SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ ઉદ્દેશક વનસ્પતિકાય [૧] જંબૂ! જે બુદ્ધિમાન અને સાવધાન સાધક અભયને યથાર્થ રૂપે ઓળખીને “કાઈ પ્રાણી જાતને નહિ દૂભવું” એવો નિશ્ચય કરે છે અને હિંસાદિ કાર્યોથી તથા સંસારનાં બંધનોથી વિરક્ત થાય છે તે જ જૈનસંઘને અણગાર (ત્યાગી) શ્રમણ કહેવાય છે. નેંધ –અભયની બીના અગાઉના ઉદ્દેશકમાં આવી ગઈ છે. [૨] જંબૂ બેલ્યા–ગુરુદેવ ! કર્મના બંધનનું તથા જરામરણરૂપ સંસારચક્રનું મૂળ કારણ શું હશે ? ગુરુદેવે કહ્યું –શદાદિ વિષયો–કામગુણો–એ સંસારનું કારણ છે અને સંસાર એ વિષયેનું કારણ છે. નોંધ –વસ્તુતઃ અહીં કારણને ઉદ્દેશ ઉપાદાન કારણ નહિ પણ નિમિત્ત કારણ પૂરતો છે. સંસારનું ઉપાદાન (મૂળ) કારણ તે આસક્તિ જ છે, અને વિષય તો માત્ર નિમિત્ત (ગૌણ–આનુષંગિક) કારણો છે. પરંતુ નિમિત્ત કારણે પણ ઉપાદાનનાં ઉત્તેજક તો છે જ. આથી નિમિતે કારણથી સાવધ રહેવું એ સાધકની સાધનાનું પ્રથમ લક્ષ્ય હોવું ઘટે. [3] ભગવન! વિષયે સંસારનું કારણ શી રીતે બની શકે ? આત્મનિષ્ઠ જંબૂ! ઊંચી, નીચી, તીરછી અને પૂર્વાદિ દિશાએમાં જઈને કે રહીને આ જીવાત્મા અનેક પદાર્થોના સંસર્ગમાં આવે
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy