________________
પિતાને કહ્યું “જો મને વજૂવામીને છોડીને બીજો પરણશે તો હું પ્રાણોને છોડી દઈશ. (= મરી જઈશ)” તેથી સંતાનના સ્નેહના વશથી = કારણે તેના આગ્રહને જાણીને બીજા દિવસે સાર્થવાહ રત્નોની સેંકડો કોટી = કરોડો રત્નો સહિતની, કરાયેલ શણગારવાળી, ઝાંખી કરાઈ છે અપ્સરાઓની સુંદરતા જેણી વડે એવી કન્યાને લઈને પૂજ્યની પાસે ગયો. (ત્યાં) (જીવોને) માર્ગમાં લાવવા માટે વિરૂપતાના દર્શનથી ઉત્પન્ન થયેલ વિમુખતાવાળા લોકોના આનન્દના અતિરેક = એકદમ આનંદની પ્રાપ્તિ માટે વિદ્યાના પ્રભાવથી કરાયું છે ત્રણ ભુવનને ગતિશાયી = ઓળંગી જનાર અર્થાત્ અતિસુંદર રૂપ જેઓ વડે
એવા, સુવર્ણના કમળ પર બેસેલા, ધર્મને કહેતા પૂજ્ય = વજૂસ્વામી સાર્થવાહ વડે જોવાયા. ત્યારબાદ વિનયપૂર્વક પ્રણામ કરીને રચાયું છે = કરાયું છે હાથનું સંપુટ જેના વડે એવા એણે = સાર્થવાહે કહ્યું.
“હે પૂજ્ય! મારા જીવનથી પણ અધિક, રત્નની રાશિઓથી યુક્ત એવી આ કન્યાના ગ્રહણ વડે મે = મારા પર અનુગ્રહ = કૃપા કરો.” (સપ્તમીના અર્થમાં ષષ્ઠી સમજવી)
પૂજ્ય કહ્યું “ભદ્ર! આ અતિભોળી વ્યક્તિના મનમાં પણ બેસશે નહીં કે સિદ્ધિવધૂના સમાગમમાં બંધાયો છે અધ્યવસાય = પરિણામ જેઓનો એવા, શાશ્વત સુખના અભિલાષી એવા સાધુઓ મળ, મૂત્ર, સત્ર= આંતરડા, પરસેવાથી ભરેલી યુવતીઓને વિષે અને ક્ષણમાં નાશ પામનારા એવા ધનને વિષે ગ્રહણ કરવાની બુદ્ધિને ધારણ કરશે. તેથી અવિવેકી વ્યક્તિને ઉચિત = યોગ્ય એવી આ વાતથી સર્યું. જો આનો મારા વિષે અનુરાગ છે તો સ્વાર્થને = આત્મહિતને સાધવા વડે મારા મનના આનંદને કરે.”
કન્યા બોલી, “પૂજ્યના વચનના પાલન વડે પણ હું કૃતાર્થ = તૃપ્ત થાઉં.” તેથી પિતા વડે રજા અપાયેલી પૂજ્યવડે દીક્ષિત કરાઈ.
તેથી “આ જ ધર્મ છે જેમાં આવા પ્રકારના પ્રભાવવાળાની પણ આવી (= ઉપર કહી તેવી) નિર્લોભતા છે.” આ પ્રમાણે વિચારીને ઘણા જીવો પ્રતિબોધ પામ્યા. ૪૭
વિશેષાર્થ: (૧) પ્રશ્ન : મૂળ ગાથામાં “રત્નાદ્રીનાં' શબ્દ નથી, છતાં ટીકાકારશ્રીએ ‘નથ’ દ્વારા બહારથી લાવી દીધો તો એનું પ્રયોજન શું છે?
ઉત્તર : જો “રત્નાલિીનાં' ન લાવે તો “ધનના ઢગલાના સેંકડો કરોડો વડે એવો અર્થ થાય, જે બેસે નહિં, કેમકે ધનસાર્થવાહ કાંઈ સેંકડો ધનના ઢગલાઓ નહોતા લાવેલા પણ કરોડો રત્નો વિ. લાવેલા, એથી “રત્નાકીના” બહારથી લાવીને ટીકાકારશ્રીએ અર્થ સંગત કરી દીધો.
லலல न चैतदाश्चर्यम्, एवंविधा एव साधवो भवन्तीत्याह -
अंतेउरपुरबलवाहणेहिं वरसिरिघरेहिं मुणिवसहा ।
कामेहिं बहुविहेहिं य, छंदिज्जंता वि नेच्छंति ॥ ४८ ॥ अंतेउर० गाहा : अन्तःपुरादिभिः करणभूतैर्मुनिवृषभाः सुसाधवश्छन्द्यमाना निमन्त्र्यमाणा अपि नेच्छन्ति नाभिलषन्ति तानीति गम्यते इति सम्बन्धः, तत्राऽन्तःपुराणि विशिष्टयोषित्सङ्घाताः, पुराणि