SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વાસુદેવ બોલ્યો ‘‘કેવી રીતે ?’’ ત્યારબાદ ભગવાન વડે તેમનો = ઢંઢમુનિનો અભિગ્રહ કહેવાયો. વાસુદેવ ખુશ થયો. અને નગરીમાં પ્રવેશતા તેના વડે દુકાનોવાળા માર્ગમાં = રાજમાર્ગમાં ઢંઢમુનિ જોવાયા. હાથી પરથી ઉતરીને વિનયપૂર્વક વંદન કરાયા અને આ જોઈને એક શેઠ વડે ‘આ મુનિ વાસુદેવને પણ માનનીય પૂજનીય છે’’ એ પ્રમાણે વિચારીને તે મુનિ પોતાના ઘરે શ્રેષ્ઠમોદકો વડે પ્રતિલાભિત કરાયા = મોદકો વહોરાવાયા. (મુનિ) ભગવાન પાસે ગયા. ભગવાન પૂછાયા ‘‘શું (મારું) લાભાન્તરાય કર્મ નાશ પામ્યું ?’’ ભગવાન વડે કહેવાયું, “ના.’’ તે બોલ્યા, “મને લાભ = ગોચરીની પ્રાપ્તિ કેવી રીતે થઈ ?’’ = ભગવાને કહ્યું “કૃષ્ણની ઉપાધિથી = તેણે સમીપ આવી તને વન્દન કર્યા તે કારણે.'' તેથી વિશુદ્ધઅધ્યવસાયવાળા, ‘આ પરલબ્ધિ છે’ એટલે વિધિથી પરઠવતા શુક્લધ્યાન રૂપી અગ્નિથી બળાયું છે ઘાતીકર્મરૂપી ઈન્ધન જેમના વડે એવાને = ઢંઢમુનિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ।।૩૮।। XOXOXO तदेवमयं भगवानाहारेऽप्रतिबद्धस्तथा च स्वार्थसाधको जातः । अत एव सर्वसाधूनामाहारादिप्रतिबन्धं प्रत्यनधिकारितामुपदिशन्नाह आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ।। ३९ ।। – आहारेसु० गाहा : आहारेषु शुभेषु विशिष्टरसयुक्तेषु चशब्दादुपकरणेषु वस्त्रपात्रादिषु शुभेष्विति प्रत्येकमभिसम्बध्यते, रम्यावसथेषु कमनीयोपाश्रयेषु काननेषु विचित्रोद्यानेषु, चशब्दः समुच्चये, साधूनां नाधिकारस्तदासक्तिं प्रतीति गम्यते । तर्हि क्वाधिकार इत्याह अधिकारो धर्मकार्येषु तपोऽनुष्ठानादिषु तद्धनत्वात्तेषाम् ॥ ३९ ॥ = અવતરણિકા : તે આ પ્રમાણે આ ભગવાન્ = પૂજ્ય એવા ઢંઢમુનિ આહારમાં અપ્રતિબદ્ધ અનાસક્ત હતા અને તે રીતે (= એટલે જ) સ્વઅર્થના = મોક્ષના સાધક થયા. આ કારણે જ ‘તમામ સાધુઓની આહારાદિની આસક્તિને વિષે અનધિકારિતા છે’ એ વાતને કહેતા ગ્રંથકારશ્રી કહે છે : ગાથાર્થ ઃ શુભઆહારોમાં, સુંદર ઉપાશ્રયોને વિષે અને સુંદ૨ ઉદ્યાનોને વિષે સાધુઓનો અધિકાર નથી. ધર્મકાર્યોમાં અધિકાર છે. ।।૩૯ || ટીકાર્થ : (૧) વિશિષ્ટ રસથી યુક્ત એવા આહારોમાં, હૈં શબ્દથી (૨) વસ્ત્ર - પાત્ર વિગેરે ઉપકરણોમાં, શુભેવુ પદનો દરેક વિશેષ્ય પદ સાથે વિશેષણ તરીકે અન્વય કરવાનો છે તેથી
SR No.023127
Book TitleUpdesh Mala
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy