SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો બોલ્યો “મારા પણ જંગલમાં મુનિઓ રહ્યા છે.” તેથી ભક્તિ અને કુતૂહલ વડે બને તેમના વન્દન માટે ગયા. કોઈપણ કારણે વિકથામાં પ્રવર્તેલા મુનિઓ જોવાયા. તેથી તે બે તેઓથી વિરક્ત થયા (અને) બીજાને વિષે = બલમુનિ વિષે અત્યંત અનુરાગી થયા. “તું ધન્ય છે કે જે તું આમના ચરણોને દરરોજ દેખે છે” આ પ્રમાણે મિત્રદેવ વડે તિન્દુકયક્ષ પ્રશંસા કરાયો. એક વખત ગ્રહણ કરાયેલ પૂજાપા(પૂજાની સામગ્રી)વાળી રાજકુમારી ભદ્રા તેના મંદિરમાં ગઈ. પ્રદક્ષિણાને કરતી તેણી વડે અસ્વચ્છ શરીરવાળા મુનિ જોવાયા. એણી વડે જુગુપ્સાથી ઘૂંકાયું. યક્ષને ગુસ્સો ઉત્પન્ન થયો. “પૂજ્યના અપમાનનું ફળ આને દેખાડું” એ પ્રમાણે વિચારીને તેના વડે) તેણીનું શરીર અધિષ્ઠિત કરાયું. (તે તેણીના શરીરમાં પ્રવેશ્યો.) જાતજાતના લવારા કરતી સેવકો વડે પિતા પાસે લઈ જવાઈ. સંતાનના સ્નેહથી મોહિત તેના વડે (= પિતા વડે) ચિકિત્સા કરાવાઈ. કોઈ ફરક ન થયો. વેદ્યો નિરાશ થયા. તેથી યક્ષે પ્રગટ થઈને કહ્યું “આ પાપીણી વડે મારા સ્વામી એવા મુનિ અપમાનિત કરાયા છે, જો તેમની જ પત્ની થાય તો મૂકું, અન્યથા નહીં” તેથી “જીવતીને દેખીશ (પુત્રી ભલે રાજપત્નીને બદલે મુનિ પત્ની થાય પણ કમસેકમ જીવતી તો જોઈ શકીશ.)” આ પ્રમાણે વિચારીને રાજા વડે પરિજન સહિત = સેવકો સાથે (તેણી) તે મુનિની પાસે મોકલાઈ અને જઈને પગમાં પડેલી તેણી બોલી. “હે મહર્ષિ! આપના હાથ વડે (મારો) હાથ ગ્રહણ કરો. હું આપની સ્વયંવરા છું = મારી ઈચ્છાથી આપને વરું છું' મુનિએ કહ્યું “હે ભદ્રા! મુનિઓ વિષયના સંગથી નિવૃત્ત થયેલા હોય છે. આ કથા વડે સર્યું (= આ વાત કર નહીં.)” ત્યારબાદ ટીખળપ્રિય હોવાથી યક્ષ વડે મુનિના શરીરમાં પ્રવેશ કરીને તેણી પરણાઈ અને કરાયેલ વિડમ્બનાવાળી = હેરાનગતિવાળી છતી મુક્ત કરાઈ. સ્વપ્નની જેમ આ બધું દેખીને કરમાયેલા મુખવાળી તેણી પિતા પાસે ગઈ. તેથી તેના–રાજપુત્રીના ઉદ્દેશથી રુદ્રદેવ નામના પુરોહિત (રાજાને) કહ્યું “ઋષિઓ વડે ત્યજાયેલી પત્ની બ્રાહ્મણોને અપાય છે” એવો વેદાર્થ છે = આવું વેદમાં કહ્યું છે. રાજા વડે પણ “આ જ પ્રાપ્તકાળ છે = હવે આ જ કરવા યોગ્ય છે” એમ વિચારીને તેણી પુરોહિતને અપાઈ. યજ્ઞને કરતાં તેના વડે યજ્ઞપત્ની કરાઈ. મુનિ પણ માસક્ષમણના પારણામાં ભિક્ષા માટે યજ્ઞપાટકમાં = યજ્ઞમંડપમાં પ્રવેશ્યા. “બ્રાહ્મણોને નહીં અપાયેલ છતું શુદ્રાધમ એવા તને નહી અપાય” આ વિગેરે રીતે બ્રાહ્મણો વડે તે અપમાનિત કરાયો. તેથી યક્ષવડે તેમના = મુનિના શરીરમાં પ્રવેશ કરીને “યાવજીવ અબ્રહ્મથી નિવૃત્ત અને અહિંસા વિગેરે વ્રતોને ધારણ કરનારો હું બ્રાહ્મણ કેવી રીતે નથી? અને પશુવધ વિ. પાપોમાં રત અને સ્ત્રીના અવાચ્યદેશના મર્દક = અબ્રહ્મનું સેવન કરનાર એવા તમે કેવી રીતે બ્રાહ્મણો છો?' વિગેરે વાક્યો વડે તિરસ્કાર કરાયેલા તે બ્રાહ્મણો મુનિને મારવાને શરૂ થયા. યક્ષવડે પણ માહિત્ય= મારીને નીકળતી લોહીની ઉલ્ટીવાળા, શિથિલ = છૂટા કરાયેલ છે બંધ જેઓના એવી સંધિવાળા જમીન પર પડાયા. કોલાહલ થયો. તેને સાંભળીને ભદ્રા બહાર આવી. મુનિ જોવાયા અને ઓળખાયા. ત્યારબાદ રુદ્રદેવવિ. ને ઉદ્દેશીને કહ્યું “હે દુષ્ટબુદ્ધિવાળાઓ! આમને કદર્થતા એવા તમે યમરાજના ઘરે જશો. કેમકે તે આ મહાપ્રભાવવાળા, દેવથી પૂજાયેલ મુનિ છે.” તેથી તેમના ચરણોમાં પડેલા તેઓએ અને ભદ્રાએ કહ્યું “હે મહામુનિ! અજ્ઞ = મૂર્ખ એવા અમારા વડે જે અપરાધ
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy