SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ છે' એમ વિચારીને (પોતે રચેલ) દેવી માયાને સંહરીને પ્રગટ કરાયેલ દિવ્યરૂપવાળો (તે) મુનિના પગમાં પડ્યો અને ઈન્દ્રની પ્રશંસા વિ. સર્વ વૃત્તાન્તને (= પ્રસંગને) કહીને બોલ્યો છે કે “મારા વડે શું કરવા યોગ્ય છે?' મુનિએ કહ્યું કે - “શક્તિ પ્રમાણે ધર્મને વિષે ઉદ્યમ (કરવા યોગ્ય છે.)” (ત્યારપછી) તે દેવ પોતાના સ્થાને ગયો. અને મુનિ પણ સ્વસ્થાને = ઉપાશ્રયે ગયા. (ઉપાશ્રયે પહોંચેલા) મુનિએ શું થયું? ગ્લાન મહાત્મા ક્યાં છે? વિગેરે) પૂછતા સાધુઓને જે પ્રમાણે થયું તે પ્રમાણે કહ્યું. પાછળથી મૃત્યુના સમયે ગૃહસ્થઅવસ્થાના દોર્ભાગ્યના સ્મરણવાળા તેમના વડે “મનુષ્યભવમાં હું સુંદર ભાગ્યવાળો થાઉં.” આ પ્રમાણે નિયાણું કરાયું. (ત્યાંથી મૃત્યુ પામી) સ્વર્ગે ગયા. ત્યાંથી અવીને દશમા દશાઈરાજા વસુદેવ નામે થયા. (સમુદ્રવિજય નેમિનાથપ્રભુના પિતાશ્રી), અક્ષોભ્ય વિગેરે દસ ભાઈઓ દશાર કહેવાય. વસુદેવ દસમા નંબરના ભાઈ હતા. તેથી દશમા દશાર કહેવાયા) યૌવનવય પામેલા નગરમાં ફરતાં તેમના વડે પુરસુંદરીઓના શ્રેષ્ઠ કન્યાઓના) હૃદય હરાયા કે જેણીઓ સ્વગૃહકાર્યને પણ છોડી દેતી હતી. તે કારણે નગરજનો દ્વારા વિનંતી કરાયેલ સમુદ્રવિજયના આગ્રહથી વસુદેવ દેશપર્યટન માટે નીકળ્યા, દેશપર્યટનના હેતુથી પૃથ્વીને વિષે ફરતાં, અતિસુંદર રૂપથી આક્ષિપ્ત મનવાળા સર્વ લોકોવડે અન્ય અન્ય સ્થાનોમાં લઈ જવાતા તેમના વડે હજારો વિદ્યાધરો અને રાજાઓની શ્રેષ્ઠ કન્યાઓ પરણાઈ. (અને) અતિશય વૈષયિકસુખ પ્રાપ્ત કરાયું. પાછળથી ભાઈઓ સાથે મળ્યા ત્યારબાદ, અર્ધચક્રી = વાસુદેવ કૃષ્ણ પુત્રરૂપે ઉત્પન્ન થયા અને તે કૃષ્ણના પણ પ્રદ્યુમ્ન વિ. શ્રેષ્ઠપુત્રો ઉત્પન્ન થયા ત્યારે) તેઓ વડે હરિકુળ = વાસુદેવના કુળનું પિતામહત્વ = વડીલપણું પ્રાપ્ત કરાયું. (આ રીતે “કુળરહિત એવા નર્દિષેણ પણ પછીના ભાવમાં હરિકુળના પિતામહ બન્યા” એનું કથાનક કહેવાયું) હવે, ગાથાર્થ કહેવાય છે. શું નર્દિષણનું કુળ હતું? (કહેવાનો આશય એ છે કે, છિન = છેદાઈ ગયેલ (માતા-પિતા મરી ગયેલ હોવાને લીધે) નહોતું, ધિજાતીય = ભિક્ષુક બ્રાહ્મણકુળવાળો હોવાથી હોવા છતાં પણ ગૌરવરહિત હોવાથી) નહોતું. તો પણ (પરભવમાં) જે કારણથી આ = નદિષેણ (વિમત્ર પાઠના આધારે) પવિત્ર અથવા તો (વિત્રણ પાઠના આધારે) વિસ્તીર્ણ = વિશાળ એવા હરિકુલના પિતામહ = વડીલ નામે વસુદેવ થયા. જેમાં હેતુ = કારણ (પૂર્વભવીય) સુચરિત = વૈયાવચ્ચ, સાધુજીવનાદિ સુંદર અનુષ્ઠાનો બન્યા. તેથી તે સુંદર અનુષ્ઠાન જ પ્રધાન છે (પણ કુળ નહીં)” આ વાત ગાથામાં કહી ન હોવા છતાં પ્રકૃતિના આધારે જણાય છે. તથા તે કાળે (વસુદેવના ભવમાં) વિદ્યાધરીઓ અને રાજકન્યાઓ વડે વસુદેવ જે સહર્ષ ઈચ્છાય છે તે પૂર્વભવમાં કરેલ વૈયાવચ્ચાદિનું ફળ જાણવું. કારણકે, અનેક નારીઓનું પ્રાર્થના વૈયાવચ્ચદિજન્ય પુણ્યની શેષથી= બાકી રહેલ ભાગથી પ્રાપ્ત કરવા યોગ્ય છે. (અર્થાત્ વૈયાવચ્ચાદિના પુણ્યથી સ્વર્ગાદિના
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy