
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy