________________
૬૮
આચારાંગસૂત્ર રજોગુણ, સત્વગુણ અને તમે ગુણ એ ત્રણે ગુણોનું બળ એકબીજાને સંપૂર્ણપણે મારીને સોમ્યાવસ્થામાં રહ્યું હોય એવું ક૫નાગમ્ય તત્ત્વ એ જ પ્રકૃતિમાંય મહત કે બુદ્ધિ જે કહો તે જન્મે છે. અને બુદ્ધિ જન્મીને પછી અહંકાર થાય છે, અહંકાર એટલે બાહ્ય પદાર્થોમાં આત્માનું આરેપિત થઈ જવું. આઘાત સામે ટકી રહેવાની અને આઘાતની સામે પ્રત્યાઘાત કરવાની શક્તિ એ જ અહંકારનું લક્ષણ છે.
અહંકારને લઈને જ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિો તથા મન એ અગિયાર તો શબદાદિ પાંચ વિષયોમાં પ્રવૃત્ત થાય છે. એ વિષયોની આશ્રયભૂત જે પાંચ, તનમાત્રાઓ હોય છે એને આકાશ, વાયુ, તેજ, જળ, અને પૃથ્વી રૂપે પાંચ મહાભૂતો કહેવામાં આવે છે. એ રીતે આ ચોવીશ તને લઈને એ પુરુષનું લિંગ શરીર અને સ્કૂલ શરીર યોજાય છે. એનાથી એને મુક્ત કરવા માટે સાધના આવશ્યક છે. આ થઈ સાંખ્યદર્શનની સંક્ષિપ્ત મીમાંસા. સાંખ્ય અને યોગ બન્નેને દર્શનના પ્રત્યક્ષ, અનુમાન અને આગમ, એ ત્રણ પ્રમાણે માન્ય છે.
ગદર્શન ગદર્શનને સાંખ્ય-દર્શનની જ પૂર્તિ તરીકે માનીએ તે એ વધુ સુસંગત ગણાય. એથી જ શ્રી હરિભદ્રસૂરિજીએ સાંખ્યથી એને પૃથફ નથી સ્વીકાર્યું.
૧. સાંખ્ય સિદ્ધાંતથી ઘણા ખરા સાધકે પરિચિત જ હશે. એમણે વધુ સ્પષ્ટ અને વ્યવહાર સમજવો હોય અને સંસ્કૃતાદિ ભાષાને અભ્યાસ ન હોય તો એમણે “જીવન
ધનમાં જેવું. એમાં શ્રી કિશોરભાઈએ પરંપરાપ્રમાણને તર્કગમ્ય અને વ્યવહાર બનાવવાનો પ્રયાસ ઠીકઠીક કર્યો છે.
૨ સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર એ પાંચ જ્ઞાનેન્દ્રિયો અને વાણી, પગ, હાથ, ગુદા અને ઉપસ્થ એ પાંચ કર્મેન્દ્રિય કહેવાય છે.