SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સૂક્ષમ અહિંસા [૫] બૂએ કહ્યું –ગુરુદેવ! અહિંસકવૃત્તિ એ પ્રમાદરૂપી ઝેરને રોકવાના સાધનરૂપ છે એમ આપે સૌથી પ્રથમ જ કહ્યું છે. હવે પૃથ્વી અને પાણી સિવાય આ વિશ્વમાં ઈતર જીવો ક્યા ક્યા છે, તેનું સંક્ષિપ્ત વર્ણન કરવા કૃપા કરે. સુધર્મસ્વામીએ કહ્યું કે –અગ્નિકાયના જીવોનું અહીં વર્ણન કરું છું. તેની પણ હિંસા કરવી ન ઘટે. છતાં કેટલાક પિતાને સાધુ કહેવડાવનારાઓ પણ અગ્નિકર્મના મહારંભદ્વારા અગ્નિના જીવો પર શસ્ત્રો ચલાવે છે અને તેમને તથા તેમને આશ્રયે રહેલા કીડા, ઉધઈ અને એવા નાનામોટા કૈક જીવોને હણી નાખે છે, એ ગ્ય નથી. નેંધા–મોટામોટા અગ્નિના સમારંભ કરીને પંચ ધૂણી ધખાવામાં ધર્મ થાય છે, જલશુદ્ધિથી પાપનો નાશ થાય છે, આવીઆવી અનેક માન્યતાઓ તે કાળમાં બહુ પ્રચલિત હતી. ભગવાન મહાવીરે જલ. અગ્નિ ઇત્યાદિમાં પણ ચેતન્ય છે એમ બતાવી તેની હિંસામાં ધર્મ હોઈ જ શકે નહિ એવું સ્પષ્ટ સમજાવ્યું છે. તેને લગતી ઉપલી બીના છે. [૬] તેથી જ ભગવાને ત્યાં આ છવિતવ્ય નિભાવવાને વિવેક સમજાવ્યો છે. છતાં કઈ વંદન, માન કે સત્કાર માટે, અથવા જીવન માટે, કર્મબંધનથી મુક્તિ માટે કે શારીરિક તથા માનસિક દુઃખના નિવારણને માટે (ધર્મનિમિત્તે) સ્વયં અગ્નિને સમારંભ (હિંસા) કરે છે, બીજાઓ દ્વારા કરાવે છે કે કરનારને અનુમોદન આપે છે, તે તે વસ્તુ તેના હિતને બદલે હાનિકર્તા અને જ્ઞાનને બદલે અજ્ઞાનજનક નીવડે છે. [] ભગવાન કિંવા જ્ઞાની પુરુષોના સંસર્ગથી રહસ્યને પામીને તેમાંના કેટલાકને આવું જ્ઞાન થઈ જાય છે કે “જેઓ વિવિધ પ્રકારનાં શસ્ત્રોથી અગ્નિકર્મને સમારંભ કરી અગ્નિના છ પર શસ્ત્રને આરંભ કરે છે, અને તેને લઈને તદાશ્રિત રહેલા અનેક જીવોને હણી નાખે છે, તેમને તે વસ્તુ ખરેખર બંધન, આસકિત, માર અને નરકના કારણભૂત છે. આમ છતાં પણ આસક્ત લેકે હોય છે, તેઓ તો અજ્ઞાનમાં મૂંઝાઈને એવું અધાર્મિક કાર્ય કરી જ નાખે છે.”
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy