SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૭૩. અસત્યનું ખંડન સહેજે થઈ જાય છે એથી ખંડનાત્મક પ્રવૃત્તિને બદલે ઊલટું એ મંડનાત્મક પ્રવૃત્તિ સર્વ દર્શનોના સત્ય અને વિકસાવે છે અને બધા દર્શને વચ્ચે સહકાર સાધી આપવાનો પ્રયત્ન કરે છે. - જૈમિનિના કર્મકાંડેય એમને માન્ય છે પણ એ એટલું જ કહે છે કે યજ્ઞમાં જે હરિ હેમવાનું છે તે બહાર નથી. એ કહે છે કે – तवो जोई जीवो जोइठ्ठाणं, जोगा सुया सरीरं कारिसंग। कम्मेहा संजमजोगसंती, होमं हुणामि इसिणा पसत्थं ॥ –૩૦ ૦ ૨૨ જે યજ્ઞમાં તપરૂપ અગ્નિ છે, જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન અને કાયાની એકવાક્યતા રૂ૫ કડછી છે, શરીરરૂપ સુંદર યજ્ઞવેદિકા છે, કર્મરૂપી ઇંધન છે અને સંયમરૂપી શાન્તિમંત્ર છે એ પ્રશસ્ત ચારિત્રરૂપ ભાવયજ્ઞને કરે કે જે યજ્ઞને મહર્ષિજનોએ ઉત્તર ગણ્યો છે. સારાંશ એ છે કે જૈનદર્શન સૌ કોઈની માન્યતાને સદુદ્દેશ બતાવે છે વળી એ કઈ ધર્મનાં શાસ્ત્રો ખેટાં છે એમ નથી કહેતું. એ તો એમ કહે છે કે જોનારની દૃષ્ટિ બેટી છે એથી ખોટું દેખાય છે. માટે દૃષ્ટિને સમ્યક્ કરે. " सम्मादिहिस्स सम्मसूयं मिच्छादिहिस्स मिच्छासूयं ॥" -- iી જેની દૃષ્ટિ સમ્યફ છે એને સમ્યફરૂપે પરિણમશે અને જેની દષ્ટિ મિથ્યા છે એને સભ્યશ્રુત પણ મિથ્થારૂપે પરિણમશે. માટે સમ્યક્દષ્ટિ બને. એ સારુજ એ કેવળ સત્યની આરાધના કરવાનું કહે છે. એની પૂજા અને ઉપાસનામાંયે સદ્દગુણનું કેન્દ્ર છે. અને ભક્તિ પણ પૂર્ણ ત્યાગમાં જુએ છે. જેન દર્શનમાં છવ અને અજીવ બ તત્ત્વોને સ્વીકાર છે. સાંખ્યની જેમ જીવોની અનંતતાને એ સ્વીકારે છે પણ એ બૌદ્ધ દર્શનની જેમ એકાંત અનિત્ય કે સાંખ્ય કે વેદાંતની જેમ એકાંત
SR No.023120
Book TitleAcharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra Maharaj
PublisherLakshmichand Zaverchand Sanghvi
Publication Year1936
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy