________________
આવકાર આપી જે આશાતીત વિજય અપાવ્યો છે અને ઉત્સાહ પ્રેર્યો છે, તે આભાર શબ્દમાં શી રીતે આવી શકે?
શ્રી આચારાંગ જેવા ગહન અને આધ્યાત્મિક વિષયને સરળ, જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપયોગી અને આટલે આકર્ષક બનાવી શકાય છે, એ હું આ ભાષાન્તર જોઈ સાવ નવીનતા અનુભવું છું.
અનુવાદક મુનિરાજની લેખિનીમાં જ ઊંડાણ, રેચકતા, મીઠાશ અને પ્રૌઢત્વ સહજસાધ્ય છે. પણ આ અનુવાદમાં કેવળ આધ્યાત્મિક ગ્રંથ હોવા છતાં જે પ્રસાદગુણ આવ્યું છે એ હૃદયમાં કંઈક અદ્ભુત આનંદેર્મિઓ, અવનવી પ્રેરણુઓ જન્માવ્યા વિના રહેતો નથી.
આ ગ્રંથને અમુક વિભાગ જુદાં જુદાં પત્રોમાં પ્રકાશિત થઈ ચૂક્યા પછી અને લેકેની મહિનાઓ થયાં ઉપરાઉપરી માગણી ચાલુ હેવા છતાં અમે અમારું પ્રકાશન મોડું આપી શકીએ છીએ તે બદલ દુઃખ થાય એ સ્વાભાવિક છે. છતાંય મોડેમોડુંય અમે જે આપીએ છીએ એ મીઠું અને સંતોષપ્રદ છે, એ અમારી શ્રદ્ધા અને આસ્થાસન આપે છે.
અમારાં બીજાં સૂત્રપ્રકાશનેની અપેક્ષાએ આ ગ્રંથના મૂલ્યની અધિકતા દેખાશે, પણ એની પાછળનાં અમારાં શ્રમ, સાધન અને સમયને ઉપગ જોનારને એ અસ્વાભાવિક નહિ જ લાગે.
લિ. સેવક, લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી
મંત્રી, શ્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર,
માણેક, અમદાવાદ.